NRI Samachar

News of Wednesday, 1st May, 2013

ન્‍યુયોર્કના શ્રી પંચમુખી હનુમાન મંદીરમાં ભકિતભાવપૂર્વક ઉજવાયેલી હનુમાન જયંતિઃ શ્રી શશિકાંત પટેલ તથા શ્રીમતિ ગોપીબેન ઉદ્દેશીના નેજા હેઠળ યોજાયેલ ઉત્‍સવમાં જોડાતા વિવિધ સિનીયર સમુહોઃ હનુમાનજીના ગુણગાન, ભજન, કિર્તન તથા ગરબા સાથે ભક્‍તજનો ભાવવિભોર

ન્‍યુયોર્કના શ્રી પંચમુખી હનુમાન મંદીરમાં ભકિતભાવપૂર્વક  ઉજવાયેલી હનુમાન જયંતિઃ શ્રી શશિકાંત પટેલ તથા શ્રીમતિ ગોપીબેન ઉદ્દેશીના નેજા હેઠળ યોજાયેલ ઉત્‍સવમાં જોડાતા વિવિધ સિનીયર સમુહોઃ હનુમાનજીના ગુણગાન, ભજન, કિર્તન તથા ગરબા સાથે ભક્‍તજનો ભાવવિભોર

      ન્‍યુયોર્કઃ અત્રેના પંચમુખી હનુમાન મંદીરના આલીસાન હોલમાં સીનીયર સીટીઝનના આગેવાનો શ્રી શશીકાંત પટેલ અને શ્રીમતિ ગોપીબેન ઉદેશીના નેજા હેઠળ ગુરૂવાર ૨૫ એપ્રીલ ૨૦૧૩ના હનુમાન જયંતિના પવિત્ર દિવસે ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.  આમા ન્‍યુયોર્કની તમામ સંસ્‍થાઓ - ઈકો અમેરિકન  સીનીયર સીટીઝન સેન્‍ટર, બ્રાહમીન સોસાયટી ઓફ ન્‍યુયોર્ક, જૈન સીનીયર ગ્રુપ ઓફ ન્‍યુયોર્ક એલઆઇજીએસ આધ્‍યાત્‍મિક વિકાસ કેન્‍દ્ર ઈન્‍ડિયા હોમ-સનીસાઇડ , ગાયત્રી પરિવાર, બાપ્‍સ, સ્‍વામીનારાયણ શુભ  સંસ્‍થા , સ્‍વામીનારાયણ સત્‍સંગ મંડળ, મિલન, ગોલ્‍ડન એઇઝ જલારામ સત્‍સંગ મંડળ સમકતિ મિશન અને મા યોગશક્‍તિ એ ભાગ લઇ મંગલ દિવસને વધાવી લીધો હતો.

      પ્રારંભે ગોપીબેન ઉદ્‌ેશીએ જણાવ્‍યુ હતુ કે આજના હનુમાન જયંતિના મંગલદિવસે આપ સૌનુ સ્‍વાગત કરવા મારૂ હૃદય ભકિત ભાવથી છલકાઇ જાય છે. આ દિનની ઉજવણી પંચમુખી હનુમાનની સમક્ષ કરવી એ અનેક જિંદગીનો લ્‍હાવો છે. પરમ રામભકત ગૌસ્‍વામી ચરિત હનુમાન ચાલિસા સદીઓથી ભકતોની પ્રિય પ્રાર્થના છે. બહુધા સમગ્રભારતમાં હનુમાનજીની પુજા અર્ચના અને ભકિત શ્રધ્‍ધાથી કરવામાં આવે છે.

      હનુમાન ચાલિસા જ સંકટ સમયે સહાય કરે છે. તેથી કહ્યુ છે કે રામાયણ એ જીવનનો આધાર છે અને હનુમાનજી અને રામાયણનો આધાર છે. જો આપણે મહાભારતમાંથી ભીમનુ પાત્ર અધ્‍યાહાર કરીએ તો વીરતા અને શુરવિરતાની વાતો વિના શુષ્‍કતાનો અનુભવ થાય. તેમ રામાયણમાંથી હનુમાનજીના પાત્રને અધ્‍યાહાર કરીએ તો ભકિતની શકિત અને પરાક્રમથી છલકાતા જીવનનો મહિમા જાણવા ન મળે

      આપણે રામાયણનો અભ્‍યાસ કરીએ તો હનુમાનજીના અનેક ઉદાહરણો તેમના જીવનનો તત્‍વજ્ઞાન અને ભકિતથી ભરપુર મહિમા પુરો પાડે છે. ગૌસ્‍વામી એ એક વાર હનુમાનજી પાસે ભગવાન રામના  સાક્ષાત દર્શન કરવાની ઈચ્‍છા પ્રદર્શીત કરી અને હનુમાનજીએ છાતી ફાડીને સીતારામના દર્શન કરાવી તક આપી હતી. આ એમની રામભકિતનો અજોડ દાખલો છે.

      જ્‍યારે લક્ષ્મણ યુધ્‍ધમાં મુર્છાવશ થઇ ઢળી પડયા હતા ત્‍યારે તેમના જીવનદાન માટે હિમાલય પરથી સંજીવની છોડ લાવવા માટે હનુમાનજી લંકામાંથી હિમાલય ગયા હતા. પણ મુંઝવણમાં પડેલા હનુમાનજી આખા છોડનો પર્વત ઉપાડી લાવ્‍યા હતા. આ તેમની અપાર શકિતનો પહોંચ બતાવે છે.

      સીતામાતાની શોધમાં લંકાના જંગલમાં વિચરણ કરતા કરતા જ્‍યારે સીતામાતા બેઠા હતા તે ઝાડ પર આવ્‍યા ત્‍યારે જે અંગુઠી રામે આપી હતી તે તેમના ખોળામાં ફેકી તેમનો પરિચય રામદૂત તરીકે આપ્‍યો, આ તેમની ચતુરાઇના દર્શન કરાવે છે.

      હનુમાનજીનો ગુસ્‍સો પણ અનન્‍ય છે. જયારે લંકાના દરબારમા તેમને બંદી બનાવીને લાવ્‍યા અને સજામા તેમની પ્રિય પુછને આગ લગાડી છોડી મુકયા ત્‍યારે તેમણે કુદાકુદ કરીને લંકાને ભસ્‍મીભુત કરી નાખ્‍યુ.

      અતિથી વિશેષને પુષ્‍પગુચ્‍છ અપર્ણ કરતા પહેલા ગોપીબેને જણાવ્‍યુ હતુ કે આજે રામાયણના પાત્રોના પ્રખર અભ્‍યાસી અને બહોળુ જ્ઞાન ધરાવતા- શ્રી હસમુખભાઇ બારોટ હનુમાનજીના જીવનમા ડોકયુ કરાવી આપણી ભક્‍તિભાવની વરસ છીપાવશે અતિથી વિશેષે પ્રેમથી પુષ્‍પગુચ્‍છ પોતે ન સ્‍વીકારતા પુષ્‍પગુચ્‍છ હનુમાનજીને અપર્ણ કરી દાદાના આર્સીવાદ સાથે સૌની ચાહના મેળવી હતી.

      પોતાના વ્‍યકતતમાં જણાવ્‍યુ હતુ કે તુલસીદાસ રામ ચરીત માનસ અને વાલ્‍મીકી રામાયણ બન્‍ને વચ્‍ચે થોડો ફેર છે. સાથે કહયુ હતુ કે નારદજી અને હનુમાનજી આ બન્‍નેની ભક્‍તિ તેજોમય અને અજોડ હતી. નારદજીની તુલના આપણે બાહય રીતે કરીએ છીએ પણ ખરી રીતે નારદજી રામાયણના પ્રણેતા હતા.

      રામાયણના બધા કાંડ પૂર્ણ પુરૂષોત્તમ રામની પ્રશંસા કરે છે પણ રામાયણનો પાંચમો કાંડ તે સપૂર્ણ રીતે હનુમાનજીની પ્રશંસા અને ગુણગાન ગાય છે. તેથી જ પાચમો કાંડ સુદરકાંડ તરીકે જાણીતો છે. સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો એક એક શબ્‍દ ત્રાજવે બરાબર છે તે પારદર્શક તત્‍વજ્ઞાન અને ભક્‍તિથી ભરપુર છે. તેમણે હનુમાનજીના જીવનમાથી અનેક દાખલાઓ ઉદાહરણો આપી પુરવાર કર્યુ હતુ.

      અંતમા બહેનોએ ભક્‍તિભાવથી ભજન- ર્કિતન અને ગરબા ગાઇને કાર્યક્રમને શિખરે પહોચાડયો હતો. અંતમા પ્રસાદને આરોગી વિદાય લીધી હતી. આ  આખા કાર્યક્રમમાં પંચમુખી હનુમાન મંદીરના  પુજારી શ્રી સંજીવમિશ્રા અને ટ્રસ્‍ટીઓના સહકાર બદલ તેમનો આભાર માન્‍યો હતો તેવું શ્રી શશિકાંત મનુભાઇ પટેલની  યાદીમાં જણાવાયુ છે.

       

 (12:45 am IST)
[social_media]
 
 
[all_news_right_side]