NRI Samachar

News of Monday, 6th May, 2013

‘‘રીગણામાં ગણપતિ'' ઇગ્‍લેન્‍ડના લેસ્‍ટર મુકામે કેટરર્સના વ્‍યવસાયી ભારતીય મુળના પ્રફુલભાઇને રીગણામાં સૂંઢવાળા ગણપતિ બાપા જોવા મળ્‍યાઃ કામચલાઉ મંદિર ઊભું કર્યુઃ વાયુવેગે વાત પ્રસરતા રીંગણામાં બિરાજમાન ગણપતિના દર્શન માટે ઉમટી રહેલા ભાવિકો

      લેસ્‍ટરઃઈંગ્‍લેન્‍ડઃ  ઈંગ્‍લેન્‍ડમાં રીંગણામાં શૂંઢ સાથેના ગણપતિ જોવા મળતા કેટરર્સના વ્‍યવસાયી ભારતીય મૂળ પ્રફુલ  વિશ્રામને ત્‍યાં ભાવિકોનો ઘસારો થઇ રહ્યો છે. તેવું સ્‍થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

      લેસ્‍ટર સ્‍થિત૬૧ વર્ષીય પ્રફુલભાઇએ શાકભાજીના બોક્ષમાં  રહેલા ૧ રીંગણામાં  આબેહુબ શુંઢવાળા ગણપતી બાપાનું દ્રશ્‍ય જોતા તેણે પોતાના વ્‍યવસાયના સ્‍થળ ઉપર જ એક અલગ કમરામાં તે રાખી અન્‍ય હિંદુઓને જાણ કરી હતી.

      વાયુવેગે સમાચાર ફેલાતા ૮૦ જેટલા હિંદુ ભાવિકો રીંગણામાં બિરાજમાન ગણપતિ બાપાના દર્શન કરવા ઉમટી પડયા હતા.

      પ્રફુલભાઇ એમ માને છે કે રીંગણામાં પ્રગટ થઇ ગણપતી બાપાએ પોતાના ઉપર અમી દ્રષ્‍ટિ કરી છે. જેનાથી તેઓને બહુ ટુંક સમયમાં જ સુખ અને સમૃધ્‍ધિ મળશે. તેમણે એક રૂમમાં જ કામચલાઉ મંદિર ઉભુ કરી દીધુ છે. જ્‍યાં દર્શન કરવા માટે ભાવિકો આવી રહ્યા છે.

       

 (11:43 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]