NRI Samachar

News of Saturday, 4th May, 2013

અમેરિકાની સેનેટમાં રજુ કરાયેલા ‘‘કોમનસેન્‍સ ઇમીગ્રેશન રીફોર્મ બીલના'' જમા પાસા વર્ણવતા પ્રેસિડન્‍ટ બરાક ઓબામાઃ૧,૧૦,૦૦,૦૦૦ જેટલા ગેરકાયદે વીઝા ધારકોના કાયદેસર વસવાટ માટેનો માર્ગ મોકળો બનશે. વ્‍યાવસાયિક સાહસિકો તથા કુશળ એન્‍જીનીયરો માટે અમેરિકામાં વસવાટ સરળ બનાવાશેઃ બોર્ડર સિકયુરીટી કડક બનાવાશેઃ ગેરકાયદે વીઝાધારકને નોકરીમાં રાખનાર માલિકો જવાબદાર ગણાશે

અમેરિકાની સેનેટમાં રજુ કરાયેલા ‘‘કોમનસેન્‍સ ઇમીગ્રેશન રીફોર્મ બીલના\'\' જમા પાસા વર્ણવતા પ્રેસિડન્‍ટ બરાક ઓબામાઃ૧,૧૦,૦૦,૦૦૦ જેટલા ગેરકાયદે વીઝા ધારકોના કાયદેસર વસવાટ માટેનો માર્ગ મોકળો બનશે. વ્‍યાવસાયિક સાહસિકો તથા કુશળ એન્‍જીનીયરો માટે અમેરિકામાં વસવાટ સરળ બનાવાશેઃ બોર્ડર સિકયુરીટી કડક બનાવાશેઃ ગેરકાયદે વીઝાધારકને નોકરીમાં રાખનાર માલિકો   જવાબદાર ગણાશે

      

      

            વોશીંગ્‍ટનઃ અમેરિકાની સેનેટમાં રજુ થયેલા ‘‘કોમનસેન્‍સ ઇમીગ્રેશન રીફર્મ બીલ'' વિષયક ઉદબોધન કરતા પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ જણાવ્‍યું હતું કે સુધારાવધારા સાથેના બીલથી તમામ વ્‍યક્‍તિઓને તમામ પ્રકારનો સંતોષ ન મળી શકે તે સ્‍વાભાવિક છે. તેમ છતા ૧,૧૦,૦૦,૦૦૦ જેટલા ગેરકાયદે વીઝાધારકોને અમેરિકામા કાયદેસર વસવાટ માટેનો માર્ગ મોકળો બનશે. એટલુ જ નહિ વ્‍યાવસાયિક સાહસિકો તેમજ કુશળ એવા એન્‍જીનીયરોને અમેરિકામાં વસવા માટેનો માર્ગ પણ સરળ બનશે.

            તેમણે ઉમેર્યુ હતુ કે બોર્ડર સિકયુરીટી પથાવત રીતે ચોકકસ પણે કડક રખાશે. એટલું જ નહિ ગેરકાયદે વીઝા ધારકોને નોકરીમાં રાખનાર માલિકોને પણ જવાબદાર ગણવામાં આવશે.

            આ રીતે કુશળ કર્મચારીઓ તેમજ વ્‍યાવસાયિકોના આગમનથી અમેરિકાની આર્થિક સમૃધ્‍ધિમાં વધારો થશે. જે બાબાત સાથે તમામ અમેરિકનો ચોક્કસ પણે સહમત થશે.

            તેમણે વિશેષમાં જણાવ્‍યા મુજબ ૧,૭૬,૦૦૦ જેટલી નવી રોજગારીનું તાજેતરમાં નિર્માણ થઇ શકયુ છે. તેમજ છેલ્લા ૩૮ માસમાં નવી રોજગારીનું પ્રમાણ ૬.૮ મિલીયન હતું તે ૨.૨ મિલીયન જેટલુ વધુ જવા પામ્‍યુ છે. અમેરિકામાં રોજગારી ઇચ્‍છુક એવા તમામ લોકોને રોજગારી મળી રહે તેવા સંજોગોનું નિર્માણ થઇ રહ્યુ છે.

      
 (12:08 am IST)
[social_media]
 
 
[all_news_right_side]