NRI Samachar

News of Wednesday, 1st May, 2013

અનુપમ મિશનના વડા જશભાઇ સાહેબજીની નિશ્રામાં ૨૩ મે ના શ્રી કડવા પાટીદાર સેન્ટર સમાજ હોલ ખાતે યોગીજી મહારાજના પ્રાગટય દિનની ઉજવણી થશે

<br />અનુપમ મિશનના વડા જશભાઇ સાહેબજીની નિશ્રામાં ૨૩ મે ના શ્રી કડવા પાટીદાર સેન્ટર સમાજ હોલ ખાતે યોગીજી મહારાજના પ્રાગટય દિનની ઉજવણી થશે

      લંડનઃ શ્રી કડવા પાટીદાર સેન્ટર સમાજ હોલ, કેન્મોર એવન્યુ, હેરો એચએ૩ ૮એલયુ ખાતે અનુપમ મિશનના આધ્યાત્મિક વડા, જશભાઇ સાહેબની નિશ્રામાં આગામી તા. ૨૩-૫-૨૦૧૩ના રોજ ગુરૃવારે સાંજે યોગીજી મહારાજના પ્રાગટય દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

      આ પ્રસંગે સાંજે ૬થી ૮ મહાપ્રસાદ અને તે પછી રાતના ૧૦ સુધી યોગી જયંતિ સભા અને કિર્તનલ લાભ મળશે.

      જશભાઇ સાહેબ તા. ૩-૫-૨૦૧૩ના રોજ યુકે પધારી રહયા છે અને તેઓ ૨૪-૫-૧૩ સુધી લંડન-યુકેમાં રોકણ કરશેે. તા. ૪-૫-૧૩ના રોજ અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ ડેન્હામ, અક્ષબ્રીજ યુબી૯ ૪એનએ ખાતે સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાહેબજીના દર્શન, પ્રવચન તેમજ અન્ય કાર્યક્રમોનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સંપર્કઃ હિમ્મત સ્વામીજી ૦૧૮૯૫ ૮૩૨ ૭૦૯.

       

 (06:27 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]