NRI Samachar

News of Thursday, 2nd May, 2013

‘‘ડો.ડેથ''તરીકે ઓળખાતા ઓસ્‍ટ્રેલિયા સ્‍થિત ભારતીય મૂળના સર્જન જયંત પટેલ સામેનો કેસ આગામી સપ્‍ટેંમાં સુપ્રિમ કોર્ટ સમક્ષ ચાલશેઃ ૨૦૦૪ની સાલમાં દર્દીનું બિનજરૂરી ઓપરેશન કરી ગંભીર ઇજા પહોંચાડવાનો આરોપઃ દર્દીની હત્‍યા કરવાના એક કેસમાંથી નિર્દોષ છુટયા બાદ બીજા કેસના ભણકારા શરૂ

‘‘ડો.ડેથ\'\'તરીકે ઓળખાતા ઓસ્‍ટ્રેલિયા સ્‍થિત ભારતીય મૂળના સર્જન જયંત પટેલ સામેનો કેસ આગામી સપ્‍ટેંમાં સુપ્રિમ કોર્ટ સમક્ષ ચાલશેઃ ૨૦૦૪ની સાલમાં દર્દીનું બિનજરૂરી ઓપરેશન કરી ગંભીર ઇજા પહોંચાડવાનો આરોપઃ દર્દીની હત્‍યા કરવાના એક કેસમાંથી નિર્દોષ છુટયા બાદ બીજા કેસના ભણકારા શરૂ

      મેલબોનેઃ ઓસ્‍ટ્રેલિયા સ્‍થિત ભારતીય મૂળના ‘‘ડો.ડેથ''તરીકે ઓળખાતા ૬૨ વર્ષીય સર્જન જયંત પટેલ વિરૂધ્‍ધ દર્દીને ગંભીર નુકશાન પહોંચાડવાના આરોપસર સપ્‍ટેં માસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

      ૨૦૦૪ની સાલમાં ડો. પટેલ દ્વારા કરાયેલ બિનજરૂરી ઓપરેશન થકી ઇયાન રૂડની વાવેલ્‍સ નામક દર્દીને પહોંચેલ ગંભીર નુકશાન અંગેની સુનાવણી આગામી સપ્‍ટેં માસમાં હાથ ધરાશે.

      આ અગાઉ દર્દીની હત્‍યા કરી દેવાના આરોપસર સુપ્રિમ કોર્ટએ ફેર સુનાવણી દરમિયાન ડો.પટેલને નિર્દોષ ગણી મુક્‍ત કરી દીધા હતા. પરંતુ તેઓ રાહતનો દમ લે ત્‍યાર પહેલો બીજા કેસના ભણકારા ચાલુ થઇ ગયા હોવાનું જાણવા મળે છે.

       

 (12:00 am IST)
[social_media]
 
 
[all_news_right_side]