NRI Samachar

News of Wednesday, 8th May, 2013

US માં ૩ વર્ષ બાદ સ્‍વામી ચિદાનંદજીને સાંભળવાનો લહાવોઃ કેલિફોર્નિયાના મિલ્‍પીટાસમાં આવેલા જૈન મંદિરમાં ૧૯થી ૨૪ મે ૨૦૧૩ દરમિયાન દરરોજ સાંજે મુંડકોપનિષદ વિષયક પ્રવચનોઃ ૨૦ થી ૨૪ મે દરમિયાન દરરોજ સવારે હસ્‍તકમલ સ્‍તોત્ર વિષે સમજુતિ

US માં ૩ વર્ષ બાદ સ્‍વામી ચિદાનંદજીને સાંભળવાનો લહાવોઃ કેલિફોર્નિયાના મિલ્‍પીટાસમાં આવેલા જૈન મંદિરમાં ૧૯થી ૨૪ મે ૨૦૧૩ દરમિયાન દરરોજ સાંજે મુંડકોપનિષદ વિષયક પ્રવચનોઃ ૨૦ થી ૨૪ મે દરમિયાન દરરોજ સવારે હસ્‍તકમલ સ્‍તોત્ર વિષે સમજુતિ

      યુ.એસ.: ૩ વર્ષના ગાળા બાદ સ્‍વામી ચિદાનંદજીના પ્રવચનોનું ફરીવાર યુ.એસ.માં આયોજન કરાયુ હોવાનું જાણવા મળે છે.

      યુ.એસ.ના સાન ફ્રાન્‍સિકો બે એરીયામાં ગોઠવાયેલા પ્રવચનોની શ્રંૃખલા મુજબ ૧૯ થી ૨૪ મે ૨૦૧૩ દરમિયાન  કેલિફોર્નિયાના મિલ્‍પીટાસમાં આવેલા જૈન મંદિરમાં સ્‍વામીજી વેદાંતા વિષયક અથર્વવેદમાં આવતા મુંડકોપનિષદ ઉપર પ્રવચન આવશે.

      જીવન પ્રત્‍યેના અભિગમ વિષયક હસ્‍ત મલાકા સ્‍તોત્ર અંગે ૨૦ થી ૨૪ મે દરમિયાન સવારના સમયે પ્રવચનોનું આયોજન કરાયુ છે.

      ‘‘વીઝડમ ફોર રાઇટ એકશન'' વિષયને ધ્‍યાને લઇ સ્‍વામીજી સંચાલિત ફોવાઇ ફોરમ અંતર્ગત અંતર જાગૃતિ વિષયક ઉદબોધનો થાય છે.તેઓ છેલ્લા ૨૫ વર્ષથી વેદાંતા પ્રચાર સાથે સંકળાયેલા છે.

      તેઓ સ્‍વામી ચિન્‍મયાનંદજીના પરિચયમાં આવ્‍યા બાદ શ્રીમદ ભગવત ગીતાના અભ્‍યાસ તથા પ્રચાર અંગે ૧૯૮૦ની સાલથી કાર્યરત છે.

      ૨૦૦૨ની સાલથી તેઓ કૃષ્‍ણમૂર્તિ ફાઉન્‍ડેશન સાથે પણ જોડાયેલા છે.

      જૈન મંદિરમાં ૧૯ થી ૨૪ મે દરમિયાન તેમના પ્રવચનોનો સમય સાંજે ૭-૩૦ થી રાત્રિના ૯ વાગ્‍યા સુધીનો રાખવામાં આવ્‍યો છે. તેમજ ૨૦ થી ૨૪ મે દરમિયાન સવારે ૭ થી ૮-૩૦ દરમિયાન હસ્‍તકમલ સ્‍તોત્ર વિષયક ઉદબોધન રખાયુ છે.

       

 (11:16 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]