NRI Samachar

News of Thursday, 2nd May, 2013

ઇન્ડો અમેરીકન કોમ્યુનીટી ફેડરેશન દ્વારા ગદાર ચળવળના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે યુનીટી ડીનરનું કરાયેલું આયોજન : સ્વાતંત્ર સંગ્રામ વેળા ચગવળમાં ભાગ લેનાર વિરલાઓનું સરકારે કરેલું ભવ્ય સન્માન

      (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) :  બાર્ટલેટ (શિકાગો) : ભારત દેરીને આઝાદી પ્રાપ્ત થાય તે માટે આજથી આશરે સો વર્ષ પહેલાં ગદાર ચળવળ શરૃ કરવામાં  આવી હતી અને આજે સમગ્ર ભારત દેશ કદાચ ચળવળની શતાબ્દી વર્ષ ઉજવી રહ્યો છે તે પ્રસંગેને અનુસરીને કેલીફોનિૈયા રાજયના ફ્રીમોન્ટ શહેરમાં આવેલ હીલ્ટન હોટલના બોન્કવેટ હોલમાં એક ભવ્ય ઉજવણી અંગે યુનીટી ડીનરનુ઼ આયોજન કરવામાં આવ્યું જેમાં ભીન્ન ભીન્ન સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

      છેલ્લા બા વર્ષૅથી ઇન્ડો અમેરિકન કોમ્યુનીટી ફેડરેશનના સ્થાપક જીવન ઝુરથી દ્વારા આ યુનીટી ડીનરનું આયોજન કરવામાં આવે છે અને તે ભીન્ન ભીન્ન પ્રકારના સમાજીક આગેવાનો ભાગ લે છે કે જેથી તમામ લોકો એક બીજાની પ્રવૃત્તિથી સમન્વય સાધી શકે અને પોતાના સામાજીક વિકાસને પણ પ્રોત્સાહિત કરી શકે.

      ફ્રીમેન્ટ શહેરમાં આવેલ ભવ્ય હિલ્ટન હોટલના બોન્કવેટ હોલમાં યોજવામાં આવેલ આ શતાબદી વર્ષની ઉજવણી પ્રસંગે તેનો મુખ્ય હેતુ ગદાર ચળવળ વખતે જે બહાદુરી તેમજ આઝાદી અંગે બલીદાનો આપવામાં આવ્યા હતા તથા ગદાર ચળવળનો વેગવાન બનાવવા જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તે હતો. સને ૧૯૧૩જી કેટલાક નવયુવાનો એકત્રીત થયા હતા અને ભારતની આઝાદી માટે તેઓ પોતે શું કરી શકશે એવી ચર્ચા વિચારણા અંતે ગદાચ ચવળવળની પ્રગતિના શ્રીગણેશ થયાહતા. આ ચળવળને આ વર્ષે ૧૦૦ વર્ષ પઁુર્ણ થાય છે અને સમગ્ર વિશ્વના અન્ય દેશોમાં પણ તેની ઉજવણીઓ કરવામાં આવી રહી છે. ભારતની સરકારે આઝાદી સંગ્રામની પ્રક્રિયાને  ધ્યાનમાં લઇ આ ગદાર ચળવળમાં ભાગ લેનારા વિરાલાઓનું જાહેર સન્માન પણ કર્યુ હતું.

      આ પ્રસંગે એક સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તે પ્રસંગે આઝાદીની ચળવળમાં ગદાર ચળવળ સંસ્થાના સભ્યોએ કેવો લાભ લીધો હતો. તેની રજુઆત કરવામાં આવી હતી. આ સેમીનારમાં મોટાભાગના લોકો તથા ગદાર ચળવળ સાથે સંકળાયેલા મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ ડીનર પાર્ટીના આયોજક જીવન ઝુસ્થીએ જણાવ્યું હતુ઼. આવા પ્રસરના સેમનારોથી તમામ લોકોને કદાચ ચળવળ અંગે વિસ્તૃત માહિતી પ્રાપ્ત થશે આ વેળા આ યુનીટી ડીનરના મુખ્ય મહેમાન બી.વી. જગદીશે પોતાના પ્રાસંગીક પ્રવચનમાં આવો ભોજન સમારંભનું આયોજન કરવા બદલ સંચાલકોને અભિનંદન આપ્યા હતા અને આવા કાર્યક્રમો પ્રતિ વર્ષે યોજના વિનંતી કરી હતી કે જેથી હાજર રહેલા સૌ લોકો એક બીજાની સંસ્કૃૅતિથી પરિચિત થાય અને આવા મિલનથી સર્વે એક બીજાની વધુ નજીક આવે.

       

 (06:12 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]