NRI Samachar

News of Friday, 3rd May, 2013

ન્‍યુજર્સીના એડિસનમાં આવેલા બિગ સિનેમાના પરદા ઉપર આજરોજ ૩ મે ૨૦૧૩ થી તરખાટ મચાવશે મોર્ડર્ન ગુજરાતી ફિલ્‍મ ‘‘સપ્‍તપદી''આઠમું વચનઃ ૭ જેટલા ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં પસંદ થયેલી, તથા મુંબઇમાં છેલ્લા ૧૧ સપ્‍તાહથી બોકસ ઓફિસ છલકાવતી ફિલ્‍મ ટી.વી. એશિયા દ્વારા આજથી પ્રસ્‍તુતઃ કલમના કસબીઓ શ્રી ચંદ્રકાંત શાહ તથા શ્રી કાજલ ઓઝા લિખિત, શ્રી નિરંજન થાડે દિગ્‍દર્શીત, એબી કોર્પો.નિર્મિત, ફિલ્‍મમાં સ્‍વરૂપ સંપટ તથા માનવ ગોહિલ મુખ્‍ય ભૂમિકામા

ન્‍યુજર્સીના એડિસનમાં આવેલા બિગ સિનેમાના પરદા ઉપર આજરોજ ૩ મે ૨૦૧૩ થી તરખાટ મચાવશે મોર્ડર્ન ગુજરાતી ફિલ્‍મ ‘‘સપ્‍તપદી\'\'આઠમું વચનઃ ૭ જેટલા ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં પસંદ થયેલી, તથા મુંબઇમાં છેલ્લા ૧૧ સપ્‍તાહથી બોકસ ઓફિસ છલકાવતી ફિલ્‍મ ટી.વી. એશિયા દ્વારા આજથી પ્રસ્‍તુતઃ કલમના કસબીઓ શ્રી ચંદ્રકાંત શાહ તથા શ્રી કાજલ ઓઝા લિખિત, શ્રી નિરંજન થાડે દિગ્‍દર્શીત, એબી કોર્પો.નિર્મિત, ફિલ્‍મમાં સ્‍વરૂપ સંપટ તથા માનવ ગોહિલ મુખ્‍ય ભૂમિકામા

      (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ન્‍યુજર્સીના એડીસનમાં આવેલા બીગ સિનેમામાં આજરોજ ૩ મે ૨૦૧૩ થી દરરોજ ૭.૧૫ કલાકે ૯ જેટલા ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં પસંદ થયેલી તથા મુંબઇમાં સતત છેલ્લા ૧૧ સપ્‍તાહથી ધુમ મચાવતી  મોર્ડર્ન ગુજરાતી ફિલ્‍મ ‘‘સપ્‍તપદી '' આઠમું વચન ટી.વી. એશિયા દ્વારા પ્રસ્‍તુત થઇ રહી છે.

      બોસ્‍ટન સ્‍થિત ગુજરાતી કવિ, તથા પટકથા લેખક શ્રી ચંદ્રકાંત શાહ ડિરેકટર નિરંજન થાડે તથા સિદ્ધહસ્‍ત ગુજરાતી લેખિકા શ્રી કાજલ ઓઝા વૈદ્ય લિખિત હિટ ગુજરાતી ફિલ્‍મ ‘સપ્‍તપદી'માં રજત ધોળકિયા અને પિયુષ કનોજીયાએ સંગીત આપ્‍યુ છે.

      અમિતાભ બચ્‍ચનના એબી કોર્પોરેશન નિર્મિત ઉપરોક્‍ત ગુજરાતી ફિલ્‍મના યુ.એસ.એ. ખાતેના મિડીયા પાર્ટનર તરીકે ટી.વી. એશિયા અને પરીખ મિડીયા વર્ડવાઇડ છે.

      ‘‘સપ્‍તપદી ''૭ જેટલા ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેલ્‍ટીવલમાં પસંદગી પામેલ ગુજરાતી ફિલ્‍મ છે. જેમાં ૨૦૧૨ મુંબઇ ફિલ્‍મ ફેસ્‍ટીવલ, ૨૦૧૨, વાનકુવર સાઉથ એશિયન ફિલ્‍મ ફેસ્‍ટીવલ,૨૦૧૨ જયપુર ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટીવલ, જયુરી દ્વારા ‘‘સ્‍પેશ્‍યલ મેન્‍શન''એવોર્ડ, ૨૦૧૩ ફિલ્‍મ ફેસ્‍ટીવલ ન્‍યુઝીલેન્‍ડ તથા ૨૦૧૩ ફિલ્‍મ ફેસ્‍ટીવલ ઓસ્‍ટ્રે લિયાનો સમાવેશ થાય છે.

      ફિલ્‍મમાં અભિનય આપનારા કલાકારોમાં સ્‍વરૂપ સંપટ, માનવ ગોહિલ, હિત સોમાણી, શૈલી શાહ, ઉત્‍કર્ષ મજુમદાર, હોમી વાડીયા, વિહાન ચૌધરી, ડો. સંજીવ ગાંધી, પૂર્વ પરાગ, રાજેન્‍દ્ર ગુપ્‍તા, રાજેન્‍દ્ર ગુપ્‍તા, તરૂણ શુકલા તથા આલેખ સંગલનો સમાવેશ થાય છે. ઉપરાંત સાપુતારાની પ્રાઇમરી સ્‍કુલના બાળકોનું પણ ફિલ્‍માંકન કરાયુ છે.

      ગુજરાતી લિટરરી એકેડમી, શેર એન્‍ડ કેર ફાઉન્‍ડેશન, તથા ભારતીય વિદ્યાભવનના ઉપક્રમે ન્‍યુજર્સીમાં ફિલ્‍મમો પ્રીમિયર શો રાખવામાં આવ્‍યો છે. જે માટે થીયેટરની બેઠક સંખ્‍યાની મર્યાદાને ધ્‍યાને લઇ  સભ્‍યોને આમંત્રિત કરાયા છે. બાકીના સભ્‍યોને એડીસન ખાતે આજરોજ ૩ મેથી શરૂ થતી હોવાથી જોવા વિનંતી કરાઇ છે.

      એડીસનમાં બિગ સિનેમા મુવી સીટી ૮ મુકામે આજથી દરરોજ સાંજે ૭.૧૫ કલાકે સમગ્ર સપ્‍તાહ દરમિયાન જોવા મળનારી ‘‘સપ્‍તપદી'' માટેના ટિકિટના દર પુખ્‍ત વયના માટે ૧૦ ડોલર તથા બાળકો માટે ૬ ડોલર રાખવામાં આવ્‍યા છે. તે શ્રી ચંદુભાઇ ફોન નં.૭૮૧-૯૮૩-૪૯૪૧ ની યાદી જણાવે છે.   

 (12:24 am IST)
[social_media]
 
 
[all_news_right_side]