NRI Samachar

News of Tuesday, 7th May, 2013

અમેરિકામાં ''૨૦૧૨ પ્રેસિડન્ટલ એન્વાયર મેન્ટલ યુથ એવોર્ડ'' વિજેતા બનતો ભારતીય મૂળનો ૧૨ વર્ષીય ટેણીયો પાવન રાજ ગોવડાઃ બાળવાર્તાઓનો લેખક, ગ્રીન સ્ટાર એવોર્ડ વિજેતા તથા ઓસ્ટ્રેલિયાના ચિલ્ડ્રન રેડિયો પ્રોગ્રામનો ઇન્ટરનેશનલ રિપોર્ટર પાવન ગોવડા ભાવિ પેઢી માટે પ્રેરણારૃપ

અમેરિકામાં \'\'૨૦૧૨ પ્રેસિડન્ટલ એન્વાયર મેન્ટલ યુથ એવોર્ડ\'\' વિજેતા બનતો ભારતીય મૂળનો ૧૨ વર્ષીય ટેણીયો પાવન રાજ ગોવડાઃ બાળવાર્તાઓનો લેખક, ગ્રીન સ્ટાર એવોર્ડ વિજેતા તથા ઓસ્ટ્રેલિયાના ચિલ્ડ્રન રેડિયો પ્રોગ્રામનો ઇન્ટરનેશનલ રિપોર્ટર પાવન ગોવડા ભાવિ પેઢી માટે પ્રેરણારૃપ

      

      

            સાન ફ્રાન્સિસ્કોઃ યુ.એસઃ યુ.એસ. એનવાયરમેન્ટ પ્રોટેકશન એજન્સીએ તાજેતરમાં ૧૬ એપ્રિલ ૨૦૧૩ના રોજ ''૨૦૧૨ પ્રેસિડન્ટલ એન્વાયર મેન્ટલ યુથ એવોર્ડ'' માટે ફ્રેમન્ટ કેલિફોર્નિયા. સ્થિત ભારતીય મૂળના ૧૨ વર્ષીય વિદ્યાર્થી પાવન રાજ ગોવડાની પસંદગી કરી છે.

            પાવન દ્વારા પર્યાવરણ માટે લેવાતી કાળજીથી પ્રભાવિત થઇ ઉપરોકત એવોર્ડ માટે તેને પસંદ કરાયો છે જેના થકી ભાવિ પેઢીને પ્રેરણા મળશે તેવુ EPA ના પેસીફીક સાઉથવેસ્ટ રીજીયન એડમીનીસ્ટ્રેટર શ્રી જાર્ડ બ્લુમેન્ડ ફેલ્ડએ જણાવ્યું હતુ.

            સાતમા ગ્રેડમાં અભ્યાસ કરતા ૧૨ વર્ષીય વિદ્યાર્થી પાવન એ''ટુ ટેલ્સ ફ્રોમ એ કીડ'' તથા ''જેકોબોય ધ બેટલ ઓફ ફ્રેકીંગ''નામક બાળવાર્તા પુસ્તિકાઓ પણ લખી છે. તે ઓસ્ટ્રેલિયાના ચિલ્ડ્રન રેડિયા પ્રોગ્રામમાં પણ ઇન્ટએશનલ રિપોર્ટર તરીકે પસંદગી પામ્યો છે. તેમજ ગ્રીન સ્ટાર એવોર્ડ વિજેતા છે.

      
 (12:42 am IST)
[social_media]
 
 
[all_news_right_side]