NRI Samachar

News of Monday, 29th April, 2013

USના શિકાગોમાં આવેલા શ્રી બાલાજી ટેમ્‍પલના ઉપક્રમે ‘‘ક્રિષ્‍ના - એ - ડિવાઇન એક્‍સપીરીયન્‍સ''ભરત નાટયમ ડાન્‍સ ડ્રામા રજુ કરતા ભારતીય કલાકારો : વાંસળીના નાદે ગોપીઓને ઘેલી કરતો કનૈયો, મટકીફોડ, કાલિદમન, ગોવર્ધન લીલા, રાસલીલા, કંસમર્દન સહિતના આબેહુબ દ્રશ્‍યો પેશ કરી શ્રી કૃષ્‍ણચરિત્રની કરાયેલી રજુઆતથી દર્શકો મંત્રમુગ્‍ધ

USના શિકાગોમાં આવેલા શ્રી બાલાજી ટેમ્‍પલના ઉપક્રમે ‘‘ક્રિષ્‍ના - એ - ડિવાઇન એક્‍સપીરીયન્‍સ\'\'ભરત નાટયમ ડાન્‍સ ડ્રામા રજુ કરતા ભારતીય કલાકારો : વાંસળીના નાદે ગોપીઓને ઘેલી કરતો કનૈયો, મટકીફોડ, કાલિદમન, ગોવર્ધન લીલા, રાસલીલા, કંસમર્દન સહિતના આબેહુબ દ્રશ્‍યો પેશ કરી શ્રી કૃષ્‍ણચરિત્રની કરાયેલી રજુઆતથી દર્શકો મંત્રમુગ્‍ધ

      

      

            શિકાગોઃ ગ્રેટર શિકાગોમાં શ્રી બાલાજી ટેમ્‍્‌પલ તરીકે  ઓળખાતા શ્રી વેંકટેશ્વર સ્‍વામી મંદરના ઉપક્રમે તાજેતરમાં ૨૧ એપ્રિલ ૨૦૧૩ ના રોજ ભારતીય નૃત્‍ય મંડળીના શ્રી શિજીત નામ્‍બીઆર તથા શ્રીમતી પાર્વતી મેનન કલાક્ષેત્ર દ્વારા ભરત નાટયમ ડાન્‍સ ડ્રામા  ‘‘ક્રિષ્‍ના - એ - ડિવાઇન એક્‍સપીરીયન્‍સ'' કલાસીક મ્‍યુઝીકની રંગત સાથે પેશ કરાયો હતો.

            નોર્થ સેન્‍ટ્રલ કોલેજ ૩૧૦, ઈ બેન્‍ટોન, નેપરવિલે ઈલિનોઇસ મુકામે રજુ કરાયેલા ઉપરોક્‍ત કાર્યક્રમમાં ક્રિષ્‍નાના જીવનના વિવિધ પાસાઓ નૃત્‍ય  તથા સંગીતમય શૈલીમાં  પ્રદર્શીત કરાયા હતા. જે અંતર્ગત ૪ યુવતી તથા ૪ યુવા કલાકારોએ નૃત્‍યો પેશ કર્યા હતા.

            કાર્યક્રમની શરૂઆતમાં શેષનાગ પર બિરાજમાન વિષ્‍ણુ ભગવાન સાથે જળસૃષ્‍ટિના દ્રશ્‍યો રજુ કર્યા બાદ શ્રી કૃષ્‍ણ ચરિત્ર રજુ કરાયુ હતું.

            શ્રી કૃષ્‍ણ ચરિત્ર અંતર્ગત કાનુડાના બાળપણના તોફાનો જેવા કે મટકીફોડ, ગાયો ચરાવતો ગોવાળીયો, ગોપીઓ સાથે ધીંગામસ્‍તી, ગોવર્ધનપર્વત ઉપાડવો, કાલિનાગ દમન, વાંસળી વગાડતો કનૈયો, તથા રાસલીલાના દ્રશ્‍યો રજુ કરી કંસ મર્દન બાદ અર્જુનના સારથી સહિતના દ્રશ્‍યો રજુ કરી આબેહુબ કૃષ્‍ણાવતાર રજુ કરાયો હતો.  જે માટે નૃત્‍ય સંગીતનો કાર્યક્રમ સુશ્રી સુધા શ્રી નિવાસન (નૃત્‍યાલય સ્‍કુલ ઓફ ડાન્‍સ, શ્રી વિજયાલક્ષ્મી શેટ્ટી (નટરાજ ડાન્‍સ એકેડમી ) શ્રી સુસ્‍મીતાઅરૂણકુમાર (નૃત્‍યાંજલી સ્‍કુલ ઓફ ડાન્‍સ) શ્રી વનિતા વિરાવલી (ભરતમ એકેડમી ઓફ ડાન્‍સ  આર્ટ્‍સ) શ્રી સંગીતા રંગાલા (આનંદ ડાન્‍સ એકેડમી) શ્રી જુનુ વર્ગીસ (સુર્યા ડાન્‍સ સ્‍કુલ) શ્રી રામ રઘુરામન (આર.આર. ઈન્‍ટરનેશનલ) શ્રી પુનમ  મહેશ (નૃત્‍યાંનંત ભરત નાટયમ એકેડમી ) તથા અનુપમા રાજેશ (નૃત્‍ય (ગીતાંજલી સ્‍કુલ ઓફ ડાન્‍સ) દ્વારા સ્‍પોન્‍સર કરાયો હતો. જેના તમામ કલાકારોનું તેમજ શ્રી મેનન અને નામ્‍બીઆરનું મુખ્‍ય મહેમાન શ્રી ઉષા પારીતી  દ્વારા બહુમાન કરાયા હતા.

            શ્રી બાલાજી ટેમ્‍પલ દ્વારા અવારનવાર ભારતીય આર્ટ રજુ  કરતા કાર્યક્રમોના  આયોજનો  થાય છે. જેનો  એક હેતુ ભારતીય કલાકારોને  પ્રોત્‍સાહીત કરવાનો પણ છે.   ( એશીયા મીડીયા સર્વીસના સૌજનક્ષ્યથી )

      
 (11:44 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]