NRI Samachar

News of Wednesday, 1st May, 2013

વિશ્વના અગ્રણી NGO‘‘અક્ષય પાત્ર ફાઉન્‍ડેશન'' શિકાગો ચેટટરના ઉપક્રમે યોજાઇ ગયેલા ફંડ રેઇઝીંગ કાર્યક્રમને મળેલો જબ્‍બર પ્રતિસાદઃ ભારતમાં ભૂખમરાથી પીડાતા પ કરોડ જેટલા બાળકોને મધ્‍યાહન ભોજન પુરૂ પાડવા ઉપરાંત સિક્ષણ તથા વિકાસ માટે જહેમત ઉઠાવતા ફાઉન્‍ડેશનની પ્રવૃતિને બિરદાવતા મહાનુભાવોઃ ભારતની ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા ડો. સામ પિત્રોડાની વિશેષ હાજરી

વિશ્વના અગ્રણી NGO‘‘અક્ષય પાત્ર ફાઉન્‍ડેશન\'\' શિકાગો ચેટટરના ઉપક્રમે યોજાઇ ગયેલા ફંડ રેઇઝીંગ કાર્યક્રમને મળેલો જબ્‍બર પ્રતિસાદઃ ભારતમાં ભૂખમરાથી પીડાતા પ કરોડ જેટલા બાળકોને મધ્‍યાહન ભોજન પુરૂ પાડવા ઉપરાંત સિક્ષણ તથા વિકાસ માટે જહેમત ઉઠાવતા ફાઉન્‍ડેશનની પ્રવૃતિને બિરદાવતા મહાનુભાવોઃ ભારતની ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા ડો. સામ પિત્રોડાની વિશેષ હાજરી

      શિકાગોઃ વિશ્વના સૌથી મોટા ગણાતા એન.જી.ઓ.‘‘અક્ષય પાત્ર ફાઉન્‍ડેશન''શિકાગો ચેટ્ટરના ઉપક્રર્મ તાજેતરમાં ૨૭ એપ્રિલ ૨૦૧૩ના રોજ ઇન્‍ટરકોન્‍ટીનેન્‍ટલ ઓ હેર ૫૩૦૦, એન.રીવર રોડ, રોઝમોન્‍ટ, ઇલિનોસિ મુકામે યોજાઇ ગયેલા ફન્‍ડ રેઇઝર પ્રોગ્રામને જબ્‍બર પ્રતિસાદ સાંપડયો હતો.

      ભારત દેશમાં ભૂખમરાથી પીડાતા પ કરોડ  જેટલા બાળકો માટે ૯ રાજપોમાં ચલાવાતા ૧૯ જેટલા રસોડા મારફત ૯૦૦૦ જેટલી સ્‍કુલોમાં મધ્‍યાન્‍હ ભોજનની સગવડ ઉપલબ્‍ધ કરાવાઇ છે. તેમજ વિશ્વના ૧૦૦ જેટલા શ્રેષ્‍ઠ NGOમાં ‘‘અક્ષય પાત્ર ફાઉન્‍ડેશન'' એ ૨૩ મુ સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ છે. જેના મારફત ભૂખ્‍યા બાળકોને ભોજન તથા શિક્ષણ આપવાનું કાર્ય થાય છે.

      ભૂખના કારણે કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવુ જોઇએ તેવો આદર્શ રાખી અક્ષય પાત્ર ફાઉન્‍ડેશનના ઉપક્રમે કામગીરી કરાય છે.

      ફન્‍ડ રેઇઝ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી પરમીન્‍દર સોહને તેમની ટીમ સાથે હાજર રહયા હતા. જેમાં શ્રી જસનીત એડકે, લુબૈના રાજ, નેહા પટોડીયા, રાગિણી શેખાવત,  અનુ અગ્રવાલ, તથા તનુ સીંઘ દ્વારા ફન્‍ડ રેઇઝીંગ માટે યોગદાન અપાયુ હતું.

      ‘‘અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન'' USA ના ચેરમેન શ્રી ડો.ગુરૂજી‘‘દેશ''દેશપાંડેએ ફાઉન્‍ડેશન દ્વારા હાથ ધરાતી પ્રવૃતિઓનો ચિતાર રજુ કર્યો હતો. કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે કેલોક સ્‍કુલ ઓફ બીઝનેસના પ્રો. રોબ વોલ કોટ હાજર રહ્યા હતા.

      કાર્યક્રમના મુખ્‍ય વકતા શિકાગો બુથ સ્‍કુલ ઓફ બીઝનેસના ડીન ડો. સુનીલ કુમારએ ફાઉન્‍ડેશન દ્વારા બાળકોને ઉત્‍થાન માટે કરાતી પ્રવૃતિઓને બિરદાવી હતી.

      મુખ્‍ય અતિથિ તરીકે ભારતના નેશનલ નોલેજ કમિશનના ચેરમેન, તથા ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા ડો. સામ પિત્રોડા હાજર રહ્યા હતા. જેમણે જણાવ્‍યુ હતું કે સરકાર બધી જગ્‍યાએ પૂરેપૂરૂ ધ્‍યાન ન આપી શકે તેવી તમામ જગ્‍યાઓ ઉપર અક્ષય પાત્ર ફાઉન્‍ડેશન ફરજ બજાવે છે. જેના થકી ભારતના બાળકોનું ભવિષ્‍ય ઉજજવળ બનાવવામાં મદદ મળી રહી છે. જે પ્રશંસનીય છે.

      કાર્યક્રમના અંતમાં મ્‍યુઝીક સાથે તુમી હો બંધુ ગીત ગવાયુ હતુ. તથા ડીનરનો કાર્યક્રમ યોજાયો હતો. ત્‍યારબાદ અક્ષય પાત્ર ફાઉન્‍ડેશન સંચાલિત વિવિધ કામગીરીનો વિડીયો પ્રદરિતિ કરાયો હતો.

      જુદી જુદી વસ્‍તુઓની બીડ કરાઇ હતી. જેની ધાર્યા કરતા અનેકગણી વધુ રકમ મેળવી શકાઇ હતી. જેના થકી બાળકોના મધ્‍યાન્‍હ ભોજન માટે થતો ૧,૫૦,૦૦૦ ડોલર જેટલા ખર્ચની રકમ એકત્રિત થઇ શકી હતી.

      મનોરંજન માટે અંકિતા ગુપ્‍તા શિવાની શાહ પૂજા વેકીંટ, રવિશા સાઇની, રાધિકા પટેલ તથા જસ્‍મીન મર્ચન્‍ટએ બોલીવુડ ડાન્‍સ પેશ કર્યો હતો.

      આભાર દર્શન શ્રી પરમીન્‍દર સોહનેએ કર્યુ હતું. કાર્યક્રમમાં શિકાગોના ૨૦૦ ઉપરાંત નાગરિકો હાજર રહ્યા હતા.

      (એશિયા મીડીયા સર્વીસના સૌજન્‍યથી)

       

 (12:42 am IST)
[social_media]
 
 
[all_news_right_side]