NRI Samachar

News of Thursday, 2nd May, 2013

કેનેડામાં કાર અકસ્‍માતથી ભારતીય પરિવારની ૫ વ્‍યક્‍તિઓનું મૃત્‍યુઃ કારના ૨ ટુકડા થઇ ગયાઃ ૨ માસુમ બાળકો, માતા, નણંદ, તથા સાસુ સહિતના પાંચે પરિવારજનોનું સ્‍થળ ઉપર જ કમકમાટીભર્યુ મોતઃ સામે અથડાયેલ મીની વાનનો ડ્રાઇવર હોસ્‍પિટલમાં

કેનેડામાં કાર અકસ્‍માતથી ભારતીય પરિવારની ૫ વ્‍યક્‍તિઓનું મૃત્‍યુઃ કારના ૨ ટુકડા થઇ ગયાઃ ૨ માસુમ બાળકો, માતા, નણંદ, તથા સાસુ સહિતના પાંચે પરિવારજનોનું સ્‍થળ ઉપર જ કમકમાટીભર્યુ મોતઃ સામે અથડાયેલ મીની વાનનો ડ્રાઇવર હોસ્‍પિટલમાં

      

      

      ટોરોન્‍ટોઃ કેનેડા : કેનેડા સ્‍થિત ભારતીય મૂળની પ વ્‍યક્‍તિઓનું બ્રિટીશ કોલમ્‍બીઆના કેનેડીયન ઇલાકામાં કાર અકસ્‍માતથી દુઃખદ નિધન થયુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

      પ્રાપ્‍ત વિગતો મુજબ રવિવારે સવારે ભારતીય પરિવાર પોતાની સેદાન ગાડીમાં જઇ રહયુ હતું. ત્‍યારે સફેદ કલરની મીનીવાન સાથે ધડાકાભેર અથડાતા કારમાં બેઠેલા ૩૧ વર્ષીય સુશ્રી પવનદીપ અર્જોત, તથા તેમના બંને સંતાનો પ વર્ષીય અનિશ સચદેવ, તથા ૩ વર્ષીય જેસીકા સચદેવ, ૪૭ વર્ષીય નણંદ નિલમ ધીંગરા, તથા ૬૮ વર્ષીય સાસુ વિદ્યા સચદેવ સહિત પાંચે વ્‍યક્‍તિઓનું મૃત્‍યુ થયુ છે.

      મૃતક પવનદીપના પતિ ગુરમીતને બ્રિટીશ કોલમ્‍બીઆના સુરે ડીસ્‍ટ્રીકમાં ભારતીય મીઠાઇઓ વેચવાની દુકાન છે.

      મીનીવાન ચાલક ૪૬ વર્ષીય વ્‍યક્‍તિ બચી ગયો છે જે ઇજાગ્રસ્‍ત થયો હોવાથી સ્‍થાનિક હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે. જેના ઉપર સારવાર પૂર્ણ થયા બાદ કાયદેસર કાર્યવાહી કરાશે

      પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ અકસ્‍માતના કારણે સેદાન મોટરના બે ટુકડા થઇ જવા પામ્‍યા હતા જેથી કારમાં બેઠેલી પાંચે વ્‍યક્‍તિનું સ્‍થળ ઉપર જ કમકમાટીભર્યુ મોત નીપજયુ હતું.

       

 (12:01 am IST)
[social_media]
 
 
[all_news_right_side]