NRI Samachar

News of Wednesday, 8th May, 2013

સ્‍વામી વિવેકાનંદજીના ૧૫૦માં જન્‍મ જયંતિ વર્ષ નિમિત્તે કેલિફોર્નિયામાં યોજાઇ ગયેલ ધર્મ બી સ્‍પર્ધાઃ ‘‘હિન્‍દુ સ્‍વયંસેવક સંઘ''USAનું આયોજનઃ ઈરવીન મંદીરના શ્રી ગીરીધર અપરેયાના હસ્‍તે વિજેતાઓને ટ્રોફી તથા મેડલ એનાયતઃ ફાઇનલ સ્‍પર્ધા શિકાંગોમાં ૧૫ થી ૧૬ જૂન ૨૦૧૩ દરમિયાન

સ્‍વામી વિવેકાનંદજીના ૧૫૦માં જન્‍મ જયંતિ વર્ષ નિમિત્તે કેલિફોર્નિયામાં યોજાઇ ગયેલ ધર્મ બી સ્‍પર્ધાઃ ‘‘હિન્‍દુ સ્‍વયંસેવક સંઘ\'\'USAનું આયોજનઃ ઈરવીન મંદીરના શ્રી ગીરીધર અપરેયાના હસ્‍તે વિજેતાઓને ટ્રોફી તથા મેડલ એનાયતઃ ફાઇનલ  સ્‍પર્ધા શિકાંગોમાં ૧૫ થી ૧૬ જૂન ૨૦૧૩ દરમિયાન

      કેલિફોર્નિયાઃ યુ.એસ.: હિંદુ સ્‍વયંસેવક સંઘ યુ.એસ.એ. (HSS)ના ઉપક્રમે તાજેતરમાં ૨૧ એપ્રિલ ૨૦૧૩ના રોજ દ્રિતિય શ્રેણીની ધર્મ બી સ્‍પર્ધા યોજાઇ ગઇ.

      સાઉધર્ન કેલિફોર્નિયા સાઉથ રીજીયનમાં ઈરવીન મંદીર ખાતે યોજાઇ ગયેલ સ્‍પર્ધામાં શ્રી કૃષ્‍ણ વિવેકાનંદ ચેલેન્‍જ ક્‍વીઝ રાખવામાં આવી હતી. જે સ્‍વામી વિવેકાનંદજીના ૧૫૦માં જન્‍મજયંતિ વર્ષને અનુલક્ષીને  યોજાઇ હતી. જેમાં ૧૦૦ ઉપરાંત બાળકોએ ભાગ લીધો હતો.

      અધ્‍યક્ષસ્‍થાને ઉપસ્‍થિત ઈરવીન મંદીરના શ્રી ગીરીધર અપરેયાએ  વિજેતાઓને ટ્રોફી તથા મેડલ અર્પણ કર્યા હતા. જે અંતર્ગત જુદી જુદી શ્રેણીમાં પ્રથમ સ્‍થાન મેળવનારા  વિજેતાઓ આગામી ૧૫ થી ૧૬ જુન દરમિયાન શિકાગો ખાતે  યોજાનારી ફાઇનલ સ્‍પર્ધામાં ભાગ લેશે.

       

 (11:20 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]