NRI Samachar

News of Tuesday, 7th May, 2013

US ની કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા ''૨૦૧૩ ઉદલ સ્કોલરશીપ'' માટે પસંદ કરાયેલા ૫૦ વિદ્યાર્થીઓમાં ભારતીય મૂળના રિતંકર દાસનો સમાવેશઃ ૨૩૦ જેટલી કોલેજના ૪૮૮ જેટલા વિદ્યાર્થીઓમાંથી કરાયેલી પસંદગીઃ ૫૦૦૦ ડોલરની સ્કોલરશીપ અપાશે

US ની કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા \'\'૨૦૧૩ ઉદલ સ્કોલરશીપ\'\' માટે પસંદ કરાયેલા ૫૦ વિદ્યાર્થીઓમાં ભારતીય મૂળના રિતંકર દાસનો સમાવેશઃ ૨૩૦ જેટલી કોલેજના ૪૮૮ જેટલા વિદ્યાર્થીઓમાંથી કરાયેલી પસંદગીઃ ૫૦૦૦ ડોલરની સ્કોલરશીપ અપાશે

      

      

            
            યુ.એસ.ઃ યુ.એસ.ના બર્કલમાં આવેલી કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા ૪૩ જેટલી     કોલેજોમાંથી ૨૦૧૩ ઉદલ સ્કોલરશીપ માટે પસંદ  કરાયેલા પ૦ વિદ્યાર્થીઓમાં ભારતીય મૂળના વિદ્યાર્થી  રિતંકર દાસનો સમાવેશ થયો છે.

            પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત  રહેવા, સ્થાનિક અમેરિકન પ્રજાના આરોગ્ય માટે કાળજી  લેવા, એકેડમીક  સિધ્ધીઓ મેળવવા, તેમજ પબ્લીક સર્વીસ માટે ઉત્સુક રહેવા તૈયારી બતાવતા પ૦ યુવાનોની પસંદગી કરવા  માટે ૧૪ નિર્ણાયકોની પેનલ તૈયાર કરાઇ હતી.

            ઉદલ સ્કોલરશીપ માટે ૪૮૮ જેટલા સ્પર્ધકો હતા. પસંદ થયેલા વિદ્યાર્થીઓને ૫૦૦૦ ડોલરની સ્કોલરશીપ અપાશે.

      
 (12:44 am IST)
[social_media]
 
 
[all_news_right_side]