NRI Samachar

News of Saturday, 27th April, 2013

પુષ્ટિધામ હવેલી ઓકાલા ફલોરિડા મુકામે પ મે ૨૦૧૩ના રોજ ભાવભેર શ્રીમહાપ્રભુજી પ્રાગટયોત્‍સવ ઉજવવાનું આયોજનઃ સત્‍સંગ, શોભાયાત્રા, કળશયાત્રા, મહાપ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમોમાં જોડાવા થિનગની રહેલા વૈશ્નવોઃ ગોપીઓ તથા ગોપ સર્વે ઓરેન્‍જ કલરના વસ્‍ત્રો પરિધાન કરી ઉત્‍સવ ઉજવશેઃ હરખભેર ઉત્‍સવમાં જોડાવા આમંત્રણ પાઠવતા આયોજકો

પુષ્ટિધામ હવેલી ઓકાલા ફલોરિડા મુકામે પ મે ૨૦૧૩ના રોજ ભાવભેર શ્રીમહાપ્રભુજી પ્રાગટયોત્‍સવ ઉજવવાનું આયોજનઃ સત્‍સંગ, શોભાયાત્રા, કળશયાત્રા, મહાપ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમોમાં જોડાવા થિનગની રહેલા વૈશ્નવોઃ ગોપીઓ તથા ગોપ સર્વે ઓરેન્‍જ કલરના વસ્‍ત્રો પરિધાન કરી ઉત્‍સવ ઉજવશેઃ હરખભેર ઉત્‍સવમાં જોડાવા આમંત્રણ પાઠવતા આયોજકો

      

      

            (દિપ્‍તીબેન જાની દ્વારા)  ન્‍યુજર્સીઃ શ્રીજીબાવા તથા સમગ્ર વલ્લભકુળ પરિવારની કૃપા ટ્રષ્ટિથી પુષ્ટિમાર્ગીય વૈશ્નવ સમાજ દ્વારા પુષ્ટિધામ હવેલી ઓકાલા ફલોરિડા ખાતે પ મે ૨૦૧૩ના રોજ ભાવભેર શ્રી મહાપ્રભુજી પ્રાગટયોત્‍સવ ઉજવવાનું આયોજન કરાયુ છે.

            ઉત્‍સવની શરૂઆત બપોરે ૩ વાગ્‍યે સત્‍સંગથી કરાશે.

            બપોરે ૪ વાગ્‍યે શોભાયાત્રા તથા કળશયાત્રા પ્રસ્‍થાન કરાવાશે. જેમાં મનોરથી તરીકે જોડાવા ઇચ્‍છતા વૈશ્નવો માટે કળશ ન્‍યોરછાવર રકમ તરીકે ૨૫ ડોલર નકકી કરેલ છે. કેસર સ્‍નાન મનોરથના ૫૦૧ ડોલર તથા મહાપ્રસાદ મનોરથ માટે ૫૦૧ ડોલર ન્‍યોરછાવર રકમ તરીકે નકકી કરાયેલ છે.

            મનોરથીઓએ નામ નોંધાવવા માટે શ્રીમતિ તૃપ્‍તિબેન પટેલ ફોન નં.૮૬૨-૨૫૧- ૩૧૯૮નો સંપર્ક સાધવા જણાવાયુ છે.

            મહાપ્રસાદ સાંજે ૭ વાગ્‍યાથી શરૂ થશે.

            તમામ પ્રકારની ન્‍યોરછાવર સેવા આવકાર્ય હોવાનું જણાવાયુ છે. કળશયાત્રામાં જોડાવા માટેના કળશ હવેલી ઉપરથી મળી શકશે.

            ઉત્‍સવમાં જોડાવા માટે નકકી કરાયેલા ડ્રેસ કોડ મુજબ ગોપ બનવાવાળા પુરૂષો માટે ઓરેન્‍જ કલરના ધોતી બંડી અથવા ચુડીદાર તેમજ ગોપી બનવાવાળી મહિલાઓ માટે  ઓરેન્‍જ કલરની સાડી પરિધાન કરવા આગ્રહ રખાયો છે.

            ૧૪૦૮૦, સાઉથ વેસ્‍ટ એવ રોડ, ઓકાલા ફલોરિડા મુકામે ઉજવાનારા શ્રીમહાપ્રભુજી પ્રાગટયોત્‍સવમાં જોડાઇ અલૌકિક આનંદ મેળવવા તમામ વૈશ્નવ પરિવારોને આયોજકો દ્વારા હરખભેર આમંત્રણ પાઠવાયુ છે.

            વિશેષ માહિતિ માટે ફોન નં.૮૬૨- ૨૫૧-૩૧૯૮, ૩૫૨-૫૩૭-૧૮૧૦, ૩૫૨-૮૭૫-૫૨૭૫, ૩૫૨-૫૬૮-૫૭૨૯, ૮૬૩-૮૩૮-૫૫૪૧, ૪૦૭-૩૨૫-૫૮૦૨, ૭૨૭-૫૯૯- ૩૯૦૪,૭૨૭- ૬૮૬-૭૪૨૪, ૮૬૩-૨૨૧-૯૨૫૫, ૯૭૩-૪૬૦-૫૯૩૬, અથવા ૩૮૬-૨૦૮-૨૦૬૪ તેમજ હવેલીના ફોન નં. ૩૫૨-૩૦૭-૦૦૬૫ અથવા ઇમેલ PUSHTIDHAMOCALA@GMAIL.COM        દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

      
 (12:18 am IST)
[social_media]
 
 
[all_news_right_side]