NRI Samachar

News of Tuesday, 7th May, 2013

US ની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીની કોલેજ ઓફ સાયન્સના ડિન તરીકે ભારતીય મૂળના પ્રોફેસર શ્રી શાસ્ત્રી પન્ટુલાની પસંદગીઃ ભારતની સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોલકતાના પૂર્વ વિદ્યાર્થી શ્રી શાસ્ત્રી દ્વારા દેશનું નામ રોશન

            યુ.એસ.ઃ યુ.અસ.ની નોર્થ કેરોલીના યુનિવર્સિટીમાં ૨૦૧૦ની સાલથી સ્ટેટીસ્ટીક પ્રોફેસર  તરીકે સેવા  આપતા મૂળના  શ્રી શાસ્ત્રી પન્ટુલાની પસંદગી ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીની (      OSU      ) કોલેજ ઓફ સાયન્સના ડીન તરીકે થઇ છે. તેઓ આગામી ૩૦ ઓગષ્ટથી હોદો સંભાળશે.

            શ્રી શાસ્ત્રી અમેરિકન સ્ટેટીસ્ટીકલ એશોશીએશન સાથે પણ જોડાયેલા છે. તેમણે અનેક અન્ડર ગ્રેજ્યુએટ તથા ગ્રજ્યુએટ વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રોત્સાહિત કરેલા છે. જે માટે તેમણે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પાસેથી  ૭ મિલીયન ડોલર મેળવેલા છે.શ્રી  શાસ્ત્રીએ   નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ઉપરાંત યુ.એસ. ફીશ એન્ડ વાઇલ્ડ લાઇફ  સર્વીસ તથા યુ.એસ. એન્વાયમેન્ટલ પ્રોટકશન એજન્સી  તેમજ યુ.એસ. બ્યુરો  ઓફ સેશન્સ સહિતના ક્ષેત્રોમાં સેવાઓ આપેલી છે.

            તેમણે ભારતની સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોલકતામાંથી બેચલર અને માસ્ટર ડીગ્રી મેળવી છે. તેમજ યુ.એસ.ની લોવા સ્ટેટ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની પદવી મેળવી છે.

 (12:46 am IST)
[social_media]
 
[all_news_right_side]