NRI Samachar

News of Tuesday, 30th April, 2013

વિશ્વભરમાં પર્યાવરણ સુરક્ષા માટેનો સંદેશ ફેલાવવા વિચરી રહેલી બેનમૂન ‘‘ગ્રીન કુંભ યાત્રા''નું જેરૂસલેમ મેયર તથા નાગરિકો દ્વારા ભાવભર્યુ સ્‍વાગતઃ સુશ્રી કુસુમ વ્‍યાસ દ્વારા ગવાયેલી વૈદિક પ્રાર્થના તથા કુંભ વિષયક ઉદબોધનઃ જેરૂસલેમ માટે યાદગાર સંભારણું

વિશ્વભરમાં પર્યાવરણ સુરક્ષા માટેનો સંદેશ ફેલાવવા વિચરી રહેલી બેનમૂન ‘‘ગ્રીન કુંભ યાત્રા\'\'નું જેરૂસલેમ મેયર તથા નાગરિકો દ્વારા ભાવભર્યુ સ્‍વાગતઃ સુશ્રી કુસુમ વ્‍યાસ દ્વારા ગવાયેલી વૈદિક પ્રાર્થના તથા કુંભ વિષયક ઉદબોધનઃ જેરૂસલેમ માટે યાદગાર સંભારણું

      જેરૂસલેમઃ વિશ્વના જુદા જુદા દેશોમાં પર્યાવરણની સુરક્ષા માટે વિચરણ કરી રહેલી અજોડ તથા બેનમૂન એવી ‘‘ગ્રીન કુંભ યાત્રા''૨૨ એપ્રિલ ૨૦૧૩ના રોજ જેરૂસલેમ ખાતે આવી પહોચી હતી.

      ‘‘જ્ઞાન''તથા'' લીવીંગ પ્‍લાનેટ ફાઉન્‍ડેશન ઓફ હયુસ્‍ટન, યુ.એસ.એ.ના સ્‍થાપક સુશ્રી કુસમ વ્‍યાસ નિર્મીત ગ્રીન કુંભ યાત્રા ૨૧ થી ૨૫ એપ્રિલ ૨૦૧૩ દરમિયાન જેરૂસલેમ માટે એક ઐતિહાસિક સંભારણુ બની રહી હતી. સુશ્રી કુસુમ વ્‍યાસએ જેરૂસલેમના મેયરશ્રી નિર બાર્કાટને ગ્રીન કુંભ અર્પણ કર્યો હતો. ત્‍યાર પહેલા તેમણે ‘‘કુલ ગ્‍લોબ્‍સ''પ્રદર્શનનું ઉદઘાટન કર્યુ હતું.

      જેરૂસલેમના નાગરિકોની વિનંતીને માન આપી શ્રી વ્‍યાસએ વૈદિક પ્રાર્થના ગાઇ સંભળાવી ટુંકુ ઉદબોધન પણ કર્યુ હતું. તથા ભારતની પવિત્ર નદીઓ ગંગા અને યમુના કાંઠે ભરાતા કુંભમેળાની યાદ અપાવી હતી.

      ૧૪ ઓકટો ૨૦૧૨થી શરૂ કરાયેલી કુંભ યાત્રા અત્‍યાર સુધીમાં ભારત, કેન્‍યા, નેપાળ થઇ ઇઝરાયેલ પહોંચી છે આગળ જતા યુ.કે.પહોંચશે. તથા યાત્રા ચાલુ રાખી ૨૦૧૪ની સાલ સુધીમાં સાઉથ કોરીયા પહોંચવાની ગણતરી છે.

      કુંભ હિંદુ ધર્મનું પ્રતિક છે. જે ને સર્વ ધર્મ તરફથી આવકાર મળી રહ્યો છે. જેના થકી આગળ વધી રહ્યુ છે. પશુ પંખીની રક્ષા માટે પર્યાવરણ રક્ષા જરૂરી હોવાનું સુશ્રી વ્‍યાસ જણાવે છે.

       

 (12:29 am IST)
[social_media]
 
 
[all_news_right_side]