NRI Samachar

News of Wednesday, 8th May, 2013

US ની પ્રતિષ્‍ઠિત ‘‘ધ થોમસ જે વોટસન'' ફેલોશીપ માટે ભારતીય મૂળના ૩ વિદ્યાર્થીઓની પસંદગી : ૨૫૦૦૦ ડોલરની સ્‍ટાઇપન્‍ડ અપાશેઃ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કામગીરીની કદર તથા આગળ વધવા પ્રોત્‍સાહન

US ની પ્રતિષ્‍ઠિત ‘‘ધ થોમસ જે વોટસન\'\' ફેલોશીપ માટે ભારતીય મૂળના ૩ વિદ્યાર્થીઓની પસંદગી : ૨૫૦૦૦ ડોલરની સ્‍ટાઇપન્‍ડ અપાશેઃ  વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કામગીરીની કદર તથા આગળ વધવા પ્રોત્‍સાહન

      યુ.એસ.: યુ.એસ.ની કોલેજોના ગ્રેજ્‍યુએટ વિદ્યાર્થીઓની વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી બદલ અપાતી  ધ થોમસ જે વોટ્‍સન ફેલોશીપ માટે ભારતીય મૂળના ૩ યુવક યુવતિઓને  પસંદ કરાયા છે. જેઓને ફેલોશીપ વર્ષ દરમિયાન ૨૫૦૦૦ ડોલર સ્‍ટાઇપન્‍ડ પેટે અપાશે.

      પસંદગી પામેલા ભારતીય મૂળના વિદ્યાર્થીઓમાં ન્‍યુયોર્કની  યુનિયન  કોલેજની  વિદ્યાર્થીની  શિલ્‍પા  ડેરીવેયુલા, તથા કોલગેટ યુનિવર્સિટીના શ્રીકાર  ગુલાપાલ્લી, તેમજ નોર્થ કેરોલીનાની  ડેવિડસન કોલેજની   વિદ્યાર્થીની  નિત્‍યા રાવનો સમાવેશ થાય છે.

       

 (11:18 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]