NRI Samachar

News of Tuesday, 30th April, 2013

US ના ફલોરિડામાં આવેલા વર્ડ ફેમસ ‘‘ડેટોના બીચ'' એરીયાની એડવર્ટાઝીંગ આથોરીટીના બોર્ડ ઓફ ડીરેકટર્સમા શ્રી પ્રવિણભાઇ એલ.પટેલની નિમણુકઃ ૨૦૧૨ની સાલથી ટુરીઝમ બોર્ડમાં કાર્યરત શ્રી પ્રવિણભાઇની કામગીરીની વોલ્‍યુસીયા કાઉન્‍ટીએ કરેલી કદરઃ ચોમેરથી અભિનંદન વર્ષા

US ના ફલોરિડામાં આવેલા વર્ડ ફેમસ ‘‘ડેટોના બીચ\'\' એરીયાની એડવર્ટાઝીંગ આથોરીટીના બોર્ડ ઓફ ડીરેકટર્સમા શ્રી પ્રવિણભાઇ એલ.પટેલની નિમણુકઃ ૨૦૧૨ની સાલથી ટુરીઝમ બોર્ડમાં કાર્યરત શ્રી પ્રવિણભાઇની કામગીરીની વોલ્‍યુસીયા કાઉન્‍ટીએ કરેલી કદરઃ ચોમેરથી અભિનંદન વર્ષા

      (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ફરોલિડાના ‘‘ડેટોના બીચ એરીયા એડવર્ટાઇઝીંગ ઓથોરીટી'' (HAAA)ના બોર્ડ ઓફ ડીરેકટર્ર્સઆં  શ્રીપ્રવિણભાઇ એલ.પટેલની ૨ વર્ષ માટે નિંમણુંક થયેલ છે.

      વોલ્‍યુસીયા કાઉન્‍ટી (volasia coanty) દ્વારા ૧૮ એપ્રિલ ૨૦૧૩ના રોજ ઉપરોક્‍ત નિમણુંક કરાયેલ છે.

      જેના થકી શ્રી પ્રવિણભાઇ ૩૧ માર્ચ ૨૦૧૫ સુધી સેવાઓ આપી શકશે. તેઓ ટુરીઝમ બોર્ડમાં ૫ એપ્રિલ ૨૦૧૨થી સેવાઓ આપી રહ્યા છે.

      ફલોરિડામાં દર વર્ષે ૫૦ મિલીયન જેટલા ટુરીસ્‍ટો આવે છે. ડેટોના બીચ ૪૭ માઇલ લાંબો છે. તેમજ વર્ડફેમસ બીચ તરીકે ઓળખાય છે. ત્‍યાં આવવા માટે પ્રવાસીઓને આકર્ષવાનું કામ બોર્ડ દ્વારા થાય છે.

      ૧૧૦૦ એસ.રીજવુડ એવ. મુકામે આવેલા હેરીટેજ ઇનના માલિક શ્રી પ્રવિણભાઇ એમ પટેલ ૨૦૦૧ની સાલથી ઉપરોક્‍ત વ્‍યાવસાયિક સાહસ ચલાવી રહયા છે. આ અગાઉ તેમણે ભારતમાં ગુજરાતમાં આવેલી ‘‘ધ બરોડા સેન્‍ટ્રલ કો-ઓપ બેંક લી.ના એમ.ડી.તરીકે ૧૯૯૪ થી ૨૦૦૧ ની સાલ સુધી સેવાઓ આપેલી છે.

      અમેરિકામાં પણ તેમની સેવાઓનો લાભ મળતો રહે તે માટે કરાયેલી નિમણુંકથી તેઓને મિત્રો તથા સ્‍નેહીજનો ફોન નં.૩૮૬-૨૫૫-૭૦૦૦ દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે.

       

 (12:13 am IST)
[social_media]
 
 
[all_news_right_side]