NRI Samachar

News of Wednesday, 1st May, 2013

લંડન ખાતેના હાઉસ ઓફ લોર્ડસના રિવર રૂમમાં હરેકૃષ્‍ણ મંદીર ભકિતવેદાંત મેનોરની ૪૦મી વર્ષગાંઠની ઉજવણીનું લોન્‍ચિંગ

લંડન ખાતેના હાઉસ ઓફ લોર્ડસના રિવર રૂમમાં હરેકૃષ્‍ણ મંદીર ભકિતવેદાંત મેનોરની ૪૦મી વર્ષગાંઠની ઉજવણીનું લોન્‍ચિંગ

      લંડનઃ હાઉસ ઓફ લોર્ડસના રિવર રૂમમાં તાજેતરમાં હરિકૃષ્‍ણ મંદીર ભકિતવેદાંત મેનોરની ૪૦મી વર્ષગાંઠની ઉજવણીનું લોન્‍ચીંગ કરવામાં આવ્‍યુ હતું.

      યુગોસ્‍લોવિયાના રોયલ હાઇનેસ પ્રિન્‍સેસ કેટરિનાએ રાધાનાથ સ્‍વામીનું રિવર રૂમમાં સ્‍વાગત કર્યુ હતું. તેમણે ભકિતવેદાંત મેનોરની ૪૦મી વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે કહ્યુ હતુ કે મેનોર કોમ્‍ય્‍ુનીટીમાં શિક્ષણ, સંસ્‍કૃતિ અને આધ્‍યાત્‍મિકતાનો પ્રસાર કરે છે.

      મેનોરના પ્રમુખ શ્રુતિધર્મ દાસે જણાવ્‍યુ હતુ કે આપણે શ્રધ્‍ધાળુઓની પાયાની પેઢીઓના ખભા પર ઉભાં છીએ જેઓ મક્કમતા અને ભકિત સાથે વારસો રાખી ગયા છે જેથી હવે હજારો ભક્‍તો શ્રી શ્રી રાધા ગોકુલાનંદની ભકિત કરી શકે છે.

      મહેમાન વકતા રાધાનાથ સ્‍વામીએ પ્રેમ અને સેવાની વાત કરી ૮ ઓગષ્‍ટે શ્રી કૃષ્‍ણ જન્‍માષ્‍ટમી  ઉત્‍સવ અને એક સપ્‍ટેમ્‍બર ભકિતવેદાંત  મેનોરની ૪૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે તમામ મહેમાનોને આમત્રણ આપ્‍યુ હતું. કાર્યક્રમના  એક આયોજક તથા ણ્‍લ્‍ગ્‍ઘ્‍ ના વાઇસ પ્રેસિડન્‍ટ સુરિન્‍દર શાંડિલ્‍યએ મહત્‍વના યાત્રાસ્‍થળ ભકિતવેદાંત મેનોરની ઉજવણી માટે તમામ ક્ષેત્રના વગદાર મહાનુભાવો અને શાહી પ્રતિનિધિઓની હાજરીને સૌભાગ્‍ય  ગણાવ્‍યુ હતું. સમારંભનું સમાપન બ્રિટીશ -નાઇજિરિયન ગાયિકા પટ્ટી બૌલાયે દ્વારા હરે કૃષ્‍ણ મંત્રના ઓપેરા સ્‍ટાઇલ ગાયન સાથે થયુ હતું.

 (12:49 am IST)
[social_media]
 
 
[all_news_right_side]