NRI Samachar

News of Saturday, 27th April, 2013

US ના ન્‍યુજર્સીમાં આવેલા એડિસન ટાઉનશીપના મેયરપદ માટેની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા એશિયન અમેરિકન શ્રી સામખાનઃ સાઉથ એશિયન કોમ્‍યુનીટી ઓર્ગેનાઇઝેશનના રીજીયોનલ પ્રેસિડન્‍ટ, એડિસન ચેમ્‍બર ઓફ કોમર્સના સક્રિય સભ્‍ય, તથા વીઝીયોનરી એડિસન લાયન્‍સ કલબના બોર્ડ મેમ્‍બર, ઉપરાંત કોમ્‍યુનીટીના હિત માટે સતત કાર્યરત શ્રી સામખાન દ્વારા તમામ સભ્‍યો પાસેથી સમર્થનની અપેક્ષાઃ એડિસન ટાઉનશીપને ન્‍યુજર્સીનું ઉમદા નગર બનાવવાનો હેતુ

            એડિસનઃ ન્‍યુજર્સીઃયુ.એસ.: યુ.એસ.માં એડિશન ટાઉનશીપના મેયર તરીકે સામખાન એ ચૂંટણી લડવાની ઘોષણા જાહેર કરી દીધી છે.

            ચૂંટણીમાં ઝુકાવવાના  કારણો આપતા શ્રી સામખાન જણાવે છે કે ટેકસમાં વધારાથી ઉભી થતી હાલાકીઓ દૂર કરવા, બાળકો પ્રત્‍યેની બેદરકારી દૂર કરી તેમનું ભવિષ્‍ય ઉજજવળ બનાવવા, ભષ્ટાચાર નાબુદ કરી નાગરિકોના હિતોનું રક્ષણ કરવુ મુખ્‍ય કારણો છે.

            શહેરની પ્રગતિ થવાને બદલે વિકાસ રૂંધાઇ રહેલો જોવા મળે છે.

            ઉપરોક્‍ત કારણોસર નવી લીડરશીપ જરૂરી હોવાનું જણાવતા શ્રી સામખાન કહે છે કે ન્‍યુજર્સીના સૌથી મોટા નગરને ઉમદા બનાવવુ છે જે માટે પોતાનો કોમ્‍યુનીટી સંપર્ક તેઓને  મેયર બનવા માટે આગળ ઘપાવશે તેવી અપેક્ષા હોવાનું જણાવે છે.

            તેઓ એડિસન ચેમ્‍બર ઓફ કોમર્સના સક્રિય  સભ્‍ય છે. તથા શહેરીજનોને રોજગારી મળી રહે  તેવા પગલાઓ લેવા ઇચ્‍છુક હોવાનું જણાવે છે.

      શ્રી સામખાનના જણાવ્‍યા મુજબ તેઓ સૌથી મોટા એવા સાઉથ એશિયન કોમ્‍યુનીટી ઓર્ગેનાઇઝેશનના રીજીયોનલ પ્રેસિડન્‍ટ છે. ઉપરાંત વીઝીયોનરી એડિસન લાયન્‍સ કલબના બોર્ડ મેમ્‍બર છે. તેમજ કોમ્‍યુનીટીના હિત માટેની પ્રવૃતિઓમાં સતત કાર્યરત રહેતા હોવાનું જણાવે છે. તેમના વિષયક વિશેય માહિતિ માટે       samkhanformayor.com   દ્વારા સંપર્ક સાધી શકાય છે. જે કોઇ તેમના વિચારો સાથે સહમત હોય તથા તેઓને અનુમોદન આપી શકે તેમ હોય તે તમામને સંપર્ક સાધવા વિનંતી કરેલ છે.

            તેમના દ્વારા ૨૫ એપ્રિલ ૨૦૧૩ના રોજ પ્રથમ ફોન બેન્‍ક યોજાઇ ગયેલ છે.

            શ્રી સામખાનને આગળ ધપાવવા તમામ કોમ્‍યુનીટી મિત્રોને સતત સંપર્કમાં રહી ટેકો આપવા તેમણે અનુરોધ કર્યો છે.

 (12:17 am IST)
[social_media]
 
[all_news_right_side]