NRI Samachar

News of Thursday, 2nd May, 2013

જૈન સોસાયટી ઓફ મેટરોપોલીટન શિકાગોના સભ્યોએ આનંદ અને ઉલ્લાસથી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની કરેલી શાનદાર ઉજવણી : વિધિ વિધાન માટે મુંબઇથી શિકાગો પધરેલા શ્રેણીકભાઇ શાહ : શ્રી પંચ પરમેષ્ટી પુંજનના પ૦ પરિવારના સભ્યોએ અને આયંબેલની નવ દિવસની ઓળીમાં વય સભ્યોએ ભાગ લીધોઃ ચાલુ વર્ષે જૈન સોસાયટી ર૦ મી વર્ષ ગાંઠથી શાનદાર ઉજવણી કરશે

જૈન સોસાયટી ઓફ મેટરોપોલીટન શિકાગોના સભ્યોએ આનંદ અને ઉલ્લાસથી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની કરેલી શાનદાર ઉજવણી : વિધિ વિધાન માટે મુંબઇથી શિકાગો પધરેલા શ્રેણીકભાઇ શાહ : શ્રી પંચ પરમેષ્ટી પુંજનના પ૦ પરિવારના સભ્યોએ અને આયંબેલની નવ દિવસની ઓળીમાં વય સભ્યોએ ભાગ લીધોઃ ચાલુ વર્ષે જૈન સોસાયટી ર૦ મી વર્ષ ગાંઠથી શાનદાર ઉજવણી કરશે

      (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) :  બાર્ટલેટ (શિકાગો) : જૈન સોસાયટી ઓફ મેટરોપોલીટન શિકાગોને સભ્યોએ ર૪મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનારા જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં કરી હતી અને તે પ્રસંગે સોસાયટીના લગભગ તમામ સભ્યોએ હાજરી આપી હતી આ પ્રસંગે તમામ વિધિ વિધાન કરાવવા માટે મુંબઇથી શ્રેણીકભાઇ શાહ ખાસ શિકાગો પધાર્યા હતા. ભારતમાં અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે અને જૈન સમાજના તમામ કાર્યોમાં તેઓ અગ્રેસર રહેતા આવ્યા છે.

      સમગ્ર વિશ્વ મહાવીર જન્મ કલ્યાણકની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે અને તે મુજબ સમગ્ર અમેરિકાના જુદા જુદા શહેરોમાં આવેલા જૈન સેન્ટરોમાં પણ તેની ઉજવણી કરવમાં આવી હતી. મહાવીર સ્વામીનો જન્મ ઇ.સ. પૂર્વે પ૯૯ની સાલમાં થયો હતો. અને આજે ર૬૧૪માં વર્ષની તેમની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. તેમણે જે અહિંસા, અપરિગ્રહ તેમજ અનેકાંતવાદનો સંદેશો આપેલો તેને જૈન સમાજના તમામ લોકો વર્ષોથી અનુસારા આવેલ છે તેમના માતાનું નામ ત્રિશલા અને પિતાનું નામ સિધ્ધાર્થ રાજા હતું એક દિવસ તેમની માતાને ૧૪ સ્વપ્નો આવ્યા અને તે શુકનીયાત છે એમ માની એવી એક માન્યતા પ્રચલીત હતી કે ત્રિશલા માતાની કુખે જે બાળકનો જન્મ થશે તે મહાન બાદશાહ અથવા ર્તીથકર બનશે. અને સમયાંતરે તેઓ જૈન સાશનના ર૪માં તીર્થંકર બન્યા અને આજે તમામ જૈનો તેમની આરાધના કરે છે.

      આ વર્ષે જૈન સોસાયટી શિકાગો તેના વાર્ષિક દિનની શાનદાર ઉજવણી કરનાર છે અને જૈન સોસાયટીના બોર્ડ ઓફ ટ્રસ્ટી ચેરમેન અરવિંદ મગનલાલ શહ મહુવાવાળાએ સૌ સભ્યોએ તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે સંચાલકોએ હાલની તથા ભવિષ્યમાં જે કાર્યો હાથ ધરાનાર છે તેની જરૃરી માહિતીઓ આપી હતી.

      જૈન સોસાયટીના પ્રેસીડન્ટ તેજસ અમૃતલાલ શાહ વાંકાનેરવાળાઓ  આ પ્રસંગે જણાવ્યું હતું કે શિકાગોની સાથે તેની નજીકના રાજયો ઇન્ડીયાના તેમજ વીસકોન્સીનમાં પણ જૈન સેન્ટરના જૈન સભ્યોએ મહાવીર જયંતીની શાનદાર ઉજવણી કરેલ છે. આપણા જૈન સેન્ટરનું એ અહોભાગ્ય છે કે આપણા સેન્ટરમાં મુળ નાયક તરીકે ર૪માં તીર્થકર મહાવીર સ્વામી ભગવાન છે. આ સંસ્થાના સેક્રેટરી વિપુલભા શાહે જે સ્વયંસેવકોએ પોતાના અથાગ પરિશ્રમ દ્વારા આ મહોત્સવને સફળ બનાવ્યો તે માટે સર્વે સ્વયસેવકોને આભાર માન્યો હતો.

      આ વખતે નવ દિવસ માટે ચૈત્ર માસમાં આવતી આયંબેલની ઓળીની પણ આરાધના કરવામાં આવી હતી અને તેમાં ૬પ જેટલા સભ્યોએ નવે નવ દિવસ માટે આયંબેલની ઓળીની આરાધના કરી હતી.

      એપ્રિલ માસની ર૦ મી તારીખે પંચપરમેષ્ઠી પુંજન ભણાવવામાં આવ્યું હતુ અને ેતેમાં પ૦ જેટલા કુટુમ્બના સભ્યોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તે પ્રસંગે એક અંદાજ અનુસાર બે હજાર સભ્યોએ હાજરી આપી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આશરે રપ૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો અને તેમણે નૃત્ય, રાસ, ગરબા અને અન્ય કાર્યક્રમો રજુ કર્યા હતા.

      ર૧ મી એપ્રિલને રવીવારે દિગમ્બર પુજન ભણાવવામાં આવ્યું હતુ અને આશરે ૧૦૦ જેટલા સભ્યોએ હાજરી આપી હતી. બપોર પછી ૧પ મી વાર્ષિક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ચાર ગૃપોનું આયોજન કરવામાં આવ્યું હતું. વકતૃત્વ સ્પર્ધાનાં જે પરીણામો જાહેર થયાં તેમાં પહેલાં ગૃપમાં (૧) લબ્ધી જૈન (ર) ઓમ ગાંધી  અને (૩) રીયા જૈન તથા બીજા ગૃપમાં (૧) સિધ્ધી જૈન (ર) સ્નેહી શાહ અને (૩) પ્રિયા શાહ જયારે ત્રીજા ગૃપમાં (૧) વિનિતા ચોરડીયા (ર) આનંદ શાહ અને (૩) સતેજ શાહ તેમજ છેલ્લા ચોથા ગૃપમાં (૧) સેજલ જૈન (ર) નવિતા ચોરડીયા અને (૩) વૈશાલી જૈન વિજેતા જાહેર થયા હતા. આ વકતૃત્વ સ્પર્ધામાં કુલ્લે ૭ર વિદ્યાર્થીઓ અને સભયોએ ભાગ લીધો હતો.

       

 (06:14 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]