NRI Samachar

News of Monday, 6th May, 2013

અમેરિકામાં સાઉથ કેરોલીના ગવર્નર ભારતીય મૂળના સુશ્રી નિક્કી હેલી વિરૂધ્‍ધ ડેમોક્રેટીક પાર્ટીના આગેવાને અણછાજતી કોમેન્‍ટ કરીઃ ‘‘હેલીને હરાવીને હેલ એટલે કે નરકમાં એટલે કે ભારતમાં પરત મોકલી દેવા છે'': ચૂંટણીમાં હારશે તેવું કહેવાનો હેતુઃ માફી માંગવાનો ઈન્‍કાર

અમેરિકામાં સાઉથ કેરોલીના ગવર્નર ભારતીય મૂળના સુશ્રી નિક્કી હેલી વિરૂધ્‍ધ  ડેમોક્રેટીક પાર્ટીના આગેવાને અણછાજતી  કોમેન્‍ટ કરીઃ ‘‘હેલીને હરાવીને હેલ એટલે કે નરકમાં એટલે કે ભારતમાં પરત મોકલી દેવા છે\'\': ચૂંટણીમાં હારશે તેવું કહેવાનો હેતુઃ માફી માંગવાનો ઈન્‍કાર

      ન્‍યુયોર્કઃ યુ.એસઃ અમેરિકામાં  સાઉથ કેરોલીના ગવર્નર ભારતીય મૂળના સુશ્રી નિક્કી હેલી વિરૂધ્‍ધ   અણછાજતી ટીપ્‍પણી  કરી  તેમને  આગામી  ચૂંટણીમાં તેઓને હરાવીને  હેલ એટલે કે  નરકમાં એટલે કે પોતાના વતન ભારતમાં પરત મોકલી દેવા છે તેવું વિધાન કરનાર ડેમોક્રેટીક  પાર્ટીના સ્‍ટેટ ચેરમેન  ડીક હાર્યુટલીઅનએ કરતા ક્ષણીક હાસ્‍યનું મોજુ ફરી વળ્‍યુ હતુ.  પરંતુ બાદમાં રીપબ્‍લીક પાર્ટીના  સભ્‍યો દ્વારા  પસ્‍તાળ પડી હતી.

      ડેમોક્રેટીક  પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે યોજાયેલ ડીનર પાર્ટીમાં હરીફ ઉમેદવાર રીપબ્‍લીકન પાર્ટીના વર્તમાન ગવર્નર  ભારતીય મૂળના નિક્કી હેલી વિરૂધ્‍ધ  ઉપરોકત ટીપ્‍પણી કરાઇ હતી. જેના હેતુ નિક્કી હારશે તેવું કહેવાનો હતો.

      નિક્કી હેલી વતી  તેમના પ્રવકતા રોબી ગોડફ્રેએ ડેમોક્રેટીક પાર્ટીના આગેવાનની ટીકા કરી પાર્ટીની કક્ષા કેટલી નીચી છે તેમ જણાવ્‍યુ હતું ેં

      અત્રે ઉલ્લેખનીય છે કે નિક્કી હેલીના માતા પિતા શીખ છે. જેઓ યુ.એસ.માં આવીને વસ્‍યા છે. ડેમોક્રેટીક પાર્ટીના આગેવાને ઉપરોકત વિધાન કરવા બદલ માફી માંગવાનો ઈન્‍કાર કરી દીધો છે તેવું જાણવા મળેલ છે.

       

 (11:42 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]