NRI Samachar

News of Monday, 29th April, 2013

કુંભમેળાની વ્‍યવસ્‍થા વિષયક પ્રવચન આપવા અમેરિકા ગયેલા UPના મુખ્‍યમંત્રી શ્રી અખિલેષ યાદવએ પ્રવચનનો કરેલો બહિષ્‍કારઃ શ્રી યાદવ સાથે ગયેલા મંત્રી શ્રી આજમખાનની લોગાન એરપોર્ટ ઉપર કરાયેલી લાંબી પૂછપરછના વિરોધમાં લેવાયેલુ પગલુ

            વોશીંગ્‍ટનઃ  તાજેતરમાં યુ.પીના અલ્‍હાબાદ મુકામે  યોજાઇ ગયેલા કુંભમેળાની વ્‍યવસ્‍થાથી પ્રભાવિત થયેલા અમેરિકનોએ મુખ્‍યમંત્રી શ્રી અખિલેષ યાદવને મેનેજમેન્‍ટ વિષયક પ્રવચન આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં આમંત્રિત કર્યા હતા. પરંતુ અમેરિકા  ગયેલા શ્રી યાદવ તથા તેમની સાથેના ૨ મંત્રીઓએ  ભારત પરત આવતા રહેવાનું નક્કી કરી લીધુ છે.

            અમેરિકાના લોગાન એરપોર્ટ પર શ્રી યાદવ  સાથે ગયેલા મંત્રી શ્રી આજમ ખાનની લાંબી પુછપરછ કરી સતત ૧૦ મીનીટ સુધી રોકી રાખતા ભારતીય મહેમાનનું અપમાન થયુ છે. તેવુ જણાતા શ્રી યાદવ તથા તેમના બંને મંત્રીઓએ ભારત ફરી જવાનો નિર્ણય લિધો છે.

 (11:42 pm IST)
[social_media]
 
[all_news_right_side]