NRI Samachar

News of Monday, 29th April, 2013

ભારત સહિતના દેશોમાં ઉઘાડા પગે ફરતા જરૂરિયાતમંદ બાળકોને નવા બુટ આપવાનું અભિયાનઃ અમેરિકા સ્‍થિત ભારતીય મૂળના ૧૭ વર્ષિય તરૂણ આરવ ચાવડાએ શરૂ કરેલી ઝુંબેશઃ ૩૦૦૦ જોડી બુટનું વિતરણ કરી નાંખ્‍યુઃ સેવાકિય પ્રવૃતિ સતત ચાલુ રાખવાનો સંકલ્‍પ દર્શાવતો ભારતીય યુવાન ચાવડા

            યુ.એસ.: ભારત, આફ્રિકા, એશિયા તથા યુ.એસ. સહિતના દેશોમાં ઉઘાડા પગે ફરતા તથા રોગનો ભોગ બનતા જરૂરીયાતમંદ બાળકોને પગમાં પહેરવાના  નવા બુટ  આપવાનું અભિયાન  અમેરિકાના ડલાસ ટેકસાસ ખાતે રહેતા  ભારતીય મૂળના ૧૭ વર્ષીય તરૂણ આરવ ચાવડાએ  ઉપાડયુ છે.

            ૨૦૧૨ની સાલથી  શરૂ કરાયેલા ઉપરોક્‍ત અભિયાન અંતર્ગત ચાવડાએ  ૩૦૦૦ જેટલા બુટનું વિતરણ કરી નાખ્‍યુ છે. જૈ પૈકી  ૧૬૦૦ જેટલા બુટ ભારતના જુદા જુદા  વિસ્‍તારોના જરૂરીયામંદ  બાળકોને આપવામાં આવ્‍યા હતા. જે માટે તેને દાતાઓનો સહકાર મળી રહે છે. તેમ ચાવડાએ જણાવ્‍યુ હતું.

 (11:46 pm IST)
[social_media]
 
[all_news_right_side]