NRI Samachar

News of Tuesday, 7th May, 2013

ઓસ્ટ્રોલિયાની હોસ્પિટલમાં દર્દી સાથે અનુચિત સ્પર્શ તથા અભદ્ પ્રશ્ન કરવાના આરોપસર ભારતીય મૂળના સુહૈલ દુરાનીને ફરમાવાયેલી ૧૮ માસની સજા પૂર્ણઃ ભારત પરત હકાલપટ્ટી કરવાના નિર્ણય સામે કરેલી અપીલ માન્યઃ વીઝા રદ કરવાથી ૪ વર્ષના પુત્ર ઉપર થનારી માનસિક અસર ધ્યાને લેવાઇઃ ફરીવાર કોઇ ગંભીર ગુનો નહીં કરે તેવી અપેક્ષા રાખતા જ્જ

            ન્યુ દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં દર્દી સાથે અનુચિત રીતે સ્પર્શ કરવાના તથા અભદ્ સવાલ પૂછવાના આરોપસર ૧૮ મહિનાની જેલ સજા પામેલા ભારતીય મૂળના ૩૬ વર્ષીય સુહેલ દુરાનીની સજા તાજેતરમાં ફેબ્રુ ૨૦૧૩માં પૂરી થતા તેમના વીઝા પણ રદ કરી ભારત પરત મોકલી દેવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

            ઉપરોકત બાબતે વીઝા રદ કરવાથી પોતાના ૪ વર્ષના બાળકના માનસ ઉપર અસર થશે તેવી અપીલ સુહેલ દુરાનીએ કોર્ટ સમક્ષી કરી હતી. જેમાં તેની પત્ની ફલકએ પણ સૂર પૂરાવતા જણાવ્યુ હતું કે ૪ વર્ષના બાળકને પિતાની ગેરહાજરી સાલશે.

            કોર્ટએ તારણ કાઢતા જણાવ્યુ હતું કે વીઝા રદ કરવાથી બાળકના માનસ ઉપર વિપરિત અસર થવાની સંભાવના છે. વળી સુહેદ એક વાર સજા ભોગવી લીધા બાદ હવે ફરીવાર કોઇ ગંભીર ગુનો કરે તેવું લાગતુ નથી. તેથી તેના વીઝા નિર્ણય રદ કરવાનો નિર્ણય રદ કરવામાં આવે છે.

 (12:40 am IST)
[social_media]
 
[all_news_right_side]