NRI Samachar

News of Tuesday, 30th April, 2013

US ના ડલ્લાસ ટેક્‍સાસમાં આવેલા BAPS શ્રી સ્‍વામીનારાયણ મંદીરમાં ભાવભેર ઉજવાઇ ગયેલો શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનો ૨૩૨મો પ્રાગટય દીન શ્રી સ્‍વામીનારાયણ જયંતિઃ ભગવાનની યશગાથા , જીવનચરિત્ર મહિલા ઉધ્‍ધાર, અહિંસા વિષયક પ્રસંગો સાથે ડાન્‍સ, ડ્રામા તથા ઉદબોધનથી ભકતજનો ભાવવિભોર

      શ્રી સુભાષ શાહ  દ્વારાઃ ડલ્લાસઃટેકસાસઃ યુએસ.ના ડલ્લાસ ટેકસાસમાં આવેલા BAPSશ્રી સ્‍વામિનારાયણ મંદીરમાં ૨૦ એપ્રિલ ૨૦૧૩ના રોજ શ્રી સ્‍વામીનારાયણ ભગવાનનો ૨૩૨ પ્રાગટય દિન ભાવભેર ઉજવાઇ ગયો.

      શ્રી સ્‍વામિનારાયણ જયંતિ તરીકે  ઉજવાતો ઉપરોક્‍ત ઉત્‍સવ રામનવમી તરીકે પણ પ્રખ્‍યાત છે જે દિવસ ભગવાન રામ નો પણ પ્રાગટય દીન છે.

      ઉત્‍સવ અંતર્ગત શ્રી સ્‍વામીનારાયણ ભગવાનની યશગાથા તથા જીવનચરિત્ર વિષયક કાર્યક્રમો રજુ થયા હતા. BAPSના યુવાનોએ ડાન્‍સ, ડ્રામા તથા ઉદબોધન રજુ કરી હરિભકતોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

      ભગવાન શ્રી સ્‍વામિનારાયણ દ્વારા મહિલાઓનો ઉધ્‍ધાર અને અધર્મની નાબુદી માટે ઉઠાવાયેલી જહેમતના પ્રસંગો રજુ કરાયા હતા. જેનો વ્‍યાપ વર્તમાન સમયમાં પ.પૂ. પ્રમુખ સ્‍વામીજી મહારાજ દ્વારા કરાઇ રહ્યો છે.

      BAPSની કામગીરનો વ્‍યાપ સમગ્ર વિશ્‍વમાં ૩૩૦૦ જેટલા સેન્‍ટર દ્વારા વધારવામાં આવ્‍યો છે. તથા પ.પૂ.પ્રમુખ સ્‍વામીજીની પ્રેરણા તથા આશિર્વાદથી અનેક લોકો હિંદુ જીવન તથા પ્રણાલી તરફ વળી રહ્યા છે.

      વિશેષ માહિતી BAPS નોર્થ અમેરિકન હેડક્‍વાર્ટર ફોન નં: ૭૩૨-૭૭૭-૧૪૧૪ અથવા ઈમેલmedia@na.baps.orgદ્વારા મેળવી શકાય છે.

 (12:30 am IST)
[social_media]
 
[all_news_right_side]