NRI Samachar

News of Wednesday, 1st May, 2013

ગ્રેટર શિકાગોમાં આવેલા હિન્‍દુ ટેમ્‍પલમાં ઉજવાઇ ગયેલો રામનવમી ઉત્‍સવઃ સંગીતમય શૈલીમાં શ્રીરામના જીવન પ્રસંગો રજુ કરતી ‘‘પ્રિયા સિસ્‍ટર્સ'' સુશ્રી સન્‍મુખા પ્રિયા તથા સુશ્રી હરિ પ્રિયાઃ વાયોલીન, તથા મૃદંગ સાથે વિવિધ રાગોમાં અવનવી કૃતિઓ પેશ કરતા કલાકારો ઉપર દર્શકો આફરિનઃ તમામ કલાકારોનું શાલ ઓઢાડી બહુમાન કરતા આયોજકો

ગ્રેટર શિકાગોમાં આવેલા હિન્‍દુ ટેમ્‍પલમાં ઉજવાઇ ગયેલો રામનવમી ઉત્‍સવઃ સંગીતમય શૈલીમાં શ્રીરામના જીવન પ્રસંગો રજુ કરતી ‘‘પ્રિયા સિસ્‍ટર્સ\'\' સુશ્રી સન્‍મુખા પ્રિયા તથા સુશ્રી હરિ પ્રિયાઃ વાયોલીન, તથા મૃદંગ સાથે વિવિધ રાગોમાં અવનવી કૃતિઓ પેશ કરતા કલાકારો ઉપર દર્શકો આફરિનઃ તમામ કલાકારોનું શાલ ઓઢાડી બહુમાન કરતા આયોજકો

      લેમોનેટઃ ઇલિનોઇસઃ યુ.એસ.: તાજેતરમાં ૧૯ એપ્રિલ ૨૦૧૩ના રોજ ગ્રેટર શિકાગોમાં આવેલા હિન્‍દુ ટેમ્‍પલ (HTGC) ના ઉપક્રમે સામા રાક્ષી ઓડિટોરીયમમાં ઉજવાયેલા રામનવમી ઉત્‍સવમાં ‘‘પ્રિયા સિસ્‍ટર્સ''તરીકે ઓળખાતી કલાકાર બહેનો સન્‍મુખા પ્રિયા તથા હરિ પ્રિયા છવાઇ ગઇ હતી. ઉત્‍સવના કો-સ્‍પોન્‍સર તરીકે આર આર ઇન્‍ટરનેશનલ તથા રામ વીણા ફાઉન્‍ડેશન હતા.

      HTGC ફાઇન આર્ટસ કમિટીના ચેરપર્સન સુશ્રી ઉષા પારિતીએ ઉત્‍સવ વિષયક પ્રારંભિક સમજાુતિ આપ્‍યા બાદ પ્રેસિડન્‍ટશ્રી તિલક મારવાહાએ સૌનું સ્‍વાગત કર્યુ હતુ. સુશ્રી સુપ્રિયા રાવએ કલાકારોનો પરિચય આપ્‍યો હતો. વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી ભીમા રેડ્ડીએ આભાર દર્શન કર્યુ હતું. તથા તમામ કલાકારોને સિલ્‍કની શાલ અર્પણ કરી તેઓનુંબહુમાન કર્યુ હતું.

      વિવિધ રાગો સાથે સંગીત કૃતિઓ રજુ કરાઇ હતી. મારુગેલારા, જયંતશ્રી પૂર્વી કલ્‍યાણી, ગ્‍યાન મોસાગા રાધા, પરિપૂર્ણ નિષ્‍કલંક અનુપલ્લવી, કરાનમ, સહિતની કૃતિઓ પેશ કરાઇ હતી. જેને વાયોલીન તથા મૃદંગનો સાય મળ્‍યો હતો. રાગ મધ્‍યમાવથી મુખારી, પિડીસ, બ્રિગાસ, ભાવમ, પ્રયોગા, મંદ્રા સ્‍થાપી, એ સારૂ એવુ આકર્ષણ જગાવ્‍યુ હતું.

      રામકથા સુધારસ પ્રણામુ અંતર્ગત ભગવાન રામનું જીવન ભક્‍તિભાવ પૂર્વક રજુ કરાયુ હતું. તથા પ્રિયા માલિની રાગમ, તનમ, પલ્લવીએ દર્શકોને મંત્ર મુગ્‍ધ કરી દીધા હતા.

      (એશિયા મિડીયા સર્વીસના સૌજન્‍યથી)

       

 (12:41 am IST)
[social_media]
 
 
[all_news_right_side]