NRI Samachar

News of Wednesday, 1st May, 2013

હિન્‍દુ ધર્મ, સંસ્‍કૃતિ અને મુલ્‍યોના પ્રસાર-પ્રચાર માટે વેલ્‍સની સેનેડ ખાતે કોમ્‍યુનિટી એન્‍ડ ટેકલીંગ પોવર્ટી મિનિસ્‍ટર હયુ લુઇસે હિન્‍દુ કાઉન્‍સિલ ઓફ વેલ્‍સની સ્‍થાપનાની વિધિવત જાહેરાત કરીઃ મધુભાઇ શાસ્‍ત્રી, પ્રદ્યુમનભાઇ હાલાઇ, રાધીકા કબાડા, રમેશભાઇ કેશરા, રશ્‍મિભાઇ ત્રિવેદી, મિનિસ્‍ટર હયુ લુઇસ, વિમળાબેન પટેલ, સિવા સિવાપલન અને રાજેશભાઇ કેરાઇ ઉપસ્‍થિત રહ્યા

હિન્‍દુ ધર્મ, સંસ્‍કૃતિ અને મુલ્‍યોના પ્રસાર-પ્રચાર માટે વેલ્‍સની સેનેડ ખાતે કોમ્‍યુનિટી એન્‍ડ ટેકલીંગ પોવર્ટી મિનિસ્‍ટર હયુ લુઇસે હિન્‍દુ કાઉન્‍સિલ ઓફ વેલ્‍સની સ્‍થાપનાની વિધિવત જાહેરાત કરીઃ મધુભાઇ શાસ્‍ત્રી, પ્રદ્યુમનભાઇ હાલાઇ, રાધીકા કબાડા, રમેશભાઇ કેશરા, રશ્‍મિભાઇ ત્રિવેદી, મિનિસ્‍ટર હયુ લુઇસ, વિમળાબેન પટેલ, સિવા સિવાપલન અને રાજેશભાઇ કેરાઇ ઉપસ્‍થિત રહ્યા

      

      લંડનઃ તાજેતરમાં વેલ્‍સની સેનેડ ખાતે કોમ્‍યુનિટી એન્‍ડ ટેકલીંગ પોવર્ટી મિનિસ્‍ટર હયુ લુઇસે હિન્‍દુ ધર્મ, સંસ્‍કૃતિ અને મુલ્‍યોના પ્રસાર અને પ્રચાર માટે હિન્‍દુ કાઉન્‍સિલ ઓફ વેલ્‍સની સ્‍થાપનાની વિધિવત જાહેરાત કરી હતી.

      મિનસ્‍ટર શ્રી લુઇસે જણાવ્‍યું હતું કે ‘‘ આધુનિક વેલ્‍સ વૈવિધ્‍ય ધરાવતા બહુ સાંસ્‍કૃતિક સમુદાયોના આધારે વિકસ્‍યું છે અને આથી જ હું માનું છે કે વેલ્‍સ એક વાઇબ્રન્‍ટ રાજ્‍ય છે. હું વેલ્‍સમાં વસતા સૌ કોઇનું જીવન ગુણવતાયુક્‍ત બને તે માટે પ્રતિબધ્‍ધ છું અને કાઉન્‍સિલના સદસ્‍યો સાથે કામ કરતા મને વધુ આનંદ થશે.''

      નવનિયુક્‍ત ચેરપર્સન વિમળાબેન પટેલ MBE એ જણાવ્‍યું હતું કે ‘‘વેલ્‍સમાં ઘણા હિન્‍દુ મંદિરો અને સંસ્‍થાઓ આવેલી છે અને ૨૦૧૧ના વસ્‍તી ગણતરી મુજબ વેલ્‍સમાં કુલ ૧૦,૪૩૪ હિન્‍દુઓ વસી રહ્યા છે. જે પૈકી કાર્ડીફમાં ૪,૬૩૬, સ્‍વાનસીમાં ૭૮૦, ન્‍યુપોર્ટમાં ૬૮૫ અને રેક્ષામમાં ૫૦૪ હિન્‍દુઓ વસે છે. અમે હિન્‍દુ સમુદાયની મહતમ સેવા કરવા કટિબધ્‍ધ છીએ''

      HCW ના સેક્રેટરી રાધિકા કબાડાએ જણાવ્‍યું હતું કે ‘‘અત્‍યારે હાલમાં સ્‍વામીનારાયણ મંદિર, કાર્ડીફ, સનાતન ધર્મ મંડળ અને ભક્‍તિધામ વેલ્‍સ ચેરીટી સહિત સંસ્‍થાની સભ્‍ય સંખ્‍યા ૮ ની છે અને દરેક સંસ્‍થાના બે-બે સદસ્‍યોનો સમાવેશ સંચાલન સમિતિમાં કરાયો છે. હાલમાં કાઉન્‍સિલની સ્‍થાપના કરવાની હોવાથી પ્રારંભિક તબક્કે અમે કમિટિના સદસ્‍યોની પસંદગી કરી છે અને આગામી મહિનાઓમાં અમે બંધારણ મુજબ હોદ્દેદારોની વરણી માટે ચૂંટણી કરીશું.

      હિન્‍દુ કાઉન્‍સિલ ઓફ વેલ્‍સના હોદ્દેદારો

      વિમલાબેન પટેલ (ચેર પર્સન), નિર્મલાબેન પિસાવાડીયા (વાઇસ ચેર),રાધીકા કડાબા (જનરલ સેક્રેટરી), નારણભાઇ પટેલ (ટ્રેઝરર), પ્રદ્યમનભાઇ હાલાઇ (યુથ કો- ઓર્ડીનેટર) અને કમીટી મેમ્‍બર્સઃ રમેશભાઇ કેશરા, રાજેશભાઇ કેરાઇ, સિવાભાઇ સિવાપાલન, તારકનાથ દાસ, કું. મિસરાની, શ્રીમતી સુધાબેન ભટ્ટ અને કરસનભાઇ વાઘાણી.

      શ્રીમતિ નિર્મલાબેન પિસાવાડીયા અને શ્રી નારણભાઇ પટેલ વેલ્‍સ સરકારની ફેઇથ કોમ્‍યુનિટી ફોર્મમાં HCW નું પ્રતિનિધિત્‍વ કરશે.

       

 (12:48 am IST)
[social_media]
 
 
[all_news_right_side]