NRI Samachar

News of Thursday, 2nd May, 2013

અમેરિકન સરકાર દ્વારા અપાતા એવોર્ડની સ્‍પર્ધા માટે પસંદ કરાયેલ ‘‘ટોપ ૨૫''પ્રોગ્રામમાં ભારતની‘‘ કોન્‍સ્‍યુલર ટીમ ઇન્‍ડિયા''(CTI) નો સમાવેશઃ વીઝા માટે અરજી કર્યાના ૧૦ દિવસમા જ ઇન્‍ટરવ્‍યુઃ ૪૦ મીનીટમા ઇન્‍ટરવ્‍યુ પૂર્ણઃ ઇન્‍ટરવ્‍યુ પૂરો થવાના થોડા દિવસોમાં જ વીઝાઃ અમેરિકામાં અભ્‍યાસ માટે વિદ્યાર્થીઓને ત્‍વરિત વીઝા તથા માર્ગદર્શનઃ તમામ પ્રકારની વીઝાકીય સેવાઓમાં અવ્‍વલ કામગીરીને ધ્‍યાને લઇ હાર્વર્ડ યુનિવર્સિટીના એશ સેન્‍ટર દ્વારા કરાયેલી પસંદગી

અમેરિકન સરકાર દ્વારા અપાતા એવોર્ડની સ્‍પર્ધા માટે પસંદ કરાયેલ ‘‘ટોપ ૨૫\'\'પ્રોગ્રામમાં ભારતની‘‘ કોન્‍સ્‍યુલર ટીમ ઇન્‍ડિયા\'\'(CTI) નો સમાવેશઃ વીઝા માટે અરજી કર્યાના ૧૦ દિવસમા જ ઇન્‍ટરવ્‍યુઃ ૪૦ મીનીટમા ઇન્‍ટરવ્‍યુ પૂર્ણઃ ઇન્‍ટરવ્‍યુ પૂરો થવાના થોડા દિવસોમાં જ વીઝાઃ અમેરિકામાં અભ્‍યાસ માટે વિદ્યાર્થીઓને ત્‍વરિત વીઝા તથા માર્ગદર્શનઃ તમામ પ્રકારની વીઝાકીય સેવાઓમાં અવ્‍વલ કામગીરીને ધ્‍યાને લઇ હાર્વર્ડ યુનિવર્સિટીના એશ સેન્‍ટર દ્વારા કરાયેલી પસંદગી

      ન્‍યુ દિલ્‍હીઃ અમેરિકન સરકાર દ્વારા શ્રેષ્‍ઠ કામગીરી માટે અપાતા એવોર્ડની સ્‍પર્ધામાં પસંદ કરાયેલ ‘‘ટોપ ૨૫'' પ્રોગ્રામમાં ભારતની ‘‘કોન્‍સ્‍યુલર ટીમ ઇન્‍ડિયા''(CTI)પસંદ કરાઇ છે. તેવું અમેરિકાની હાવેર્ડ યુનિવર્સિટીની કેનેડી સ્‍કુલ ઓફ ગવર્મેન્‍ટના એશ સેન્‍ટર ફોર ડેમોક્રેટીક ગવર્નન્‍સ એન્‍ડ ઇનોવેશન દ્વારા જણાવાયુ છે.

      ઉપરોક્‍ત ઘોષણા કરતા ભારતા ન્‍યુદિલ્‍હી, મુંબઇ, હૈદ્રાબાદ, ચેન્‍નાઇ,તથા કોલકતા મળીને તમામ અમેરિકન દૂતાવાસો વડા શ્રી જુલીઆ સ્‍ટેનલીએ ગૌરવ અનુભવ્‍યુ હતુ. તેમજ ભારતની CTI  દ્વારા ભારતના તથા અમેરિકાના નાગરિકોને અપાતી ઝડપી તથા યોગ્‍ય સેવાઓને બિરદાવી હતી. તેમણે CTI દ્વારા ભારતના વિદ્યાર્થીઓને અમેરિકા જઇ અભ્‍યાસ કરવા માટે અપાતુ માર્ગદર્શન તથા વીઝાકીય સેવાઓ, વ્‍યાવસાયિકોને ધંધાકીય હેતુ માટે અમેરિકા જવા અપાતુ માર્ગદર્શન તથા સેવાઓ, અમેરિકા સ્‍થિત ભારતીય નાગરિકોને ત્‍યાં જન્‍મતા બાળકોના નાગરિકત્‍વ વિષયક સેવાઓ, ઉપરાંત અમેરિકા જવા માટેના તમામ પ્રકારની વીઝા માટે અપાતી સેવાઓને બિરદાવી હતી.

      તેમણે CTI દ્વારા ભારતના કોઇપણ વિસ્‍તારમાં વસતા નાગરિકને સમાન સેવાઓ મળી રહે તેવુ ગોઠવાયેલુ આયોજન નોંધયાત્ર હોવાનું જણાવ્‍યુ હતું.

      અત્રે ઉલ્લેખનીય છે કે ‘‘ટોપ ૨૫''માં સમાવિષ્ટ કરવા માટે ધ્‍યાનમાં લેવાયેલા વિવિધ મુદાઓમાં ગયા વર્ષે CTI દ્વારા કરાયેલી કામગીરીની પણ નોંધ લેવાઇ છે. જે મુજબ વીઝા માટે અરજી કરતા નાગરિકને દસ જ દિવસમાં મુલાકાત આપી દેવામાં આવે છે. તેમજ તેની સાથેનો ઇન્‍ટરવ્‍યુ પણ વધુમાં વધુ ૪૦ મિનીટમાં પૂર્ણ કરી દેવાય છે. ત્‍યારબાદ થોડા દિવસમાં જ પ્રિન્‍ટેડ વીઝા અરજરદારને મળી જાય છે. ગયા વર્ષે CTI એ અગાઉના વર્ષ કરતા ૮ ટકા જેટલા વીઝા વધુ આપ્‍યા છે. એટલુ જ નહિ ૨૦૧૨ની સાલ દરમિયાન સાત લાખ જેટલા ભારતીયો અમેરિકાની મુલાકાત લઇ શકયા છે જે બાબત CTI ની ઝડપી સેવાની પ્રતિતિ કરાવે છે.

      CTI દ્વારા અપાતી ઝડપી સેવાઓને ધ્‍યાને લઇ અમેરિકન એવોર્ડ મેળવનાર ‘‘ટોપ ૨૫'' સ્‍પર્ધકોમાં સ્‍થાન મળવાથી ઉજજવળ સંજોગોનું નિર્માણ થયુ છે.જે બાબત બંને દેશો વચ્‍ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં નિમિત બનશે તેમ જાણવા મળે છે.

      CTI ની કામગીરી વિષયક વિશેષ જાણકારી http://mumbai.usconsalate.gov/cti.htm   દ્વારા તથા પ્રોગ્રામ અને એવોર્ડ વિષયક જાણકારી http://www.ash.harvard.edu/ash     દ્વારા મેળવી શકાય છે.

       

 (12:02 am IST)
[social_media]
 
 
[all_news_right_side]