NRI Samachar

News of Saturday, 4th May, 2013

વીઝાની મુદત પુરી થયા બાદ પણ સાઉદી અરેબિયામાં રોકાઇ પડેલા ભારતીય મજુરોના વીઝા રીન્‍યુ કરી અપાશે અથવા વતનમાં પરત ફરવા દેવાશેઃ જોઇન્‍ટ ગૃપ કમિટીની બેઠકમાં કરાયેલી ઘોષણા : ‘‘નિતાકત'' કાયદો અમલી થશેઃ દર ૧૦ વિદેશી કામદાર દીઠ ૧ સ્‍થાનિક કામદારની નિમણુંક ફરજીયાત

વીઝાની મુદત પુરી થયા બાદ પણ સાઉદી અરેબિયામાં રોકાઇ પડેલા ભારતીય મજુરોના વીઝા રીન્‍યુ કરી અપાશે અથવા વતનમાં પરત ફરવા દેવાશેઃ જોઇન્‍ટ ગૃપ કમિટીની બેઠકમાં કરાયેલી ઘોષણા : ‘‘નિતાકત\'\' કાયદો અમલી થશેઃ દર ૧૦ વિદેશી કામદાર દીઠ  ૧ સ્‍થાનિક  કામદારની  નિમણુંક ફરજીયાત

       

       

            દુબઇઃરોજીરોટી માટે સાઉદી અરેબીયા ગયેલા તથા વીઝાની મુદત પુરી થયા બાદ રોકાઇ પડેલા ભારતીય મજુરોને ફરીથી કામે  ચડી શકવાની સગવડ આપવાની અથવા તો વતનમાં પરત ફરી શકવાની જોગવાઇ તાજેતરમાં ૨૮ એપ્રિલ ૨૦૧૩ના રોજ  મળેલી  જોઇન્‍ટ ગૃપ કમિટીના મીટીંગ દરમિયાન સાઉદી અરેબિયાની મિનીસ્‍ટ્રીઓફ લેબર દ્વારા ઘોષણા કરાઇ છે. જેના થકી અનેક ભારતીય મજુરોએ રાહતનો દમ લીધો છે.

            જોઇન્‍ટ ગૃપ કમિટીની મીટીંગમાં થયેલ અન્‍ય ચર્ચાઓ મુજબ સાઉદી અરેબિયામાં સ્‍થાનિક નાગરિકોને  બેરોજગારી સમસ્‍યામાંથી મુકિત અપાવવા ‘‘નિતાકત''નામક કાયદો અમલી બનાવવાનું નક્કી થયુ છે. જે મુજબ દર ૧૦ વિદેશી કામદારો દીઠ ૧ સ્‍થાનિક કામદારને નોકરીમાં રાખવાની કંપનીઓને ફરજ પડશે.

            જોઇન્‍ટ ગૃપ કમિટીની બેઠકમાં સાઉદી અરેબિયાના લેબર મિનીસ્‍ટર શ્રી આદેલ ફકૈહ તથા ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે વિદેશી બાબતોના પ્રધાન શ્રી વ્‍યાલાર રવિ હાજર રહ્યા હતા.

            અત્રે ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં ૨૦ લાખ જેટલા ભારતીય મજુરો વસે છે. જેમના હિતોની વધુ ચર્ચા કરવા માટે જોઇન્‍ટ ગૃપ કમિટીની મીટીંગ હજુ આગામી સપ્તાહમાં અન્‍ય મુદ્દાઓની ચર્ચા કરવા માટે મળશે.

       

 (12:23 am IST)
[social_media]
 
 
[all_news_right_side]