NRI Samachar

News of Tuesday, 7th May, 2013

US ના વોશીંગ્ટન સ્ટેટમાં સીટી કાઉન્સીલર તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી વંદના સ્લેટરઃ વોશીંગ્ટન સ્ટેટ બોર્ડ ઓફ ફાર્મસીમાં સેવા આપી ચૂકેલા, તથા પબ્લીક લીડર તરીકે નામના ધરાવતા સુશ્રી વંદના ફન્ડ રેઇઝીંગમાં પણ અગ્રેસર

            ન્યુયોર્કઃ યુ.એસ.ના વોશીંગ્ટન સ્ટેટમાં આવેલા બેલેવ્યુ સીટીના કાઉન્સીલ મેમ્બર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી વંદના સ્લેટર ચૂંટણી લડી રહયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. તેઓ તેમના પ્રતિસ્પર્ધી ડોન ડેવિડસનતો મુકાબલો કરશે.

            સુશ્રી વંદના પબ્લીક લીડર તરીકે નામના ધરાવે છે. તેમજ તેઓ અમેરિકન બાયોફાર્માસ્યુટીકલ કંપનીમાં સેવાઓ આપી રહ્યા છે. તેમણે વોશીંગ્ટન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. તેમજ બ્રિટીશ કોલમ્બીઆની યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી મેળવી છે. તથા ફાર્મસી વિષય સાથે ડોકટરેટ કર્યુ છે. ઉપરાંત ૨૦૦૭ની સાલમાં  તેઓ વોશીંગ્ટન સ્ટેટ બોર્ડ ઓફ ફાર્મસીમાં નિમણુંક મેળવી ચૂકયા છે.

            ફન્ડ રેઇઝીંગમાં પણ તેઓ અગ્ર સ્થાને હોવાનું જાણવા મળે છે. તેમણે ૫૫૦૦૦ ડોલર જેટલી રકમ એકત્રિત કરી છે.

       

       

 (01:03 am IST)
[social_media]
 
 
[all_news_right_side]