NRI Samachar

News of Wednesday, 1st May, 2013

શ્રી દ્વારકાધીશ મંદીર, પાર્લીન, ન્‍યુજર્સી મુકામે પ મે ૨૦૧૩ના રોજ ઉજવાશે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૩૬ મો પ્રાગટયોત્‍સવઃ વિવિધ દર્શનો ઉપરાંત કળશયાત્રા તથા ભજન સંધ્‍યા સહિતના વિશેષ ઉત્‍સવો બાદ મહાપ્રસાદનું આયોજનઃ પાર્કીંગ સ્‍થળેથી મંદીરે જવા શટલ બસની વ્‍યવસ્‍થાઃ ઉત્‍સવ ઉજવવા જોવાઇ રહેલો થનગનાટઃ તમામને જોડાવા આમંત્રણ પાઠવતા આયોજકો

      (દિપ્તીબેન જાની દ્વારા),ન્‍યુજર્સીઃ શ્રી દ્વારકાધીશ મંદીર, ૭૧૭, વોશીંગ્‍ટન રોડ પાર્લિન, ન્‍યુજર્સીના ઉપક્રમે  પમે ૨૦૧૩ રવિવારના રોજ જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૩૬મો પ્રાગટય ઉત્‍સવ ભાવભેર ઉજવવાનું આયોજન કરાયુ છે.

      ઉત્‍સવ અંતર્ગત મંગળા દર્શન સવારે.૬:૩૦ કલાકે પલનાઃ  સવારે ૧૧ વાગ્‍યે રાજભોગમાં તિલક દર્શનઃ બપોરે ૧૨-૩૦ કલાકે થશે

      કળશયાત્રા બપોરે ૪.૩૦ કલાકે

      સંધ્‍યા આરતીઃ સાંજે પ.૩૦ વાગ્‍યે થશે.

      ભજન સંધ્‍યાનો કાર્યક્રમ સાંજે ૬ થી ૭ દરમિયાન યોજાશે.

      બગીચામાં ફુલ મંડળી : સાંજે ૭ કલાકે

      પાર્કીંગની વ્‍યવસ્‍થા , મીડલ સ્‍કુલ, વોશીંગ્‍ટન રોડ ઉપર કરવામાં આવી છે. પાર્કિંગ સ્‍થળ ઉપરથી મંદીર જવા માટે શટલ બસની વ્‍યવસ્‍થા કરાઇ છે.

      કાર્યક્રમના અંતે તમામ માટે કરાયેલી મહાપ્રસાદની વ્‍યવસ્‍થાનો લાભ લેવા વિનંતિ કરાઇ છે.

      વધુ વિગત માટે મંદીરના ફોન નં: ૭૩૨ - ૨૫૪ - ૦૦૬૧ દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

 (12:43 am IST)
[social_media]
 
[all_news_right_side]