NRI Samachar

News of Tuesday, 7th May, 2013

''ગાયત્રી ચેતના સેન્ટર'' સંચાલિત ''બાલ સંસ્કાર સ્કુલ''ના ઉપક્રમે ન્યુજર્સીમાં યોજાઇ ગયેલો ''ટ્રી પ્લાન્ટેશન કમ્પેઇન'', ''વૃક્ષ ગંગા અભિયાન''ઃ પર્યાવરણની સમતુલા જાળવવાનો હેતુ ઃ વિદ્યાર્થીઓ, વાલિઓ, તથા વોલન્ટીયર્સ દ્વારા ઉમંગભેર કરાયેલા ૫૦ જેટલા વૃક્ષોનું વાવેતરઃ સતત ૨ વર્ષ સુધી ઉછેરની કાળજી લેવાશેઃ ગાયત્રી મંત્રના જાપ, આચાર્ય શ્રી ત્રિપાઠીજીનું ઉદબોધન તેમજ શ્રી જોહન નેપ દ્વારા પ્રોત્સાહનઃ ''લીવ ફોર ટુ ડે'' પ્લાન્ટ ફોર ટુ મોરો

\'\'ગાયત્રી ચેતના સેન્ટર\'\' સંચાલિત \'\'બાલ સંસ્કાર સ્કુલ\'\'ના ઉપક્રમે ન્યુજર્સીમાં યોજાઇ ગયેલો \'\'ટ્રી પ્લાન્ટેશન કમ્પેઇન\'\', \'\'વૃક્ષ ગંગા  અભિયાન\'\'ઃ પર્યાવરણની સમતુલા જાળવવાનો હેતુ ઃ વિદ્યાર્થીઓ, વાલિઓ, તથા વોલન્ટીયર્સ દ્વારા ઉમંગભેર  કરાયેલા ૫૦ જેટલા વૃક્ષોનું વાવેતરઃ  સતત ૨ વર્ષ સુધી ઉછેરની  કાળજી લેવાશેઃ ગાયત્રી મંત્રના જાપ, આચાર્ય શ્રી ત્રિપાઠીજીનું ઉદબોધન તેમજ શ્રી જોહન નેપ દ્વારા પ્રોત્સાહનઃ \'\'લીવ ફોર ટુ ડે\'\' પ્લાન્ટ ફોર ટુ મોરો

      

      

            દિપ્તીબેન જાની દ્વારાઃ ન્યુજર્સીઃ ''વૃક્ષ ગંગા અભિયાન'' અથવા તો ''ટ્રી પ્લાન્ટેશન કમ્પેઇન'' માટે કાર્યરત ગાયત્રી પરિવારના વિશ્વવ્યાપ્ત સભ્યોના સહયોગથી ''ગાયત્રી ચેતના સેન્ટર''સંચાલિત ''બાલ સંસ્કાર શાળા ''પિસ્કાટા વે ન્યુજર્સીના ઉપક્રમે તાજેતરમાં ૨૭ એપ્રીલ ૨૦૧૩ના ટ્રી પ્લાન્ટેશન કમ્પેઇન યોજાઇ ગયો.

            ૨૦૧૨ની  સાલમાં અમેરિકામાં ત્રાટજ્ઞકેલા  નિમિતે ઙ્ગ હરિકેન સેન્ડીથી અનેક વૃક્ષો ધરાશાઇ થઇ ગયા  છે. સૃષ્ટિની  પર્યાવરણ સમતુલા જાળવી  રાખવાના આશય સાથે  યોજાયેલા ઉપરોકત કમ્પેઇન અંતર્ગત બાલ સંસ્કાર શાળાના  વિદ્યાર્થીઓ, વાલીઓ, તથા વોલન્ટીયર્સ મિત્રો દ્વારા આર્બર ડે નિત્તિે પોઝયુમ ટાઉન પાર્ક, પિસ્કાટા વે મુકામે  પ૦ જેટલા રેડ ઓક તથા ગ્રીન એરા ટ્રીનું વાવેતર કરાયુ હતું. જેનો આગામી વર્ષ દરમિયાન ઉછેર કરતા રહેવાની જવાબદારી કેન્દ્રના વિદ્યાર્થીઓએ લીધી હતી.

            કમ્પેઇનની શરૃઆત ગાયત્રી મંત્રના જાપ સાથે તથા શાંતિ કુંજ હરિદ્વારના આચાર્યશ્રી ત્રિપાઠીજીના ઉદબોધન થી થઇ હતી. તથા પૂજા વિધી પણ કરાઇ હતી. કમ્પેઇનમાં ઉપસ્થિત પિસ્કાટા વે રિક્રિએશન ડિપાર્ટમેન્ટના શ્રી જોહન નેપ દ્વારા બાલ સંસ્કાર શાળાની પ્રવૃતિઓને  બિરદાવાઇ હતી. બાદ તમામએ  વૃક્ષારોપણ કર્યુ હતું. સાથોસાથ ગાયત્રી મંત્રના જાપ પણ કર્યા હતા. કમ્પેઇનમાં ''લીવ ફોર ટુ ડે'' પ્લાન્ટ  ફોર ટુ મોરો'' સુત્ર છવાઇ ગયુ હતું.

            બાલ સંસ્કાર સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમવાર  યોજાયેલા ટરી પ્લાન્ટેશન કમ્પેઇન માટે ન્યુજર્સી ટ્રી ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે અપાયેલા રોપાઓ બદલ ગાયત્રી ચેતના સેન્ટરએ આભાર વ્યકત કર્યો હતો.

            ઉપરાંત હોમ ડેપો દ્વારા વિનામૂલ્યે અપાયેલ ખાતર તથા માટી બદલ પણ આભાર વ્યકત કરાયો હતો. બાલ સંસ્કાર સ્કુલના વિદ્યાર્થીઓને નિસ્વાર્થ સેવાના  સંસ્કાર મળવા બદલ સૌએ ખુશી વ્યકત કરી હતી. તેવું શ્રી પાર્થ દેસાઇની યાદી  જણાવે છે.

      
 (12:47 am IST)
[social_media]
 
 
[all_news_right_side]