NRI Samachar

News of Monday, 29th April, 2013

US ના કેલિફોર્નિયામાં યોજાઇ ગયેલા સાયન્‍સ ફેરમાં ટોપ એવોર્ડ મેળવતી ભારતીય મૂળની તરૂણી એસ્‍થા ખારેઃ અન્‍ય પ ભારતીય મૂળના વિદ્યાર્થીઓ પ્રથમ શ્રેણીમાં: ૧૦૩૭ જેટલા સ્‍પર્ધકો વચ્‍ચે ભારતીય મૂળના વિદ્યાર્થીઓનો દબદબો

            કેલિફોર્નિયાઃ યુ.એસઃ તાજેતરમાં યુ.એસ.ના કેલિફોર્નિયા સ્‍ટેટમાં યોજાઇ ગયેલા સાયન્‍સ ફેરમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓએ ટોપ એવોર્ડ ઉપરાંત પ્રથમ શ્રેણીના ૬ ઇનામો તથા અન્‍ય ઇનામો મેળવી ભારતનું ગૌરવ વધાર્યુ છે.

            ૧૨મા ધોરણમાં ભણતી એસ્‍થા ખારેએ ટોપ એવોર્ડ મેળવ્‍યો છે તથા તેણે રજુ કરેલા પ્રોજેકટ માટે ૫૦૦૦ ડોલરનું ઇનામ અપાયુ છે.

            ખારેએ રજુ કરેલો પ્રોજેકટ ભારતના છેવાડાના વિસ્‍તારોમાં વસતી ગ્રામ્‍ય પ્રજાને શુધ્‍ધ અને ચોકખુ પાણી મળી રહેવા અંગેનો છે.

            જુનીયર કેટેગરીમાં પ્રથમ ઇનામ મેળવનાર ભારતીય મૂળના વિદ્યાર્થીઓમા મિથ્રી અંબાટીપુડી, વેંકટ અને શંકર, અશ્વથ એમ રાધાચંદ્રન, શંશાંક એચ ધોળકિયા તથા શિશિર એચ ધોળકિયાનો સમાવેશ થાય છે.

            કુલ ૧૦૩૭ જેટલા વિદ્યાર્થીઓ સાયન્‍સ ફેરમાં ભાગ લીધો હતો.

 (11:46 pm IST)
[social_media]
 
[all_news_right_side]