NRI Samachar

News of Tuesday, 7th May, 2013

મે ર૦૧૩ માસ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી ઃ ચાલુ માસ દરમ્યાન કૌટુમ્બીક આધારિત ચોથી કેટેગરી કે જે ભાઇ બહેનની કેટેગરી તરીકે ઓળખાય છે તે એક પણ અઠવાડીયું આગળ વધેલ નથી ઃ બાકીની તમામ કેટેગરીઓ બેથી દસ અઠવાડીયા આગળ વધેલ છે ઃ રોજગાર આધારીત ઇ-ર અને બીજા અન્ય કામદારોની કેટેગરી બબ્બે અઠવાડીયા આગળ વધેલ છે ઃ અન્ય તમામ કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ છે માટે વીઝાની શકયતાઓ રહેલી છે

      

      

            (સુરેશ શાહ દ્વારા)  બાર્ટલેટ (શિકાગો) ઃ મે ર૦૧૩ માસ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોએ અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિધ્ધ કરેલ છે જેનાથી કઇ કેેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે. કૌટુમ્બીક આધારિત ૧ લી અને ર એ કેટેગરી ત્રણ અને દસ અઠવાડીયા ચાલુ માસ દરમ્યાન આગળ વધેલ છે. આ વિભાગની ર-બી અને ત્રીજી કેટેગરી ચાલુ માસ દરમિયાન અનુક્રમે પાંચ અને બે અઠવાડીયા આગળ વધેલ છે. ચોથી કેટેગરી કે જેમાં અમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્યકિતના પુખ્ત વયના ભાઇઓ તથા બહેનોને સમાવેશ થાય છે તે ચાલુ માસ દરમ્યાન એક પણ અઠવાડીયું આગળ વધેલ નથી. ચાલુ માસ દરમ્યાન આ વિભાગની ચોથી કેટેગરી સિવાય અન્ય તમામ કેટેગરીઓ અમુક અઠવાડીયા આગળ વધવા પામેલ હોવાથી જે અરજદારોએ પોતાના કુટુમ્બના સભ્યો માટે પીટીશન ફાઇલ કરેલ છે તેઓમાં રાહતની લાગણી ફેલાયેલી જોવા મળે છે.

            ચાલુ માસ દરમ્યાન રોજગાર આધારીત ઇ-ર કેટેગરી અચાનક એક પણ અઠવાડીયું આગળ વધેલ નથી. ગયા માસ દરમ્યાન પણ આ કેટેગરી એક પણ અઠવાડીયું આગળ વધેલ ન હતી. ચાલુ માસ દરમિયાન ઇ-૩ કેટેગરી બે અઠવાડીયા આગળ વધેલ છે જયારે બીજા અન્ય કામદારોની કેટેગરી પણ બે અઠવાડીયા આગળ વધેલ છે. આ વિભાગની બાકીની તમામ કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવાથી જો કોઇ પણ ઉમેદવાર અમેરિકા આવવા ઇચ્છતો હોય અને તે વીઝા માટે અરજી કરે તો તેને સહેલાઇથી વીઝા મળવાની શકયતાઓ રહેલ છે. પરંતુ અરજદારે ઇમીગ્રેશન ખાતાના હાલના જે કાયદાઓ છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને તેમ ન કરનારને કદાચ વીઝા ન પણ મળી શકે. આ અંગે ઇમીગ્રેશન ખાતાના કાયદાના નિષ્ણાંતોની સલાહ લેવી યોગ્ય થઇ પડશે.

            આ અંગે વિશેષમાં જાણવા મળે છે તેમ મે -ર૦૧૩ માસ દરમ્યાન કૌટુમ્બીક આધારીત વિભાગની ચોથી કેટેગરી સિવાય બીજી તમામ કેટેગરીઓ બે થી દસ અઠવાડીયા આગળ વધવા પામેલ હોવાથી પોતાના પરિવારના સંતાનો તથા અન્ય લાભાર્થીઓ માટે તેઓના વડીલો તથા સંબંધીતોએ અમેરિકા બોલાવવા માટે જરૃરી પીટીશનો ફાઇલ કરેલ છે તેઓમાં સામાન્ય રીતે રાહતની લાગણી પ્રસરેલી જોવા મળે છે. આ વિભાગની ચોથી કેટેગરી કે જેમાં અમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્યકિતના પુખ્ત વયના ભાઇઓ તથા બહેનો માટે જે અરજદારોએ તેમને અત્રે બોલાવવા માટે પીટીશન ફાઇલ કરેલ છે તે કેટેગરી ચાલુ માસ દરમ્યાન એકપણ અઠવાડીયું અગાળ વધવા પામેલ નથી. આથી અરજદારોમાં ઘોર નિરાશાની લાગણી ફેલાયેલી જોવા મળે છે. ચાલુ માસે આ કેટેગરી એક પણ અઠવાડીયું આગળ વધેલ નથી પરંતુ આગામી જુન માસ દરમ્યાન આ કેટેગરી થોડાક અઠવાડીયા આગળ વધશે એવી આશા અરજદારો જોઇ રહ્યા છે.

            રોજગાર આધારિત ઇ-ર કેટેગરી ચાલુ માસ દરમ્યાન એક પણ અઠવાડીયું આગળ વધેલ નથી. ગયા માસ દરમ્યાન પણ આ કેટેગરી એકપણ અઠવાડીયું આગળ વધવા પામેલ ન હતી અને તેના ત્રણ માસ દરમ્યાન પણ આવી જ સ્થિતિ સર્જાવા પામી હતી. ચાલુ માસ દરમ્યાન ઇ-૩ અને બીજા અન્ય કામદારોની કેટેગરીઓ બે અઠવાડીયા આગળ વધેલ છે જયારે અગાઉના મહિનાઓમાં આ કેટેગરી એક અથવા બે અઠવાડીયા આગળ વધેલ હતી.

            ઇમીગ્રેશન ખાતાના હાલના નિયમોમાં ક્રાંતિકારી સુધારાઓ આવી રહેલ છે અને તેની માહિતી અમો અગાઉ અમારા વાંચક વર્ગ માટે પ્રસિધ્ધ કરી ચુકયા છીએ અને જેમ જેમ માહિતીઓ પ્રાપ્ત થશે તેનાથી અમો સૌને માહિતગાર કરતા રહીશું. તેની સૌ વાંચક વર્ગ નોંધ લે.

            મે ર૦૧૩ માસ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી

            કૌટુંમ્બીક આધારીત વિભાગો                                                                  ભારત કટ ઓફ તારીખ

            ૧.    અમેરિકન નાગરિકત્વ                                                                        ૧લી એપ્રિલ-ર૦૦૬

                  ધરાવનાર વ્યકિતના ર૧ વર્ષથી વધુ વયના અપરણીત પુત્રો                           

                  તથા પુત્રીઓ (F-1      )

            રએ.  કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્નિ તથા અપરણીત

                  બાળકો (એફ-રએ)                                                                            ૧ લી માર્ચ -ર૦૧૧

            રબી.કાયમી વસવાટ કરનારાઓના ર૧ વર્ષથી વધુ વયના અપરણીત                         

                  પુત્રો તથા પુત્રીઓ (F-2B      )                                                              ૧પ મી મે ર૦૦પ

            ૩.    અમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્યકિતના પરણીત પુત્રો અને પુત્રીઓ                 ૮ મી ઓગસ્ષ્ટ ર૦૦ર

            ૪.    અમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્યકિતના પુખ્ય વયના ભાઇઓ

                  તથા બહેનો (એફ-૪)                                                                         ૧ લી મે ર૦૦૧ 

            રોજગાર આધારિત વિભાગો

            ૧.    ચઢીયાતા કામદારો (E-1      )                                                              વર્તમાન

            ર.    ધંધાકીય ડીગ્રી ધારણ કરનાર વ્યકિતઓ (E-2      )                                         ૧ લી સપ્ટેમ્બર-ર૦૦૪

            ૩.    કુશળ કારીગરો ( E-3      )                                                                 રર મી ડીસેમ્બર-ર૦૦ર

                  અન્ય કામદારો (E-W      )                                                                  રર મી ડીસેમ્બર-ર૦૦ર

            ૪.    ચોક્કસ અમુક વસાહતીઓ (E-4      )                                                        વર્તમાન

                  ધાર્મિક વ્યકિતનો                                                                             વર્તમાન

            પ.    નોકરી માટેની તકો                                                                           વર્તમાન

            પ.    નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્પન્ન કરનાર                                         વર્તમાન

            પ.    પાટલોટ પ્રોગ્રામ                                                                             વર્તમાન

                    કટ ઓફ તારીખ

            એપ્રિલ ર૦૧૩ માસ દરમ્યાન વીઝા અંગેની જે માહિતીઓ હતી અને મે-ર૦૧૩ ચાલુ માસ દરમિયાન ઉપરોકત મુજબની વીઝા અંગેની જે માહિતીઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. તેનાથી કઇ કેટેગરીઓ કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે.

            કૌટુંબીક                         ગયા મહિનાની                  ચાલુ માસની                  કેટલા અઠવાડીયા

            આધારીત                        કટ ઓફ તારીખ                કટ ઓફ તારીખ               આગળ વધી

            કેટેગરી

            ૧                               ૮ મી માર્ચ ર૦૦૬              ૧ લી એપ્રિલ-ર૦૦૬           ત્રણ અઠવાડીયા

            રએ                             ૧પ મી ડીસેમ્બર-ર૦૧૦        ૧ લી માર્ચ-ર૦૧૧             દસ અઠવાડીયા

            રબી                             ૮ મી એપ્રિલ-ર૦૦પ            ૧પ મી મે ર૦૦પ                   પાંચ અઠવાડીયા

            ૩                               રર મી જુલાઇ-ર૦૦ર           ૮ મી ઓગષ્ટ-ર૦૦ર          બે અઠવાડીયા

            ૪                               ૧ લી મે ર૦૦૧                ૧ લી મે ર૦૦૧               કંઇ નહીં

            રોજગાર આધારીત વિભાગો

            ઇ-૧                             વર્તમાન                        વર્તમાન                       -

            ઇ-ર                             ૧ લી સપ્ટેમ્બર-ર૦૦૪         ૧ લી સપ્ટેમ્બર-ર૦૦૪        બે અઠવાડીયા

            ઇ-૩                             ૮ મી ડીસેમ્બર-ર૦૦ર          રર મી ડીસેમ્બર-ર૦૦ર        બે અઠવાડીયા

            બીજા અન્ય કામદારો            ૮ મી ડીસેમ્બર-ર૦૦ર          રર મી ડીસેમ્બર-ર૦૦ર        બે અઠવાડીયા

            ધાર્મિક વ્યકિતઓ                વર્તમાન                        વર્તમાન                       -

            નોકરી માટેની તકો              વર્તમાન                        વર્તમાન                       -

            નક્કી કરેલા વિભાગમાં

            રોજગાર ઉત્પન્ન કરનાર          વર્તમાન                        વર્તમાન                       -

      પાયલોટ પ્રોગ્રામ        વર્તમાન        વર્તમાન

 (12:47 am IST)
[social_media]
 
 
[all_news_right_side]