NRI Samachar

News of Wednesday, 1st May, 2013

સન માર્ક લિ.ના મેનેજિંગ ડિરેકટર ડો. રેમિ રેન્‍જરને તાજેતરમાં લંડન અને સાઉથ ઈસ્‍ટ માટે ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ડાયરેક્‍ટર્સ દ્વારા ડાયરેક્‍ટર ઓફ ધ યર ૨૦૧૨- લાર્જ કંપની એવોર્ડ એનાયતઃ લંડનમાં લેન્‍ડમાર્ક હોટેલ ખાતે આયોજીત ભોજન સમારંભમાં ૩૦૦ થી વધુ સાથી ડાયરેક્‍ટર્સ ઉપસ્‍થિત રહ્યા

      લંડનઃ લંડન સ્‍થિત સન માર્ક લિ.ના મેનેજિંગ ડિરેકટર ડો. રેમિ રેન્‍જરને તાજેતરમાં લંડન અને સાઉથ ઈસ્‍ટ માટે ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ડાયરેક્‍ટર્સ દ્વારા ડાયરેક્‍ટર ઓફ ધ યર ૨૦૧૨- લાર્જ કંપની એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.

      તેમની કંપની સન માર્ક લિમિટેડ બ્રિટિશ બિઝનેશક્ષેત્રમાં ઈતિહાસ રચી સતત પાંચમાં વર્ષ ધ ક્‍વીન્‍સ એવોડર્સ ફોર એન્‍ટરપ્રાઇઝ ઈન એન્‍ટરપ્રાઇઝ ઈન ઈન્‍ટરનેશનલ ટ્રેડ નો પ્રતિષ્‍ઠિત એવોર્ડ મેળવ્‍યો હતો.

      ડાયરેક્‍ટર ઓફ ધ યર ૨૦૧૨- લાર્જ કંપની એવોર્ડ મેળવ્‍યા પછી  ડો. રેમી રેન્‍જરે નિર્ણાયકો, પત્‍ની અને પોતાના સ્‍ટાફનો  આભાર માન્‍યો હતો. તેમણે સહિષ્‍ણુતાની બ્રિટીશ ભાવના અને ન્‍યાયપુર્ણતાની પ્રશંસા કરી હતી. જેના કારણે તેમના જેવો સામાન્‍ય ઈમિગ્રન્‍ટ આટલા ઉંચા સન્‍માન હાંસલ કરી શક્‍યો છે.

      લંડનમાં લેન્‍ડમાર્ક ખાતે આયોજીત ભોજન સમારંભમાં ૩૦૦ થી વધુ સાથી ડાયરેક્‍ટર્સ ઉપસ્‍થિત હતા. IOD  નાબ્રીજનલ ડાયરેક્‍ટર રોજર બ્રોડ દ્વારા ડો. રેન્‍જરને એવોર્ડ એનાયત કરાયો હતો.

      સન માર્ક લિમિટેડ અગાઉ ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨માં પણ ધ  ક્‍વીન્‍સ એવોડર્સ ફોર એન્‍ટરપ્રાઇઝ ઈન ઈન્‍ટરનેશનલ ટ્રેડનો એવોર્ડ  મેળવ્‍યો છે. અને સતત પાંચમાં વર્ષે આ એવોર્ડ મેળવનારી તે એકમાત્ર કંપની બની છે.

 (12:51 am IST)
[social_media]
 
[all_news_right_side]