NRI Samachar

News of Saturday, 27th April, 2013

US કોન્‍સ્‍યુલેટ જનરલ મુંબઇના ઉપક્રમે માર્ચ મહિના દરમિયાન યોજાયેલી ત્રીજી વાર્ષિક ઓનલાઇન ફોટો સ્‍પર્ધાનું પરિણામ જાહેરઃ‘‘આંતર રાષ્ટ્રિય મહિલા દિન''ની કરાયેલી અનોખી ઉજવણીઃ ‘‘ઓર્ડીનરી વીમેન એકસ્‍ટ્રા ઓર્ડીનરી વર્ક'' વિષય ઉપર યોજાયેલી ફોટો સ્‍પર્ધાને મળેલો જબ્‍બર પ્રતિસાદઃ ૬૦૦ ઉપરાંત કૃતિઓઃ વિજેતા સ્‍પર્ધાકો માટે ગોવામાં ૨ રાત્રિનું રોકાણ, લકઝરી હોટલોના ડિનર વાઉચર્સ, ટેકસી સર્વીસ સહિતના ઇનામોની વણઝાર

US કોન્‍સ્‍યુલેટ જનરલ મુંબઇના ઉપક્રમે માર્ચ મહિના દરમિયાન યોજાયેલી ત્રીજી વાર્ષિક ઓનલાઇન ફોટો સ્‍પર્ધાનું પરિણામ જાહેરઃ‘‘આંતર રાષ્ટ્રિય મહિલા દિન\'\'ની કરાયેલી અનોખી ઉજવણીઃ ‘‘ઓર્ડીનરી વીમેન એકસ્‍ટ્રા ઓર્ડીનરી વર્ક\'\' વિષય ઉપર યોજાયેલી ફોટો સ્‍પર્ધાને મળેલો જબ્‍બર પ્રતિસાદઃ ૬૦૦ ઉપરાંત કૃતિઓઃ વિજેતા સ્‍પર્ધાકો માટે ગોવામાં ૨ રાત્રિનું રોકાણ, લકઝરી હોટલોના ડિનર વાઉચર્સ, ટેકસી સર્વીસ સહિતના ઇનામોની વણઝાર

      

      

            મુંબઇઃ યુ.એસ. કોન્‍સ્‍યુલેટ જનરલ મુંબઇના ઉપક્રમે આંતર રાષ્ટ્રિય મહિલા દિન નિમિતે યોજાઇ ગયેલી ત્રીજી વાર્ષિક ઓનલાઇન ફોટો સ્‍પર્ધાનું પરિણામ જાહેર કરાયુ છે. સ્‍પર્ધાનો વિષય ‘‘ઓર્ડીનેરી વીમેન, એકસ્‍ટ્રા ઓર્ડીનરી વર્ક'' હતો. જે અંતર્ગત સામાન્‍ય  મહિલા દ્વારા કરાયેલી અસાધારણ કામગીરીની નોંધ લેવાનો હેતુ હતો ૧, માર્ચ ૨૦૧૩ થી ૩૧ માર્ચ ૨૦૧૩ સુધી ખુલ્લી રખાયેલી સ્‍પર્ધામાં મહારાષ્ટ્ર, ગુજરાત, છતીસગઢ, એમ.પી.અને ગોવામાંથી ૬૦૦ ઉપરાંત કૃતિઓ આવી હતી. જેના નિર્ણાયકો તરીકે જાણીતા ડીજીટલ આર્ટીસ્‍ટ શ્રી રાહુલ ગજજર, ફોટોગ્રાફર શ્રી મુકેશ પાર્યીઆની તથા મુંબઇ કોન્‍સ્‍યુલેટ જનરલના અમેરિકન અધિકારીઓની પેનલએ સેવાઓ આપી હતી. આ વર્ષથી ટિવટર દ્વારા ફોટા મોકલી શકવાની વ્‍યવસ્‍થા અમલી બનાવાઇ હતી.

            સ્‍પર્ધાના વિજેતાઓ માટે ઇન્‍ટરનેશનલ સેન્‍ટર ગોવામાં, લકઝરી હોટલ્‍સનું કોમ્‍પલીમેન્‍ટરી ડિનર વાઉચર્સ, ટેબલ મુંબઇના હોટ બેવરેજ તથા ડીઝર્ટ વાઉચર, વીરા કેબ્‍સની ટેકસી સર્વીસ, જીમનું સભ્‍યપદ રનીંગ શુઝ, ફીટનેસ ડીવીડી તથા સિલ્‍ક સ્‍કાર્ફ સહિતના ઇનામો રાખવામાં આવ્‍યા હતા.

            વિજેતા  સ્‍પર્ધાકોની યાદી નીચે મુજબ છે.

            બેસ્‍ટ ઓવર ઓલઃ

            ફોટો ગ્રાફરઃ અદિતિ ગજજર, મુંબઇ

            બેસ્‍ટ  કમ્‍યોજીશનઃ૧

            ફોટોગ્રાફરઃ પ્રશાંત નાડકર, મુંબઇ

            બેસ્‍ટ કમ્‍પોઝીશનઃ૨

            ફોટો ગ્રાફરઃ સંપદા અનદાનકર, રાયપુર

            બેસ્‍ટ સ્‍ટોરીઃ૧

            ફોટો ગ્રાફરઃ પ્રશાંત નાડકર, મુંબઇ

            બેસ્‍ટ સ્‍ટોરીઃ૨

            ફોટો ગ્રાફરઃ ગીરીશ એન અવતાણી, બરોડા

            બેસ્‍ટ ટેકનીકલ મેરીટઃ૧

            ફોટોગ્રાફરઃ હુસેન મોઝદગીર રૂઝાનેહ, પૂના

            બેસ્‍ટ ટેકનીકલ મેરીટઃ૨

            ફોટો ગ્રાફરઃ પ્રીતિ પટેલ, નાસિક

            બેસ્‍ટ ક્રિએટીવ લાઇટીંગઃ૧

            ફોટોગ્રાફરઃ આકાશ એમ. અજગાવકર, પૂના

            બેસ્‍ટ ક્રિએટીવ લાઇટીંગઃ૨

            ફોટો ગ્રાફરઃ પ્રશાંત પરબ, મુંબઇ

            મોસ્‍ટ થીમેટીકઃ૧

            ફોટોગ્રાફરઃ પ્રવિણસિંહ ચૌહાણ, અમદાવાદ

            મોસ્‍ટ થીમેટીકઃ૨

            ફોટો ગ્રાફરઃ સતીષ તિવારી ભોપાલ

            બેસ્‍ટ ટિવરયિકઃ

            ફોટો ગ્રાફરઃ હર્નેશ જોશી, મુંબઇ

            જજીઝ ફેવરીટઃ

            ફોટો ગ્રાફરઃ નારાયણ ડી. પટેલ, વડોદરા

      વિજેતાઓની કૃતિઓ ફોટો આલ્‍બમ ‘‘winners: ordinary women,etfea ordinary wark      '' જેવા માટે ફેઇસ બુક       www.facebook.com/manbai usconsalate/ photos albams અથવા       flickr flickr.com/pothos/ usconsalatemambai/sets,72157633348388496/       મારફત જોઇ શકાશે.

            યુ.એસ. કોન્‍સ્‍યુલેટ જનરલ મુંબઇ ફેસ બુક www.facebook.com/mambai usconsalate તથા ટિવટર  www.twittwr.com/usand mambai        સાથે સંપર્કમાં રહેવા જણાવાયુ છે.

      
 (12:14 am IST)
[social_media]
 
 
[all_news_right_side]