NRI Samachar

News of Monday, 6th May, 2013

દક્ષિણ આફ્રિકામાં યુવતિ સાથે આડા સંબંધ મામલે ભારતીય મુળના વિદ્યાર્થી દર્શન મોડલેની ચાકુ મારી કરાયેલી હત્‍યા : મૃતકનો ભાઇ ઘાયલ : ટોળા દ્વારા સામુહિક હુમલો

દક્ષિણ આફ્રિકામાં યુવતિ સાથે આડા સંબંધ મામલે ભારતીય મુળના વિદ્યાર્થી દર્શન મોડલેની ચાકુ મારી કરાયેલી હત્‍યા : મૃતકનો ભાઇ ઘાયલ : ટોળા દ્વારા સામુહિક હુમલો

      જોહાન્‍સ બર્ગ : દક્ષિણ આફ્રિકામાં એક યુવતિ સાથેના આડા સંબંધ અંગેના મામલામાં ભારતીય મુળના ૧૬ વર્ષીય વિદ્યાર્થી દર્શન મોડલેની ચાકુ મારી હત્‍યા કરાઇ છે. તથા તેના ભાઇ ૧૮ વર્ષીય રેવરશીન પણ ગંભીર રીતે ઘવાયો હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

      ભારતીયોની વધુ વસતિ ધરાવતા ચેપ્‍સવર્થ ઉપનગરમાં બંને ભાઇઓ ઉપર હુમલો કરી, ચાકુ મારી, બંનેને મરી ગયેલા સમજી ટોળુ ભાગી છુટયું હતું. ઘાયલ રેવરશીનને હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે.

      આ અગાઉ પણ છોકરીના મામલે સ્‍કુલમાં દર્શન ઉપર ચાકુથી હુમલો થયો હતો.

 (11:41 pm IST)
[social_media]
 
[all_news_right_side]