NRI Samachar

News of Wednesday, 1st May, 2013

હર્ટફર્ડશાયર કાઉન્‍ટી કાઉન્‍સિલર તરીકે ગુજરાતી યુવતી બિનિતા મહેતાનો વોટફર્ડના કેસીઓબરી અને નાસ્‍કોટ વુડ વિસ્‍તારમાંથી કાઉન્‍સિલરના પદ માટે ઉમેદવારી

હર્ટફર્ડશાયર કાઉન્‍ટી કાઉન્‍સિલર તરીકે ગુજરાતી યુવતી બિનિતા મહેતાનો વોટફર્ડના કેસીઓબરી અને નાસ્‍કોટ વુડ વિસ્‍તારમાંથી કાઉન્‍સિલરના પદ માટે ઉમેદવારી

      લંડનઃ આવતી કાલે યોજાનાર ચૂંટણી માટે ફર્ટફર્ડશાયર કાઉન્‍ટી કાઉન્‍સિલર તરીકે ગુજરાતી યુવતી બિનિતા મહેતાએ વોટફર્ડના કેસીઓબરી અને નાસ્‍કોટ વુડ વિસ્‍તારમાંથી કાઉન્‍સિલરના પદ માટે ઉમેદવારી કરી છે.

      બિનિતાએ ફીલોસોફી, પોલીટિકસ અને ઇકોનોમિકસમાં વોરીક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્‍યુએશન કર્યુ છે. અને ગિરીશ મહેતા અને રેખા મહેતાના દિકરી છે. જો બિનિતા આ ચૂંટણ્‍ણમાં વિજય મેળવશે તો હર્ટફર્ડશાયર કાઉન્‍ટી કાઉન્‍સિલની એકમાત્ર એશિયન કાઉન્‍સિલર બનશે.

      બિનિતાએ વોટફર્ડના એમપી રિચાર્ડ હેરિંગ્‍ટનને સામાન્‍ય ચૂંટણી વખતે, લંડનના મેયર બોરીસ જ્‍હોન્‍સનના મેયરલ કેમ્‍પેઇન વખતે અને બરાક ઓબામાના પ્રેસિડેન્‍સીયલ કેમ્‍પેઇન વખતે ચૂંટણીમાં મદદ કરવાનો અનુભવ છે. બિનિતાએ ‘વોટફર્ડ કોન્‍ઝર્વેટીવ ફયુચર'ની સ્‍થાપના કરી હતી અને હાલ તેણી ‘હર્ટફર્ડશાયર કોન્‍ઝર્વેટીવ ફયુચર'ની ચેર તરીકે સેવા આપે છે.

      બિનિતા જણાવે છે કે ‘આપણા સમાજને લગતા નિર્ણયો લેવાતા હોય ત્‍યારે આપણું પ્રતિનિધિત્‍વ હોય તે ખૂબજ મહત્‍વનું છે અને એક સમુદાય તરીકે આપણે સ્‍થાનિક અને રાષ્‍ટ્રીય સ્‍તરના રાજકારણમાં ભાગ લેવો જોઇએ અને બને તેટલા વધારે યુવાનો તેમાં જોડાઇ તે જરૂરી છે.'

       

 (12:46 am IST)
[social_media]
 
 
[all_news_right_side]