NRI Samachar

News of Wednesday, 8th May, 2013

GOPIO દ્વારા ત્રિસ્‍ટેટ ગૃપો સાથેના સંયુકત ઉપક્રમે નવનિયુકત ઈન્‍ડિયન કેન્‍સ્‍યુલ જનરલ શ્રી મુલેના માનમાં યોજાઇ ગયેલો સ્‍વાગત સમારોહઃ NRI તથા PIO ના પ્રશ્નો અંગે રજુઆતઃ પરસ્‍પર સહકારનો કોલ

GOPIO દ્વારા ત્રિસ્‍ટેટ ગૃપો સાથેના સંયુકત ઉપક્રમે નવનિયુકત ઈન્‍ડિયન કેન્‍સ્‍યુલ જનરલ શ્રી મુલેના માનમાં યોજાઇ ગયેલો સ્‍વાગત સમારોહઃ NRI તથા PIO ના પ્રશ્નો અંગે રજુઆતઃ પરસ્‍પર સહકારનો કોલ

      ન્‍યુયોર્કઃ ગ્‍લોબલ ઓર્ગેનાલઝેશન ઓફ પીપલ ઓફ ઈન્‍ડિયન  ઓરીજીન (GOPIO) દ્વારા ત્રિસ્‍ટેટના ઓર્ગેનાઈઝેશન તથા ગૃપોના  સંયુકત ઉપક્રમે ૨૬ એપ્રિલ ૨૦૧૩ના રોજ ન્‍યુયોર્કના નવનિયુકત ઈન્‍ડિયન કોન્‍સ્‍યુઅલ જનરલ શ્રી દ્યાનેશ્વર મુલેના સ્‍વાગતનો કાર્યક્રમ એશિયા સોસાયટી ખાતે યોજાઇ ગયો.

      શ્રી મુલે NRIતથા PIOના પ્રશ્નો અંગે સ્‍થાનિક ભારતીય પ્રતિનિધિઓને સાથે રાખી સ્‍થાનિક અધિકારીઓ તેમજ સત્તાધારકો સાથે ચર્ચા હાથ ધરશે.

      GOPIOના ઈન્‍ટર નેશનલ પ્રેસિડન્‍ટ શ્રી અશોક રામશરણએ શ્રી મુલેના આગમનને વધાવ્‍યુ  હતું. તથા તેમને તમામ પ્રકારનો સાથ સહકાર આપવાની ખાત્રી  આપી હતી.

      GOPIOના ફાઉન્‍ડીંગ પ્રેસિડન્‍ટ શ્રી ડો. થોમસ અભરામએ GOPIO  દ્વારા  હાથ ધરાતી વિવિધ પ્રવૃતિઓ જણાવતું ઉદબોધન કર્યુ હતું.

 (11:19 pm IST)
[social_media]
 
[all_news_right_side]