NRI Samachar

News of Saturday, 27th April, 2013

US ના જર્સીસીટી મેયર તરીકે સતત ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા વર્તમાન મેયર શ્રી જેરામીઆહ હેલીને તમામ દિશાઓમાંથી મળી રહેલુ સમર્થનઃ નેવાર્ક એવન્‍યુ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રેસિડન્‍ટ શ્રી ભાવેશ દવે, બોસ્‍ટન મેયર શ્રી થોમસ મેનિનો.ડી વેસ્‍ટ ન્‍યુયોર્કના શ્રી આલ્‍બીઓ સાઇરસ ઉપરાંત સ્‍ટેટ તથા લોકલ ફાયર ફાઇટર્સ યુનિયનો દ્વારા જાહેર કરાયેલો ટેકોઃ ૧૪ મે ૨૦૧૩ના રોજ ચૂંટણી

      

      

      
            (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.ના જર્સીસીટી મેયરની ચૂંટણી ૧૪મે ૨૦૧૩ મંગળવારે છે. જેમાં સતત ત્રીજી ટર્મ માટે વર્તમાન મેયર જેરામીઆહ હેલીએ ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે.

            શ્રી હેલીને તાજેતરમાં ડી વેસ્‍ટ ન્‍યુયોર્કના પ્રતિનિધિ શ્રી આલ્‍બીઓ સાઇરસ, બોસ્‍ટન મેયર શ્રી થોમસ  મેનિનનો, સ્‍ટેટ તથા સ્‍થાનિક લેવલના ફાયર ફાઇટર્સ યુનિયનો, તેમજ નેવાર્ક એવન્‍યુ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રેસિડન્‍ટ શ્રી ભાવેશ દવેએ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યુ છે.

      
 (12:13 am IST)
[social_media]
 
 
[all_news_right_side]