NRI Samachar

News of Saturday, 4th May, 2013

જીવન ઉપયોગી સાહિત્‍ય સર્જનમાં માહેર બની ચૂકેલા શ્રી વિજય શાહ દ્વારા ૨ નવા વિષયોનું સર્જનઃ ‘‘વસવાટે વિદેશ'' તથા ‘‘મન કેળવો તો સુખ'': વિદેશ જતાં પ્રવાસીઓ માટેની માર્ગદર્શિકા તથા હકારાત્‍મક જીવન પધ્‍ધતિની લઘુકથાઓ ‘‘ગાગરમાં સાગર''સમાનઃ બંને કૃતિઓ વહેલી તકે પુસ્‍તક રૂપે પ્રસિધ્‍ધ થાય તેવી શુભેચ્‍છા પાઠવતો વિશાળ ચાહકવર્ગ

જીવન ઉપયોગી  સાહિત્‍ય સર્જનમાં માહેર બની ચૂકેલા શ્રી વિજય શાહ દ્વારા ૨ નવા વિષયોનું સર્જનઃ ‘‘વસવાટે વિદેશ\'\' તથા ‘‘મન કેળવો તો સુખ\'\': વિદેશ જતાં પ્રવાસીઓ માટેની માર્ગદર્શિકા તથા હકારાત્‍મક જીવન પધ્‍ધતિની લઘુકથાઓ ‘‘ગાગરમાં સાગર\'\'સમાનઃ બંને કૃતિઓ વહેલી તકે પુસ્‍તક રૂપે પ્રસિધ્‍ધ થાય તેવી શુભેચ્‍છા પાઠવતો વિશાળ ચાહકવર્ગ

       

       

            અવલોકનઃ  સરળ તથા રસમય શૈલીમાં ગાગરમાં સાગર સમાન જીવન ઉપયોગી સાહિત્‍ય સર્જનમાં માહેર બની ચૂકેલા સિધ્‍ધહસ્‍ત લેખક શ્રી વિજય શાહએ તેમના  અગાઉ પ્રસિધ્‍ધ થઇ ચૂકેલા ૨ પુસ્‍તકો ‘‘નિવૃતિની પ્રવૃતિ '' તથા ‘‘નિવૃતિ વિજ્ઞાન''ને મળેલા  જબ્‍બર પ્રતિસાદથી પ્રેરાઇને  ૨ અન્‍ય  નવા પુસ્‍તકો પ્રસિધ્‍ધ  કર્યા છે.

            ‘‘વસવાટે વિદેશ''તથા ‘‘મન કેળવો તો સુખ'' બંને પુસ્‍તકોમાં લેખકે  સમાજના  બે વર્ગોને ઉપયોગી તેવું વાંચન પીરસ્‍યુ છે. એક વર્ગ એટલે વિદેશ જવા ઈચ્‍છુક પ્રવાસીઓ  માટે માર્ગદર્શિકા  સમાન  પુસ્‍તક ‘‘વસવાટે વિદેશ'' છે. જ્‍યારે બીજુ પુસ્‍તક સમાજના વિશાળ વર્ગને  આવરી લેતુ ‘‘મન કેળવો તો સુખ'' છે. જેમાં હકારાત્‍મક જીવન પધ્‍ધતિ માટે માત્ર સલાહો નહીં પરંતુ ચોંટદાર લઘુકથાઓ પેશ કરી લેખકે સુખી જીવન જીવવાની પધ્‍ધતિની ‘‘માસ્‍ટર કી બતાવી''દીધી છે.

            ગ્‍લોબલ ગુજરાત ન્‍યુઝ તથા ગુજરાત ન્‍યુઝ લાઇનમાં પ્રસિધ્‍ધ થયેલા લેખકના બંને પુસ્‍તકો તેઓના અગાઉના પ્રકાશનોની માફક જ પુરેપુરા લોકાયોગ્‍ય બનશે. એટલુ જ નહીં બહું ટુંકા ગાળામાં પુસ્‍તકરૂપે  પ્રસિધ્‍ધી પામશે. જે માટે પ્રકાશન પુછપરછ આવકાર્ય હોવાનું જણાવ્‍યુ છે.

            લેખક દ્વારા ઉત્તરોત્તર સમાજોપયોગી સાહિત્‍ય લોકાયોગ્‍ય ભાષામાં પ્રસિધ્‍ધ થતું રહે તેવી ‘‘અકિલા'' શુભેચ્‍છા પાઠવે છે.

       

 (12:34 am IST)
[social_media]
 
 
[all_news_right_side]