NRI Samachar

News of Tuesday, 30th April, 2013

સાન ફ્રાન્‍સિસ્‍કો બે-એરિયામાં શ્રી હનુમાન જયંતિની ભાવસભર ઉજવણી

સાન ફ્રાન્‍સિસ્‍કો બે-એરિયામાં શ્રી હનુમાન જયંતિની ભાવસભર ઉજવણી

      (પ્રવીણ દેસાઇ-સિલિકોન વેલી) ભગવાન શ્રીરામને અવિરતપણે સતત ホદયસ્‍થ રાખતા અનન્‍ય સેવક બજરંગબલી શ્રીહનુમાનજીનો જન્‍મ ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે અંજનીના કૂખે પર્વતરાજ કેસરીને ત્‍યાં થયો હતો. શ્રી રામ પરિવારના વનવાસ દરમિયાન માતા સીતાની શોધ, દક્ષિણ ભારત અને લંકા વચ્‍ચે રામસેતુ રચવા, રાવણની સોનાની લંકા દહન અને મૂર્છિત લક્ષ્મણજીના ઇલાજ માટે સંજીવની વનસ્‍પતિ સાથે આખો પહાડ ઉચકીને લાવનારા પવનસૂત શ્રીહનુમાનજી છે. શનિદેવને પણ કષ્ટમૂકત કરીને શનિદેવની વચન બધ્‍ધતાએ આજે કલિકાળમાં પણ માનવીના જીવનમાં આવતી પનોતીના નિવારણમાં શ્રીહનુમાનજીએ ભકતોને કષ્ટમૂક્‍તિનું અભયદાન સિધ્‍ધ કરી આપ્‍યું છે.

      સંકટમોચન શ્રી હનુમાનજીની અસીમ કૃપાદ્રષ્ટિએ અને પ્રેરણાએ સાન ફ્રાન્‍સિસ્‍કો અખાતી વિસ્‍તાર બે-એરિયાના વિભિન્ન સ્‍વૈચ્‍છિક સેવાભાવી સામાજિક, આધ્‍યાત્‍મિક સંસ્‍થાઓ, સંગઠનો સાથે અવિરતપણે નિસ્‍વાર્થભાવે સેવા આપતા સન્નિષ્ઠ સમાજસેવક  સંદિપભાઇ પાનવાલા છે. લગભગ સાડા ચાર દાયકાઓથી અમેરિકાને કર્મભૂમિ બનાવી રહેલાં સંદિપભાઇ આતિથ્‍ય ક્ષેત્રના સફળ સંચાલક હોટેલ-મોટેલ ઉદ્યોગપતિ છે. શ્રી હનુમાનભક્‍ત કુસુમબહેન-સંદીપભાઇ પાનવાલા પરિવાર દ્વારા નિયમિતપણે દર વર્ષે પારંપારિક રીતે હનુમાન જયંતી પર્વોત્‍સવની ભાવસભર ઉજવણી કરે છે. તેમના દક્ષિણ બે-એરિયાના મોર્ગન હિલ નિવાસસ્‍થાનાં પટાગણમાં પુરોહિત શ્રી હેમતભાઇ બ્રહ્મભટ્ટનાં મંત્રોચ્‍ચાર તથા ગાયિકા પલક વ્‍યાસના સુમધુર કંઠે તબલાવાદ પતિ આશિષભાઇ વ્‍યાસના તબલાના તાલે અને પિતા વ્‍યાસ સાહેબના હાર્મોનિયમના સૂર-તાલમાં વિશાળ ભક્‍તજનોએ યજ્ઞ, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના સામુહિક પાઠ કર્યા હતા. શ્રી હનુમાનજીની પૂજા-અર્ચન, આરતી બાદ ઉપસ્‍થિત આશરે ૧૫૦  ઉપરાંતના સ્‍વજન, મિત્ર મંડળને ગુજરાતી સમાજની ગૃહિણીઓ દ્વારા સ્‍વહસ્‍તે બનાવેલ ગુજરાતી વાનગીઓનો મહાપ્રસાદ પીરસવામાં આવ્‍યો હતો.

      પવિત્ર અવસર નિમિતે ઉતર કેલિફોર્નિયાનાં માઉન્‍ટ માદોના ગિરીમાળાઓની કંદરા ઉપર સ્‍થાપિત ‘સંકટમોચન હનુમાન મંદિર'ના ઉપક્રમે શ્રીહનુમાન જયંતિનું આયોજન કરાયું હતું. અમેરિકાની સુપ્રસિધ્‍ધ આઇ-ટી રાજધાની સાનહોઝે નગરથી ૬૫ માઇલની દક્ષિણે અમેરિકન મૂળના આધ્‍યાત્‍મિક ગુરૂ બાબા હરિદાસજીની આત્‍મસ્‍ફૂરણાએ ૩૩૫ એકરના વિશાળ વનવિસ્‍તારમાં રેડવૂડ વનરાઇ વચ્‍ચે શ્રીહનુમાનજીની ભવ્‍ય પ્રતિમા સાથેનું ભવ્‍ય મંદિરનું નિર્માણ થયું છે. અમેરિકન પુરોહિતો દ્વારા ભારતીય પરંપરાએ નિયમિત રીતે આરતી, પૂજા અર્ચન કરવામાં આવે છે.

      બાબાજીએ છેલ્લાં છ દાયકાથી મૌનવ્રત ધરણ કરેલું છે. પાટી-પેન દ્વારા મંદિરના પૂજારીઓ, અનુયાયીઓને યોગ્‍ય માગદર્શન આપી રહ્યાં છે. તેમની અંગત દેખરેખ હેઠળ સિલિકોન વેલી વિસ્‍તારના મૂળ ભારતવંશી વિશાળ સમુદાય સહિત સ્‍થાનિક અમેરિકન નાગરિકો આસ્‍થાપૂર્વક મંદિર તથા આશ્રમના દર્શને આવે છે. આધ્‍યાત્‍મિક સંસ્‍થાના ચૂંટાયેલ ૨૦૦ ઉપરાંતના ટ્રસ્‍ટી મંડળના સદસ્‍યોના સુવ્‍યવસ્‍થિત સુનિયંત્રણે મંદિર, આશ્રમની વ્‍યવસ્‍થા જાક્ષવાયેલી છે. યોગ સાધનાના નિપુણ માર્ગદર્શકો, આયુર્વેદિક ઔષધિઓ તથા ચિકિત્‍સાના નિષ્‍ણાત તબીબોની સેવાકીય પ્રવૃતિઓ સાથે સંલગ્ર વ્‍યવસ્‍થાનું તાલિમ કેન્‍દ્ર ઉપલબ્‍ધ કરાયું છે.

       

 (12:12 am IST)
[social_media]
 
 
[all_news_right_side]