NRI Samachar

News of Tuesday, 7th May, 2013

ઓવરસીસ સીટીઝન ઓફ ઇન્ડીયા (OCI) અંગેના નિયમોમાં ભારતની સરકારનો અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવો કારભાર ઃ સરકારના અવિચારી વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્યો પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે ઉચ્ચસ્તરે રજુઆતો કરાતા હવે શાન ઠેકાણે આવી ઃ પ૦ વર્ષથી વધુ વયના OCI ધરાવતી વ્યકિતઓને વીઝા રીવ્યુ કરાવવામાંથી મળેલી મુકિત

ઓવરસીસ સીટીઝન ઓફ ઇન્ડીયા (OCI) અંગેના નિયમોમાં ભારતની સરકારનો અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવો કારભાર ઃ સરકારના અવિચારી વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્યો પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે ઉચ્ચસ્તરે રજુઆતો કરાતા હવે શાન ઠેકાણે આવી ઃ પ૦ વર્ષથી વધુ વયના OCI ધરાવતી વ્યકિતઓને વીઝા રીવ્યુ કરાવવામાંથી મળેલી મુકિત

      

      

            (સુરેશ શાહ દ્વારા) બા ર્ટલેટ (શિકાગો) ઃ ભારત સરકારે (      OCI      ) અંગેના નિયમોમાં લીધેલા તઘલખી નિર્ણયોથી  અમેરિકામાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્યોમાં તીવ્ર અસંતોષની લાગણી પ્રસરી જવા પામી હતી અને અનેક ભારતીય સંગઠનોએ તે અંગે ઉચ્ચસ્તરે રજુઆત કરાતો તેનો યોગ્ય પડધો પડયો હતો અને હવે (      OCI      ) અંગેના નિયમોમાં જરૃરી સુધારાઓ કરી તેને હળવા બનાવતાં સમગ્ર અમેરિકામાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્યોમાં થોડી રાહતની લાગણી પ્રસરેલી જોવા મળે છે.

            ભારત સરકારે (OCI      ) અંગેના જે નિયમો બનાવેલા છે અને તેનો અમલ શરૃ કરાતા અત્યાર સુધીમાં એક અંદાજ અનુસાર આઠ લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો પરંતુ ભારત સરકારના અધીકારીઓએ કોઇને પણ જરૃરી માહિતી કરતા  અત્રે વસવાટ કરતા ભારતીય પરિવારોમાંં તીવ્ર અસંતોષ ફેલાવા પામ્યો હતો. ભારતીય સંગઠન તથા રાજકીય પક્ષના આગેવાનો તેમજ સીનીયર એસોસીએસન્સના અગ્રણીઓએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂ કરાતાં તેના સાનુકુળ પ્રત્યાઘાતો પડયા હતા અને સરકારે હવે તેમાં જરૃરી સુધારાઓ કર્યા છે જેમાં પ૦ વર્ષથી વધુ વય ધરાવતી વ્યકિતઓએ જેમણે (OCI      ) મેળવેલ હશે તેવી વ્યકિતઓએ પોતાના હાલના પાસપોર્ટની મુદત પુરી થવા અગાઉ નવો પાસપોર્ટ કરાવી લેવાનો હોય છે અને તે નવા પાસપોર્ટમાં હવે વીઝા ટ્રાન્સફર કરાવવાનો રહેશે નહીં. આવી વ્યકિતઓ જો ભારતના પ્રવાસે જાય ત્યારે નવો અને જુનો અમેરિકન પાસપોર્ટ તથા (OCI      )ની ચોપડી અથવા બુકલેટ એમ ત્રણ દસ્તાવેજો મુસાફરી કરતી વખતે સાથે રાખવાના રહેશે.

            (OCI      ) અંગેના હાલના નિયમો છે તેમાં ભારત સરકારે કોઇપણને જાણ કર્યા વિના પોતાની મનસુફી પ્રમાણે એક નવો ફતવો બહાર પાડી પ૦ વર્ષથી વધુ વયની વ્યકિતઓએ જો (      OCI      ) મેળવ્યું હોય તો તેવી વ્યકિતઓએ પોતાનો નવો અમેરિકન પાસપોર્ટ આવે ત્યારે જુના પાસપોર્ટનો વીઝા નવા પાસપોર્ટમાં રીન્યુ કરાવી લેવા સુચના આપવામાં આવી હતી. આ અંગે ર૮ ડોલર ફી તથા ૧ર ડોલર ટ્રાવીઝા આઉટ સોર્સીંગ સેન્ટરને તમામ જરૃરી કાર્યવાહી કરવાની ફી મળી કુલ્લે ૪૦ ડોલર આપવાના થતા હતા.

            આ અંગે વિશેષમાં જણાવવાનું કે જયારે અમેરિકામાં સરકાર હાલના નિયમોમાં જરૃરી સુધારા વધારા કરવા માંગતી હોય તો તેની જાહેરાત ગેઝેટમાં કરવામાં આવે છે અને જનતા પાસે તે અંગેના સુચનો નિયમ મુદતમાં માંગવામાં આવે છે આ સુચનો આવ્યા બાદ તેના પર જરૃરી વિચારણા કર્યા બાદ તેને કાયદાનું સ્વરૃપ આપી તેના અમલ માટે પાછા ગેઝેટમા તે પ્રસિધ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો અમલ શરૃ થાય છે જયારે ભારત અને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે તો ત્યાં કેમ આવી પ્રથા નથી એ સમજી શકાતુ નથી. શા માટે જો હાલના નિયમોમાં જરૃરી સુધારાઓ કરવાના હોય તો વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો પાસે આ અંગેના અભિપ્રાયો અથવા સુચનો માંગવામાં આવતા નથી અને અધીકારીઓના મનમાં જે વિચારો આવે તેનો અમલ શરૃ કરવા ફરજ પાડવામાં આવે છે ભારત સરકારે આ બાબતમાં ગંભીર પણે વિચારણા કરવાની જરૃર છે અને તે મુજબ પગલાં ભરવા જોઇએ એવી માન્યતા વિદેશોમાં વસવાટ કરતા તમામ ભારતીયો ઇચ્છે એ સ્વાભાવિક છે.

            આ અંગે વિશેષમાં જાણવા મળે છે તેમ ન્યુયોર્ક નજીક કવીન્સ ટાઉનમાં કેરાલા કલ્ચરલ એસોસીએશન ઓફ ન્યુયોર્કના આશ્રયે એક ટાઉન હોલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુયોર્કની કોન્સ્યુલેટ ઓફિસના અધિકારીઓએ પણ હાજરી આપી હતી. આ વેળા કોન્સ્યુલેટના અધિકારી આર. એન. દહિઆએ ટાઉન હોલ મીટીંગમાં હાજર રહેલા ભારતીય સમાજના લોકોને (      OCI      ) અંગે  માહિતી આપતા જણાવ્યું હતું કે તમોને નવા નિયમો અંગે અનેક પ્રકારની અડચણો પડી હશે પરંતુ તેમાં જરૃરી સુધારાઓ કરવામાં આવેલ છે જેમાં પ૦ વર્ષથી વધુ વયના OCI પ્રાપ્ત કરેલ વ્યકિતઓએ હવેથી નવો અમેરિકન પાસપોર્ટ પ્રાપ્ત થતાં તેમાં વીઝા ટ્રાન્સફર કરવાનો રહેશે નહીં પરંતુ બીજી અન્ય ઉંમરના લોકો માટે તે ટ્રાન્સફર કરાવવાનો રહેશે.

            તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે જો તમારા ભારતીય પાસપોર્ટ ગુમ થઇ ગયેલો હોય તો હવે પોલીસ રીપોર્ટ જોઇશે નહીં પરંતુ આવી વ્યકિતઓએ એફીડેવીટ રજુ કરવાની રહેશે અને તે નોટરાઇઝ કરેલી હોવી જોઇએ.

            આ ટાઉન હોલ મીટીંગ હાજર રહેલા કેટલાક લોકોએ એવી રજૂઆત કરી હતી કે જયારે OCI       ની અરજી કરવામાં આવે છે ત્યારે તમામ દસ્તાવેજો રજૂ કરવાથી       OCI       આપવામાં આવે છે. પરંતુ જયારે નવી અરજી કરવામાં આવે ત્યારે પણ આવાજ દસ્તાવેજો પાછા માંગવામાં આવે છે માટેે આવા નિયમો દૂર કરવા જોઇએ છ એવી રજુઆત કરવામાં આવી હતી.

             કોન્સ્યુલેટ કે સરકારમાં બેઠેલા અધીકારીઓને આગળના રેકોર્ડો તપાસવા નથી અને તમામ લોકોને તૈયાર દસ્તાવેજો જોઇએ છે  તેથી આવા ન જોઇતા ફતવા સત્તાવાળાઓ બહાર પાડે છે પરંતુ આ ખાતાના પ્રધાનોમાં પણ એટલી વિવેક બુધ્ધિ પણ નથી કે આવી પ્રથાને અટકાવે અને તમામ કાર્ય સરળ બનાવે અરે કુવામાં જો પાણી હોય તો અવેડામાં આવે ને.

      
 (12:38 am IST)
[social_media]
 
 
[all_news_right_side]