NRI Samachar

News of Wednesday, 1st May, 2013

લુટનનો આર્મી બેઝ ઉડાવવાની યોજનાના સૂત્રધારો સૈયદ હુસેન, ઉમર અર્શદ, મોહમ્મદ અહમદ, ઝાહિદ ઇકબાલને ૧૬ વર્ષ જેલની સજા

લુટનનો આર્મી બેઝ ઉડાવવાની યોજનાના સૂત્રધારો સૈયદ હુસેન, ઉમર અર્શદ, મોહમ્મદ અહમદ, ઝાહિદ ઇકબાલને ૧૬ વર્ષ જેલની સજા

      લંડનઃ ફિલ્મી સ્ટાઇલથી વિસ્ફોટથી ભરેલી રમકડાંની રીમોટ કાર સાથે આર્મી બેઝ ઉડાવી દેવાની યોજનાના બે સૂત્રધાર ઝાહીદ ઇકબાલ અને મોહમ્મદ સરફરાઝ અહમદને વૂલ્વિચ ક્રાઉન કોર્ટના જસ્ટિસ સ્લ્કિીએ તાજેતરમાં બંને આરોપીને ૧૬ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજાજો આદેશ કર્યો હતો.

      ગેંગના અન્ય સભ્યો ઉમર આર્શદને છ વર્ષ નવ મહિના અને સૈયદ ફરહામ હુસૈનને પાંચ વર્ષ ત્રણ મહિનાની જેલની સજા કરાઇ હતી. અલ-કાયદા પ્રેરિત લુટનસ્થિત ગેંગે યુકેમાં નાગરિક અને લક્ષ્યાંકો ઉપર હુમલાની યોજના બનાવી  હતી. આ લક્ષ્યાંકોમાં લુટનના ટેરિટોરિયલ આર્મી બેઝ, એમઆઇ૫, ઇંગ્લિશ ડીફેન્સ લીગ અને અર્નડેલ શોપિંગ સેન્ટરનો સમાવેશ થતો હતો.

      ગેંગે અલ-કાયદાના ઓનલાઇન મેગેઝિન પરથી ઘરેલુ બોમ્બ બનાવવાની માહિતી પણ મેળવી હતી. લુટનના ટેરિટોરિયલ આર્મી થાણાના કમ્પાઃન્ડમાં પ્રવેશદ્રારા નીચના ભાગેથી વિસ્ફોટકો ભરેલી રમકડાંની રીમોટ કાર મોકલવાની તેમની યોજના હતી.

       

 (06:27 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]