NRI Samachar

News of Monday, 29th April, 2013

‘‘રિફ્રેમીંગ ભારત'' વિષય ઉપર USના ઈલિનોઇસમાં ‘‘વર્ડ હિન્‍દુ યુથ''(WHY) એશોશિએશનના ઉપક્રમે ચિન્‍મય મિશન બદરી કેમ્‍પસમાં યોજાઇ ગયેલો સેમિનારઃ કર્વિન્‍દ્ર ઋષિ તરીકે ઓળખાતા અમેરિકન શ્રી જેફ્રે આર્મસ્‍ટ્રોંગનું મનનીય ઉદબોધનઃ હિન્‍દુ ધર્મ, શાષાો, સંસ્‍કૃતિ, ભાષા સહિતના વિવિધ પાસાઓની વિશદ છણાંવટ કરતા કવિ, લેખક, જ્‍યોતિષી તથા વિદ્વાન અમેરિકન આર્મસ્‍ટ્રોંગ

‘‘રિફ્રેમીંગ ભારત\'\' વિષય ઉપર USના ઈલિનોઇસમાં ‘‘વર્ડ હિન્‍દુ યુથ\'\'(WHY) એશોશિએશનના ઉપક્રમે ચિન્‍મય મિશન બદરી કેમ્‍પસમાં યોજાઇ ગયેલો સેમિનારઃ કર્વિન્‍દ્ર ઋષિ તરીકે ઓળખાતા અમેરિકન શ્રી જેફ્રે આર્મસ્‍ટ્રોંગનું મનનીય ઉદબોધનઃ હિન્‍દુ ધર્મ, શાષાો, સંસ્‍કૃતિ,  ભાષા સહિતના વિવિધ પાસાઓની  વિશદ છણાંવટ કરતા કવિ, લેખક, જ્‍યોતિષી તથા વિદ્વાન અમેરિકન  આર્મસ્‍ટ્રોંગ

      

      

            શિકાગોઃ વર્ડ હિન્‍દુ યુથ (      WHY) એશોશિએશનના ઉપક્રમે ૨૦ એપ્રિલ ૨૦૧૩ના  રોજ  ઈલિનોઇસના  વિલોબ્રુક  ખાતે આવેલા ચિન્‍મય મિશન બદરી કેમ્‍પૃમાં સેમિનાર યોજાઇ ગયો.

            ‘‘રિફ્રેમીંગ ભારત''તથા ‘‘ન્‍યુ વોકેબ્‍યુલરી ટુ ડિસ્‍ક્રાલબ વૈદિક ધર્મ'' વિષય પર યોજાયેલો ઉપરોક્‍ત સેમિનારમાં બેસ્‍ટ સેલીંગ પુસ્‍તકોના  લેખક કર્વિન્‍દ્ર ઋષિ તરીકે ઓળખાતા શ્રી જેફ્રે આર્મસ્‍ટ્રોંગએ યુવા પેઢીને વૈદીક ધર્મનું મહાત્‍મય સમજાવ્‍યુ હતું. ષ્‍ણ્‍ળ્‍ના સુશ્રી વિદ્યા નાહાએ તેઓની ઓળખાણ વેદાંતિક સિકર તરીકે આપી તેઓ કર્મ મીકેનીકના જ્ઞાતા હોવાનું જણાવ્‍યુ હતું.

            ગણેશ સ્‍તુતિ બાદ શરૂ કરાયેલા સેમિનારમાં શ્રી આર્મસ્‍ટ્રોંગએ જણાવ્‍યુ હતુ કે તેઓ ભારતીય સંસ્‍કૃતિથી આકર્ષાયા છે. તેમણે ભાષકીય રીતે માનસ શાષાના અભ્‍યાસુ તરીકે તેમજ  વૈજ્ઞાનિક દ્રષ્‍ટિકોણથી ભારતીય શાષાોના કરેલા અભ્‍યાસના કારણે તેઓ       WHY સાથે જોડાયા છે. તેમજ ભારત જઇ ગહન અભ્‍યાસ કરી   આવ્‍યા છે. તેમજ ભારતીય  શાષાોની વિદ્વતાથી પ્રભાવિત થયેલા છે. તેમજ છેલ્લા ૧૪ વર્ષોથી હિંન્‍દુ સંસ્‍કૃતિ  સાથે જોડાયેલા હોવાનું તેમણે જણાવ્‍યુ હતું.

            બીજા વર્કશોપ દરમિયાન તેમણે જણાવ્‍યુ હતું કે હિન્‍દુઓ ખુદ પોતાની સંસ્‍કૃતિને  તાદશ કરી શકતા નથી. જો તેનો અમલ થાય તો હિન્‍દુ ધર્મના વ્‍યાપ માટે સેંકડો વિવેકાનંદનું નિર્માણ થઇ શકે છે.

            તેમણે ભારતીય સંસ્‍કૃતિ તથા શાસ્‍ત્રો અને ભાષાઓની  અન્‍ય ધર્મો સાથે સરખામણી કરી બતાવી હતી. તેમજ હિન્‍દુ શાષાોમાં દર્શાવેલા સત્‍વગુણ, રજોગુણ, તથા તમોગુણની સમજુતિ આપી હતી. સાથોસાથ પતંજલિ યોગ વિષે પણ સમજાવ્‍યુ હતું. ઉપરાંત આત્‍મા, પરમાત્‍મા, ચિત્તવૃતિ નિરોધ વિષે છણાંવટ કરી બતાવી  હતી. તેમણે અંગ્રેજી અને સંસ્‍કૃત ભાષાના  શબ્‍દોની  સરખામણી પણ કરી બતાવી હતી.

      બીજા દીવસે ચિન્‍મય મિશનના ગ્રે લેક ખાતે આવેલા યમુનોત્રી કેમ્‍પમાં સેમિનારનું પુનરાવર્તન કરાયુ હતું. (એશિયા મિડીયા સર્વિસના સૌજન્‍યથી)

 (11:45 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]