NRI Samachar

News of Wednesday, 1st May, 2013

અમેરિકાવાસી અને મુળ ગુજરાતી ઓર્થોપેડીક સર્જન ડો.વિવેક શાહ માટે બોસ્‍ટન મેરેથોન વિસ્‍ફોટની ઘટના જીવનભર યાદગાર બની રહેશે

અમેરિકાવાસી અને મુળ ગુજરાતી ઓર્થોપેડીક સર્જન ડો.વિવેક શાહ માટે બોસ્‍ટન મેરેથોન વિસ્‍ફોટની ઘટના જીવનભર યાદગાર બની રહેશે

      બોસ્‍ટનઃ અમેરિકા સ્‍થિત રહેતા અને મુળ ગુજરાતી ઓર્થોપેડિક સર્જન ડો.વિવેક  શાહ માટે બોસ્‍ટન મેરેથોન વિસ્‍ફોટની ઘટના જીવનભર યાદગાર બની રહેશે.

      ન્‍યુ ઈંગ્‍લેન્‍ડ બાપ્‍ટિસ્‍ટ હોસ્‍પિટલમાં કાર્યરત ડો. શાહ ફિનિશ લાઇન પુર્ણ કરવામાં  જ હતા. ત્‍યાં તેમને અને સાથીઓએ ધડાકો સાંભળ્‍યો હતો , પરંતુ કંઇક ગંભીર થયાનો તેમને ખ્‍યાલ ન હતો . તેઓ ફિનિશ લાઇન નજીક પહોચ્‍યાં હતા ત્‍યારે જ બીજો વિસ્‍કોટ થયો હતો.

      ડો. શાહ કહે છે કે દોડવીરો અને દર્શકો સહિત બધા જ લોકો ફિનિશ લાઇનથી દુર જઇ અમારી તરફ દોડી રહ્યા હતા. મારો પરિવાર ફિનિશ લાઇન પર જ હતો. મે એમની તરફ દોડવાનુ શરૂ કર્યુ અને ધડાકો સંભળાયો

      વિસ્‍ફોટ પછીના દ્ર્‌શ્‍યને યાદ કરતા ડો.શાહ કહે છે કે માનીસક આઘાત પહોંચાડનારા અંગવિચ્‍છેદો હતા. કોઇનો એક પગ ન હોત. તો કોઇના બે પગ ન હતા.  લોકોને ખબર જ ન હતી કે તેઓ ક્‍યાં હતા. એક જ સ્‍થળે ઈજાના આવા દ્રશ્‍યો અગાઉ મે જીવનમાં ક્‍યારેય જોયા ન હતા.

       

 (12:50 am IST)
[social_media]
 
 
[all_news_right_side]