NRI Samachar

News of Thursday, 2nd May, 2013

હાઉસની જયુડીસરી કમીટીના ચેરમેને આ વર્ષે ઇમીગ્રેશન સુધારણા બીલ પૂર્ણ અમેરિકામાં વસવાટ કરતી પ્રજામાં ફેલાયેલી અસંતોષની લાગણી : ટુકડે ટુકડે બીલ રજુ કરવાની કરેલી ઘોષણા : સૌથી પહેલા ખેતમંજુરો માટેનો પ્રોગ્રામ અને તેના અમલની ચર્ચા હાથ ધરાશે : અગીયાર મીલીયન ગેરકાયદેસર વસાહતીઓનો સળગતો પ્રશ્ન અધ્ધરતાલ : ખુદ રીપબ્લીકન પાર્ટીના રાજકીય નેતાઓએ જયુડીસરી કમીટીના ચેરમેન કરેલી ઘોષણાનો કરેલો વિરોધ

હાઉસની જયુડીસરી કમીટીના ચેરમેને આ વર્ષે ઇમીગ્રેશન સુધારણા બીલ પૂર્ણ અમેરિકામાં વસવાટ કરતી પ્રજામાં ફેલાયેલી અસંતોષની લાગણી : ટુકડે ટુકડે બીલ રજુ કરવાની કરેલી ઘોષણા : સૌથી પહેલા ખેતમંજુરો માટેનો પ્રોગ્રામ અને તેના અમલની ચર્ચા હાથ ધરાશે : અગીયાર મીલીયન ગેરકાયદેસર વસાહતીઓનો સળગતો પ્રશ્ન અધ્ધરતાલ : ખુદ રીપબ્લીકન પાર્ટીના રાજકીય નેતાઓએ જયુડીસરી કમીટીના ચેરમેન કરેલી ઘોષણાનો કરેલો વિરોધ

      (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) :  આઠ સેનેટરોએ સતત બે મહિનાના અથાગ પરિશ્રમ બાદ ચાલુ માસસાં ઇમીગ્રેશન ખાતાના હાલના નિયમોમાં જરૃરી સુધારાઓ કરવા એક સંયુકત બીલ સેનેટમાં રજૂ કરેલ છેેઅને તે બીલ અંગેની કેટલીક જોગવાઇઓની માહિતી અમોએ વાંચક સમક્ષ પણ રજૂ કરેલ છે. આ માહિતીઓને અભ્યાસ કરતાં અમેરિકામાં વસવાટ કરતા તમામ લોકોના હૃદયમાં એક આશાનું કિરણ પ્રગટ થવા પામ્મ્ું હતું અને લાંબા સમયથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા અગીયાર મીલીયન વસાહતીઓને અત્રે કાયમ માટે રહેવાનો હકક પ્રાપ્ત થશે એવી આશા બંધાઇ હતી પરંતુ હાઉસની જયુડીસરી કમીટીના ચેરમેને આ વર્ષે ઇમીગ્રેશન સુધારણા બીલ પૂર્ણ કરવા કોઇ ચોક્કસ પણે ખાત્રી ન આપતાં અમેરિકાનમાં વસવાટ કરતા અગીયાર મીલીયન વસાહતીઓને અત્રે કાયમ માટે રહહાવનો હક પ્રાપ્પ થશે એવી આશા બંધાઇ હતી. પરંતુ હાઉસની જયુડીસરી કમીટીના ચેરમેને આ વર્ષે ઇમીગ્રેશન સુધારણા બીલ પૂર્ણ કરવા કોઇ ચોક્કસ પણે ખાત્રી ન આપતાં અમેરિકામાં વસવાટ કરતા મોટા ભાગના રહીશોમાં તીવ્ર અસંતોષની લાગણી ફેલાવા પામી છે અને તેમણે આ બીલ ટુકડે ટુકડે ચર્ચાના ચેરણ પર મુકવાની કરેલી જાહેરાતથી બળતામાં ધી હોમાયું હોય તેવો ઘાટ થયેલો જોવા મળે છે હાઉસની જયુડીસરી કમીટીના ચેરમેન બોબ ગુડલટે કરેલી જાહેરાતને ખુદ તેમની રીપબ્લીકન પાર્ટીના રાજકીય નેતાઓએ વિરોધ કરેલો છે અને ઇમીગ્રેશન સુધારણા બીલની કાર્યવાહી તુરતમાં જ હાથ ધરવા જાહેરાત કરી છે.

      અત્રે અમારા વાંચક વર્ગને એ ખાસ ધ્યાન પર લાવવાનું છે કે હાઉસમાં રીપબ્લીકન પાર્ટીના સભ્યોની બહુમતી છે જયારે સેનેટમાં ડેમોક્રેટીક પાર્ટીના સભ્યોની બહુમતી છે. આઠ સેનેટરોએ સેનેટમાં જે ઇમીગ્રેશન સુધારણા બીલ રજૂ કરેલ છે તેની સેનેટરની જયુડીસરી કમીટીના સભ્યોએ ચર્ચા વિચારણા પણ હાથ ધરી છે અને તે ચર્ચા ત્રણ દિવસ સુધી ચાલેલ છે તે સૌથી જાણ ખાતર....

      ગયા ગુરૃવારે હાઉસની જયુડીસરી કમીટીના ચેરમેન બોબ ગુડલટેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે તેઓ ટુકડે ટુકડે ચર્ચાઓ હાથ ધરશે અને સેનેટમાં જે પ્રકારની ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવા પ્રકારની ઝડપી કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમણે વધારામાં જણાવ્યું હતું કે ઇમીગ્રેશન સુધારણા બીલ આ વર્ષે પૂર્ણ થશે કે કેમ તેની કોઇપણ જાતની ખાત્રી તેમણે આપી ન હતી. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને આઠ સેનેટરોએ આ વર્ષે આ સુધારણા અંગે ઝડપી પગલાં ભરી તેનો જરૃરી નિકાલ કરવા રજૂઆત કરેલ છે પરંતુ અત્રે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વસાહતીઓને અત્રે કાયમી વસવાટ કરવાનો હકક પ્રાપ્ત થાય તે અંગે કેવી રીતે આગળ વધવું તે અંગે જરાપણ વિચાર્યુ નથી. સેનેટના બીલમાં આ અંગેની જોગવાઇઓ રજૂ કરવામાં આવેલ છે તેમણે વધારામાં જણાવ્યું હતું કે કોઇપણ બીલ અંગે ઝડપી અથવા ધીમા પગલાં ભરો અને અગત્યની બાબત નથી પરંતુ તે અંગે ચોક્કસ દિશાના યોગ્ય પગલા ભરવામાં આવે એ અગત્યની બાબત છે હાઉસમાં ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે તેઓ કેવી રીતે આગળ વધવા  માંગે છે તેની માહિતી તેઓ પ્રેસ કોન્ફરન્સમાં આપી રહ્યા હતા.

      આ વર્ષે ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે પગલાં લઇને પૂર્ણ થશે કે કેમ એ અંગે તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યવાહી અંગે સવચેતીની ખાસ જરૃરત છે અને તેથી કોઇપણ જાતની બાંહેધરી આપવા માંગતો નથી. 

      આ અંગેના જાણકારોનું માનવું એવું છે કે જયુડીસરી કમીટીના ચેરમેન ગુડલટે જે રેખાદોરી જાહેર કરી છે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા જે પ્રમાણેનું બીલ ઇચ્છે છે અને સેનેટમાં આઠ સેનેટરોએ સામુહિક રીતે જે બીલ રજૂ કરેલ છેે તેમાં અવરોધો ઉભો કરવા માટેની આ પ્રક્રિયા છે. હાઉસમાં જે રૃઢીચુસ્ત રાજકીય પ્રતિનિધિઓ છે તેઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વસાહતીઓને અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત થાય તેવી વિચારસરણી ધરાવતા નથી. તેને બદલે તેઓ સરહદો નજીક સલામતી તેમજ કામલચવા ખેત મજુરો અને તેમના માટે જરૃરી કાયદાઓ અંગે ઘટતુ કરવામાં આવે એવું વિચારી રહ્યા છે. જો હાઉસમાં સેનેટના બીલને અડચણો ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવશે તો પછી હાઉસે પસાર કરેલું બીલમાં સેનેટરો અડચણો ઉભી કરશે એ સ્વાભાવિક બીના છે.

      આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ હાઉસમાં ઇમીગ્રેશન બીલને પસાર કરાવવું એ અતિ કઠણ અને અધરૃ કામ છે કેટલાક હાઉસના પ્રતિનિધિઓ આની રાજકીય અસરથી થશે તે અંગે લેશ માત્ર વિચારતા નથી. હાઉસના કેટલાક પ્રતિનિધિઓ જેમાં પોલ રાયનનો સમાવેશ થાય છે તેવાઓ સામુહિક ઇમીગ્રેશન બીલની તરફેણમાં પોતાનો મત રજૂ કરે છે જયારે કેટલાક હાઉસના પ્રતિનિધિઓ કે જેઓને હિસ્પેનીસેના મતોની જાજી અસર થનાર નથી તેઓ જુદી વિચારસરણી ધરાવે છે. આ અંગેનો હવે એક જ માર્ગ સરળ થઇ પડશે કે સેનેટ આ સુધારણા બીલ રીટપબ્લીકનોના વધુ સેનેટરોની સહાયથી પસાર કરે તો હાઉસમાં તેની સારી અસર પડશે અને વોટીંગ વખતે તેવી પરિસ્થિતિનું સર્જન થશે એવું રાજકીય પંડીતો માની રહ્યા છે.

      સેનેટની જયુડીસરી કમીટીના ચેરમેન પેટ્રીક લેહીએ જણાવ્યું હતું કે સેનેટની જયુડીસરી કમીટમીીં ત્રણ દિવસ સુધી તે અંગેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને મે માસની ૯ મી તારીખે આ કમીટીની મીટીંગ મળશે ત્યારે તે વેળા સુધારાઓ રજુ કરવામાં આવશે અને  જરૃરી મતદાન પણ હાથ ધરવામાં આવશે.

      હાઉસમાં ઇમીગ્રેશન સુધારણા બીલ અંગેની કાર્યવાહી કેવી રીતે હાથ પર ધરવી તેનો અંતિમ ઁનિર્ણય હાઉસા સ્પીકર જોન બોહનર લેશે. હાઉસમાં પણ ચાર ડેમોક્રેટીક પાર્ટીના સભયો અને ચાર રીપબ્લીકન પાર્ટીના સભ્યો સંયુકત રીતે ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે પડદા પાછળ કામ કરી રહેલા છે અને એક અહેવાલ અનુસાર તેઓ હાઉસમાં બે અઠવાડીયામાં એક બીલ રજુ કરનાર છે અને તે તરફ સૌ લોકોનું ધ્યાન કેન્દ્રિત થયેલું જોવા મળે છે આ બીલ અંગેની માહિતી પ્રાપ્ત થતાં તે અમો અમારા વાંચક વર્ગ સમક્ષ ઁવિસ્તૃત રીતે રજુ કરીશુ તેની સૌ ખાત્રી રાખે. 

       

 (06:13 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]