NRI Samachar

News of Wednesday, 1st May, 2013

ઓસ્‍ટ્રેલિયામાં ‘‘ગુજરાતી સંસ્‍કૃતિનો ધબકાર ઝીલતી સંસ્‍થા''ગુજરાતી સમાજ ઓફ NSWના ઉપક્રમે આગામી ૧૧મે ૨૦૧૩ના રોજ ‘‘કિડસ પેઇન્‍ટીંગ કોમ્‍પીટીશન''નું આયોજનઃ સ્‍પર્ધકોને પ્રોત્‍સાહિત કરવા માટે વિનામૂલ્‍યે પ્રવેશ

ઓસ્‍ટ્રેલિયામાં ‘‘ગુજરાતી સંસ્‍કૃતિનો ધબકાર ઝીલતી સંસ્‍થા\'\'ગુજરાતી સમાજ ઓફ NSWના ઉપક્રમે આગામી ૧૧મે ૨૦૧૩ના રોજ ‘‘કિડસ પેઇન્‍ટીંગ કોમ્‍પીટીશન\'\'નું આયોજનઃ સ્‍પર્ધકોને  પ્રોત્‍સાહિત કરવા માટે વિનામૂલ્‍યે પ્રવેશ

      ઓસ્‍ટ્રેલિયાઃ ઓસ્‍ટ્રેલિયામાં ગુજરાતની સંસ્‍કૃતિનો ધબકાર જીલતી તથા નવરાત્રિ સહિતના વિવિધ ઉત્‍સવોનું મોટા પાયે આયોજન કરતી સંસ્‍થા ‘‘ગુજરાતી સમાજ ઓફ NSW'' ના ઉપક્રમે આગામી ૧૧ મે ૨૦૧૩ના રોજ ‘‘કિડસ પેઇન્‍ટીંગ કોમ્‍પીટીશન''નુ આયોજન કરવામાં આવ્‍યુ છે.

      ગ્રેનવિલે ટાઉન હોલ ખાતે સવારે ૯ થી ૧૨ દરમિયાન યોજાયેલી કિડસ પેઇન્‍ટીંગ કોમ્‍પીટીશનમાં ૧૪ વર્ષની ઉમર સુધીના  બાળકો ઉપરાંત  તમામ ભાગ લઇ શકશે.

      સ્‍પર્ધા માટે કોઇ પણ જાતની ફી રાખવામાં આવી નથી. એટલુ જ નહીં સ્‍પર્ધકો પોતાની સાથે કલર ન લાવ્‍યા હોય તો તેની પણ વ્‍યવસ્‍થા કરી અપાશે.

      સ્‍પર્ધકોને સ્‍પોન્‍સ કરી પ્રોત્‍સાહિત કરનારાઓને ફોન નં: ૦૪૯૦ ૦૭૧ ૬૯૧ દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે. તેમજ સ્‍પર્ધા વિષયક વિશેષ માહિતી માટે www.gujaratisamaj.org.au દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

       

 (12:44 am IST)
[social_media]
 
 
[all_news_right_side]